SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ કર્યું કે “જો આ વિપ્નમાં મારું મૃત્યુ થાય તો હવે મારે અનશન વ્રત (ચારે પ્રકારના આહારનો ત્યાગ) છે.' તે વખતે પેલા દેવે રાક્ષસરૂપે આકાશમાં રહીને કહ્યું કે “હે અહંન્નય! તું તારો ઘર્મ છોડી દે ને મારું વચન માન; જો તું માનીશ નહીં તો આ વહાણને ઘડાની ઠીબની જેમ હું ફોડી નાખીશ અને પરિવાર સાથે તને આ જળજંતુઓનું ભક્ષ્ય કરીશ.” આટલું કહેતા પણ જ્યારે અર્કન્નય ઘર્મથી ચલિત થયો નહીં, ત્યારે તે દેવે તેને ખમાવ્યો અને ઇંદ્રે કરેલી પ્રશંસા સંબંથી વાર્તા કહી સંભળાવી. પછી તે શ્રાવકને બે મનોહર દિવ્ય કુંડળની જોડી આપી, ઘોર મેઘ અને પવનાદિ દૂર કરી તે દેવ સ્વસ્થાનકે ગયો. તેમ આપત્તિકાળે પણ સન્જર્મ તજી અયોગ્ય રીતે વર્તન કે પૂજન કરું નહીં. ૪૭૧. રાત્રે શીતળ જળથી નાહું નહીં. રાત્રે નાહવું તે લોહીથી નાહવા બરાબર છે. ઉનાળાના દિવસોમાં લોકો દુકાન કે નોકરીથી ઘેર આવી જમતા પહેલા સ્નાન પણ કરે. રાત્રે નાહવાથી બાથરૂમ વગેરેમાં સૂર્યાસ્તથી ઉત્પન્ન થયેલા સૂક્ષ્મ જીવો શાંતિથી બેઠા હોય તેની હિંસા થાય છે તથા જલકાય જીવોની પણ હિંસા થાય છે. માટે રાત્રે ઘરે આવી નાહવાની ટેવ રાખું નહીં. મોક્ષમાળા વિવેચન'માંથી - “अस्तंगते दिवानाथे आपो रुधिर मुच्यते । अन्नं मांससमं प्रोक्तं मार्कण्डेयमहर्षिणा ॥" “સુર્ય આથમ્યા પછી પાણી લોહી જેવું કહેવાય છે અને અન્ન માંસ જેવું કહેવાય છે.” એમ માર્કડેય મહર્ષિ કહે છે.” (પૃ.૬૯) ૪૭૨. દિવસે ત્રણ વખત નાહું નહીં. ગૃહસ્થ હોવાથી શુદ્ધિ માટે એક વખત નાહવું પડે તો નહાય છે. બીજી વખત કોઈનું મરણ થયું હોય ત્યારે સ્મશાનમાં જવું પડે તો નહાય છે. પણ ત્રીજી વખત નાહું નહીં. તે શરીર ઉપર તીવ્ર રાગ સૂચવે છે. શરીરની શોભા કરવામાં જ વખત જતો રહે. ઉનાળામાં લોકો ત્રણ વખત પણ નહાય. એમ જો બહુ નાહવામાં જ વૃત્તિ રહે તો માછલા કે મગરમચ્છ થવું પડે કે જે સદા પાણીમાં જ પડ્યા રહે છે અર્થાત્ તિર્યંચનો અવતાર આવે છે. ૪૭૩. માનની અભિલાષા રાખું નહીં. માનની ઇચ્છા રાખું નહીં. કારણ બીજા પાસે માનની અપેક્ષા રાખવી તે પરાધીનતા છે. કોઈ માન આપે તો કોઈ વળી નિંદા પણ કરે; આખું જગત કંઈ માન આપે નહીં. ભગવાન જેવાની પણ નિંદા કરનાર લોકો હતા અને સ્તુતિ કરનાર પણ હતા. દુનિયાના બે ન્યાય છે. આપણે માનની અપેક્ષા રાખ્યા વગર પોતાના આત્માનું કલ્યાણ કેમ થાય તે વિચારીને પ્રવર્તવું કે જેથી આપણને છૂટવાનું કારણ થાય. લોકો આપણને માન આપે એવો ગુણ પણ આપણામાં ક્યાં પ્રગટ્યો છે? સમ્યક્દર્શન વગર ખરી રીતે એક પણ ગુણ પ્રગટતો નથી. જે માનની ઇચ્છા રાખે તેને માન ન મળે ત્યારે તે બીજાની નિંદા કરે છે. પોતે સારો દેખાડવાની ૩૬૪
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy