________________
સાતસો મનનીતિ
જેમ રાત્રિભોજનના ત્યાગવાળાને છ મહિનાના ઉપવાસનું ફળ છે તેમ દિવસે મૈથુન તજનારને પણ છ માસનું બ્રહ્મચર્ય વર્ષમાં પળે છે આટલું વિચારશો.'' (૩ પૃ.૧૩૩) “સ્ત્રી સાથે વસવું પડતું હોય તોપણ તે આપણો મુમુક્ષુભાઈ છે, સદ્ગુરુની
શ્રદ્ધાવાળો છે, તેના હૃદયમાં પરમપુરુષ પ્રત્યે પ્રેમ છે એટલી આપણને જો શ્રદ્ધા રહેતી હોય તો તેને વિષયના સાધન તરીકે વાપરવાં કરતાં તેની સાથે સત્પુરુષના માહાત્મ્યની વાતચીત અને ભક્તિભજનમાં કાળ ગાળવા એક ભક્તિમાન આત્માનો સમાગમ પરમકૃપાળુની કૃપાથી થયો છે, તો તેનું વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનથી કલ્યાણ થાઓ અને હું પણ તેને જોઈને વૈરાગ્ય, ભક્તિનો બોધ પામું એવી ભાવના પરસ્પર રાખવાથી કુટુંબ પણ મંદિરરૂપ પલટાઈ જાય. તેની ભૂલ થાય તો આપણે ચેતવણી આપવાની જરૂર છે, આપણી ભૂલ જણાય તો તેણે આપણને ચેતવવાની ફરજ છે. આવી સમજૂતીથી આત્માર્થે બન્ને આત્માઓનું પ્રવર્તન થાય તો ધર્મ પ્રગટાવવામાં ઘણી અનુકુળતા થઈ પડે. બન્નેની તેવી સમજણ મહાપુણ્યના ઉદયે થવી સંભવે છે, પણ બન્નેને એક સદ્ગુરુનો આશ્રય છે, એ આધારનો વિશેષ લક્ષ રહે અને હૃદય વૈરાગ્યવાળું એકનું પણ હોય તો બન્નેને લાભ થવાનો સંભવ છે.'' (બો-૩ પૃ. ૧૩૦)
*સમાધિસોપાન'માંથી – “સર્વ વિષયોમાંથી આસક્તિ ત, બ્રહ્મ એટલે સાયકસ્વભાવ આત્મા તેમાં ચર્યા એટલે પ્રવૃત્તિ તે બ્રહ્મચર્ય છે. હે જ્ઞાનીજન ! આ બ્રહ્મચર્ય નામનું વ્રત આકરું છે. બિચારા વિષયોમાં ફસાયેલા, આત્મજ્ઞાન રહિત મનુષ્યો તે વ્રત ધારણ કરવા સમર્થ નથી. મનુષ્યોમાં દેવ સમાન હોય તે જ એ વ્રત પાળી શકે છે. વિષયોની લાલસાવાળા અન્ય રેંક જવો તે પાળી શકવા સમર્થ નથી. બ્રહ્મચર્ય વ્રત અતિ દુષ્કર છે. જે બ્રહ્મચર્ય પાળે છે તેને સર્વ ઇન્દ્રિયો અને કષાયો જીતવા સુલભ છે. હે ભવ્યો ! સ્ત્રીના સુખમાં કે પુરુષના ભોગમાં રાગી જે મનરૂપ મદોન્મત્ત હાથી છે, તેને વૈરાગ્યની ભાવનામાં રોકીને, વિષયોની આશાનો અભાવ કરીને, દુર્ઘર બ્રહ્મચર્ય ધારણ કરો.'' (મ.પ્.૩૦૯) ૨૧૨. પરઘેર જઉં નહીં.
પરઘેર જવાથી પરિચય વધે. વિધવાને જોઈ કદાચ મોહમાં ફસાવવાનો પ્રયત્ન કરે. પછી એની વૃત્તિ ત્યાંને ત્યાં રહે. માટે પરઘેર જવાની આદત રાખું નહીં. પણ સમય મળ્યે સ્વાધ્યાય કરું. પરમકૃપાળુદેવ ‘સ્ત્રીનીતિ બોઘક'માં જણાવે છે
“પરઘરે ઝાઝુ જાનારી એ નહીં, સદ્ગુણ કેરી જાણ્યું એ તો ખાણ જો. સની સારીના સુલક્ષણ સાંભળી, તેવી થાવા કરજે રૂડા કામ જો.''
‘બોઘામૃત ભાગ-૩'માંથી - મોહમાં ફસાઈ જવાના નિમિત્તમાં કરવા યોગ્ય વિચાર એક વિધવા સ્ત્રીનું દૃષ્ટાંત “જો હું તમારી પેઠે સ્ત્રીભવમાં હોઉં તો એમ વિચારું કે મેં પૂર્વભવમાં કોઈ સત્પુરુષના આગળ સાચેસાચી વાત પ્રગટ કરવાને બદલે માયાકપટ કરી તેમને છેતરવાની બુદ્ધિ કરી હશે, તેથી આ ધિક્કારવા યોગ્ય સ્ત્રીવેદ બાંઘ્યો હશે. તેને લઈને પરાધીનપણું, નિર્બળપણું, અતિશય લજ્જા તથા જ્યાં પુરુષ પ્રત્યે નજર જાય ત્યાં વિકાર થવા યોગ્ય ચંચળ પ્રકૃતિ બાંધી આત્માને નિરંતર મેં ક્લેશિત કર્યો છે. પૂર્વે વ્રત લઈને ભાંગ્યા હશે, તેથી આ ભવમાં વિધવાપણું પ્રાપ્ત થયું. પૂર્વે બહુ ભોગોની ઇચ્છા કરી હશે, તેથી આ ભવમાં ભોગોની સામગ્રી ઓછી મળી; કારણ કે લોભ પાપનું મૂળ છે. પૂર્વે કોઈની સેવાચાકરી કરી નહીં હોય તેથી આ ભવમાં કોઈ મને સંભાળનાર, મારી સેવાચાકરી કરનાર નથી. પૂર્વે પ્રતિબંધ બાંધ્યો હશે, તેથી આ ભવમાં સદ્ગુરુ ભગવાનની પ્રાપ્તિ થયાં છતાં ધર્મમાં
૧૦૯
―