SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ ૫૮૭. અસૂયા સેવું નહીં. અસૂયા એટલે અદેખાઈ. કોઈની અદેખાઈ કરું નહીં. કોઈના છિદ્રો જોઉં નહીં. અદેખાઈ કરવાથી પોતાનું જ અહિત થાય છે. જે વસ્તુ નિમિત્તે બીજાની અદેખાઈ કરે, તે વસ્તુ પરભવમાં તે પામે નહીં. ‘ટચુકડી કથાઓ ભાગ-૧'માંથી - નયશીલ આચાર્યનું દ્રષ્ટાંત – નયશીલ આચાર્યના એક શિષ્ય બહુ વિદ્વાન હતા. તેઓમાં નમ્રતા પણ ઘણી જ હતી. તેથી અનેક સાધુઓ આ શિષ્યની પાસે સ્વાધ્યાય કરતા, પાઠ પણ લેતા. ગુરુદેવના સુખશીલીયા સ્વભાવને લીધે વ્યાખ્યાન પણ આ શિષ્ય કરતા. એથી લોકો આ શિષ્ય પાસે વધુ બેસતા અને તત્ત્વસંબંધી પ્રશ્ન પૂછતા. તે જોઈ ગુરુને આનંદ થવાને બદલે ઈર્ષા થવા લાગી. પણ શિષ્ય પાસેનો સાઘુઓ વગેરેનો સ્વાધ્યાય બંઘ કરાવી શક્યા નહીં. પણ મનમાં ઈર્ષાથી સતત બળતો-જલતો ગુરુનો આત્મા, એક દિવસ દેહ છોડીને ચાલ્યો ગયો. તે આત્મા હવે કાળો નાગ થયો. તે શિષ્ય ઘણા સાઘુઓ સાથે વિહાર કરતાં સહજે જ્યાં કાળો નાગ છે તે ઉદ્યાનમાં આવીને ઊતર્યા. સ્વાધ્યાય કર્યા પછી વિદ્વાન શિષ્ય ધ્યાનમાં જવા લાગ્યા. ત્યારે અપશુકન થયું. તેથી કેટલાક સાધુઓ પણ તેમની સાથે ગયા. ત્યાં પેલો કાળો નાગ દોડતો આવ્યો. તે જોઈ બીજા સાઘુઓ તેને દૂર મૂકી આવ્યા. પણ વિચારવા લાગ્યા કે આ વડીલ મુનિ ઉપર સાપ ક્રોઘ કેમ કરતો હશે. ત્યાંથી વિહાર કરી ગયા. રસ્તામાં વિશિષ્ટ જ્ઞાની મળ્યાં. તેમને પૂછ્યું કે કાળો નાગ આ મુનિ ઉપર કેમ ઘસી આવ્યો હશે? મહાત્માએ કહ્યું : એ નાગ બીજો કોઈ નથી. પણ ભારે ઈર્ષા કરવાથી તમારા ગુરુ નયશીલસૂરિનો જ આ જીવ છે. બધા વિચારવા લાગ્યા કે અહો! ઈર્ષા કરવાથી કેવી વિષમ દશા પ્રાપ્ત થાય છે. (પૃ.૧૫૩). ૫૮૮. ઘર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. ના, ઇમ્પો MI[ તવો ” ઘર્મમાં આજ્ઞાનું પ્રદાનપણું છે. સંસારમાં વડીલોની આજ્ઞા માનીએ છીએ તે કરતાં પણ ઘર્મમાં ઉપદેશેલ આજ્ઞાઓને સર્વથી શ્રેષ્ઠ માનું. કારણ વડીલોની આજ્ઞા માનવાથી આ ભવમાં વિઘ્નોથી બચી શકાય. જ્યારે જ્ઞાની પુરુષોની આજ્ઞા પ્રમાણે ધર્મમાં વતેવાથી ભવોભવ સુખી થવાય અને પ્રાંતે જીવનો મોક્ષ પણ થાય. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “સુઘર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે - ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. બાપ થી HITS તવો | આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ. (આચારાંગ સૂત્ર)” (વ.પૃ.૨૬૦) “અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” (વ.પૃ.૨૬૩) “દ્રઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે.” (પૃ.૬૯૧) ४४०
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy