________________
સાતસો મહાનીતિ
એક સાધુનું દ્રષ્ટાંત – ગુરુ આજ્ઞા આરાઘવાથી જ જીવનું કલ્યાણ. કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાનઅવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાની પુરુષનો સમાગમ થતાં તે જ્ઞાની પુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે ભૂલ ખાશો નહીં; તો તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકો નહીં. જો તે સાઘુ એમ કહે, “મારાથી એમ નહીં થાય; એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મુકું, અથવા બીજાં ગમે તે કહો તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.” જ્ઞાની કહે છે “ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતો નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તોપણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી; માટે જઈને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય.”
ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત – “ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ઘર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઊપસ્યું છે.” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું “ના, ના એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો.” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તો પણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ઘારી આનંદશ્રાવકે કહ્યું કે “મહારાજ! સભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં કે અસભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસદુભૂત વચનનો મિચ્છા મિ દુક્કડ.' ત્યારે આનંદશ્રાવકે કહ્યું: “મહારાજ! હું મિચ્છા મિ દુક્કડ લેવાને યોગ્ય નથી.” એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાઘાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીક્ત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ! હા, આનંદ દેખે છે એમ જ છે અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.’ ‘તહ” કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીનો મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે “મહારાજ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તો નહીં જાઉં.' તો તે કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા!” (વ.પૃ.૬૯૨)
જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં જૂનાવિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છેદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કોઈ વિકલ્પ કરવા નહીં.” (વ.પૃ.૬૯૬)
“જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કિંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાઘન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાથું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય તેવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બઘા માઠાં સાઘન, કલ્પિત સાઘન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાઘન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે
૪૪૧