________________
સાતસો મહાનીતિ
એમાં જ કાળ ગાળવો. પ્રમાદ ન કરવો.” (બો-૧ પૃ.૨૧૧) બોઘામૃત ભાગ-૩'માંથી :- “તા.ક- રોજ સૂતાં પહેલાં પરમકૃપાળુદેવના ચિત્રપટ
આગળ બની શકે તેમ હોય તો બ્રહ્મચર્યની ભાવના કરી સૂઈ જવું અને ઊઠીએ ત્યારે પણ જોગવાઈ હોય ત્યાં સુધી વ્રત એક દિવસનું પણ લઈ લેવું તે લેખે આવશેજી.” (બી-૩ પૃ.૪૪૬)
“બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી. જીવ નિમિત્તાઘીન અત્યારે છે. અગ્નિની પાસે ઘીનો ઘડો મૂક્યો હોય તો ઘી ઓગળ્યા વિના રહે નહીં, તેમ જેને બ્રહ્મચર્યની ભાવના પોષવી છે તેણે તેવાં નિમિત્તોથી જરૂર દૂર રહેવું ઘટે છે.” (બો૩ પૃ.૧૬૬)
“પાંચ ઇન્દ્રિયોમાંથી સ્પર્શ ઇન્દ્રિયનો અભ્યાસ જીવને ઘણો છે, કારણ કે દરેક ભવમાં તે ઇન્દ્રિય હોય છે. તેને રોકવાથી સંસારવૃત્તિ મોળી પડી જાય છે.
“એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર;
નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર એ સ્પર્શ-ઇન્દ્રિયના સુખ માટે જીવ ઘન કમાય છે, પરણે છે, કપડાં ઘરેણાં ઘર ખેતરરૂપ પરિગ્રહને વઘારે છે. તે પ્રત્યેની જેની વૃત્તિ ઓછી થાય, તેને સંસાર પ્રત્યેનો મોહ ઓછો થવાથી આત્મા પ્રત્યે વૃત્તિ વળે છે, આત્માના વિચાર તેને ગમે છે, આત્માની કથા તેને રુચે છે, તે સાંભળવામાં આનંદ આવે છે અને એમ કરતાં કરતાં જ્ઞાની પુરુષે જાણેલા આત્માની શ્રદ્ધા, પકડ, પ્રતીતિ થાય છે. રુચિ સંસાર વઘારવાની જેને વર્તતી હોય તેને આત્મવિચાર કે આત્મકથા કે તેવું વાંચન, શ્રવણ છાર પર લીંપણા જેવું જુદું ને જુદું જ રહે છે, પરિણામ પામતું નથી. એ બધી વાત તમે ઘણી સાંભળી છે. હવે નીચે સામાન્ય નિયમો જણાવું છું –
૧. જેણે બ્રહ્મચર્ય પાળવા માટે એક દિવસ કે અનેક દિવસ માટેનો નિયમ લીધો હોય તેણે સ્ત્રી સાથે દિવસે કે રાત્રે એક પથારીમાં બેસવું કે સુવું નહીં.
- ૨. કામને પોષે તેવી વાતો કરવી નહીં કે કોઈ હાંસી વગેરેમાં પણ કામચેષ્ઠા કે હાવભાવને પુષ્ટિ આપવી નહીં.
૩. આલિંગન, ચુંબન આદિ ભારે અતિચારો છે. તે રસ્તે વ્રત તૂટવાના પ્રસંગો આવે છે. માટે તેવા પ્રસંગોમાં દોરાવું નહીં કે સામાને તેના ભાવ પ્રગટ થતા જણાય તો તેને ચેતાવી દઈ, તે દોષો ઝેર જેવા જાણી ઘમકાવીને પણ દૂર કરવા.
૪. માંદગીને કારણે માથું દબાવવું કે તેવી કોઈ મદદ લેવી પડે તો અપવાદરૂપ ગણી તે સિવાય બીજા કોઈ કારણે બ્રહ્મચર્યના દિવસોમાં શરીરસેવા પણ સ્ત્રી પાસેથી સ્વીકારવી નહીં. શરીરસ્પર્શના પ્રસંગ ઓછા કરી નાખવા.
૫. ખોરાક પણ નિયમ-બાઘાના દિવસોમાં સાદો રાખવો. કપડાં, ઘરેણાં પણ સાદાં પહેરવા. ટૂંકામાં, ઇન્દ્રિયો ઉન્મત્ત ન બને તેવી કાળજી રાખવી.
૬, ભોગવેલા ભોગના પ્રસંગોની વાતો કે સ્મૃતિ કર્યા કરવી નહીં. ૭. સત્સંગ, ભક્તિ, સદ્વાંચન, સવિચારમાં કાળ ગાળવા વિચાર રાખવો.
નિયમ બ્રહ્મચર્યનો ન લીઘો હોય તેવા દિવસોમાં પણ દિવસે મૈથુનનો ત્યાગ રાખવા પૂરતા દ્રઢ ભાવ રાખે તો બાર માસમાં છ માસ જેટલો કાળ બ્રહ્મચર્યવાળો ગયો એમ હિસાબ કરતાં સમજાય તેમ છે.
૧૦૮