________________
સાતસો મહાનીતિ
માતાનો આગ્રહ જોઈ યશોઘર રાજા બોલ્યો “હે માતાજી! જો હું તમને પ્રિય હોઉં તો દુર્ગતિના ખાડામાં ઘકેલનાર આવી આજ્ઞા ન કરો અથવા હું પોતે જ મરી જાઉં અને મારા માંસ વડે કુલદેવતાનું અર્ચન કરો.” એમ કહી મ્યાનમાંથી તલવાર ખેંચી ત્યારે માતાએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે લોટનો કૂકડો બનાવી વઘ કરીને પણ મારું વચન માન્ય કર. માતાના ઘણા આગ્રહથી તે વાત માન્ય કરી. પછી લોટનો કૂકડો કુળદેવી આગળ મૂક્યો. માતાની આજ્ઞાથી તેનો વઘ કર્યો. પછી માતાએ માંસની કલ્પના કરી ખાવાની વાત કરી ત્યારે પણ આગ્રહથી રાજાએ તેમ કર્યું. તેથી ભવપરિભ્રમણ વધી ગયું.
બીજે દિવસે કુમારનો રાજ્યાભિષેક કરીને યશોઘર રાજાએ દીક્ષાની તૈયારી કરી. નયનાવલીએ કહ્યું કે હે આર્યપુત્ર! આજે પુત્રના રાજ્યાભિષેકનું સુખ અનુભવો. કાલે આપણે દીક્ષા લઈશું.
હવે ભોજનના અંતમાં નયનાવલીએ પાચન ગોળીની સાથે તાલપૂટ વિષ આપી દીધું. તેથી થોડીવારમાં જ તે જડ જેવો થઈને નીચે પડ્યો. તે જોઈ પહેરગીરે વિષને હરવાવાળા વૈદ્યને બોલાવ્યો. તેટલામાં રાણીએ આવીને મોઢા ઉપર સાડીનો છેડો નાખી રાજાના કંઠને અંગૂઠા તથા આંગળીઓ વડે દબાવી મારી નાખ્યો. યશોઘર રાજા મરીને મોર થયો. તથા તેની માતા પણ આર્તધ્યાન કરીને તે જ દિવસે મરીને કૂતરી થઈ. ત્યાંથી મરીને રાજા નોળિયો અને માતા સર્પ થઈ. ત્યાંથી મરીને રાજા રોહિત મસ્ય અને માતા સુસુમાર જળચર થઈ. ત્યાંથી મરીને રાજા બકરો અને માતા બકરી થઈ. બકરો મરીને પાછો પોતાની માતા બકરીને પેટે રાજા બકરો થયો. પછી રાજાનો જીવ પાછો બકરો અને માતા પાડો થઈ. પછી કૂકડો અને કૂકડી થયાં. તે ભવમાં મુનિ ભગવંત પાસે પૂર્વભવ સાંભળવાથી જાતિસ્મરણજ્ઞાન થયું અને શ્રાવક ઘર્મ અંગીકાર કર્યો. તે વખતે ગુણધર રાજાએ શબ્દભેદી બાણ મારવાથી કૂકડો કૂકડી બેય મરી ગયા અને ગુણધર રાજાના જ પુત્ર પુત્રી તરીકે ઉત્પન્ન થયાં. ગુણધર પૂર્વભવમાં રાજા યશોઘરનો પુત્ર હતો. તે આજે પિતા થયો. મુનિ ભગવંતે ઉપદેશમાં પૂર્વભવ કહ્યાં તેથી જાતિસ્મરણશાન થવાથી વૈરાગ્ય પામ્યા અને બન્નેએ દીક્ષા ગ્રહણ કરી. અહીંથી દેહ છોડી સ્વર્ગે ગયા. આમ અયોગ્ય પૂજનનું ફળ ઘોર દુઃખ પામ્યા.
યશોઘર રાજાની પત્ની નયનાવલી, જેને કુબડા સાથે સંબંધ હતો તેથી રાજાને વિષ આપ્યું હતું; તે આ ભવમાં ઘણી વેદના ભોગવીને નરકે ગઈ. (જૈન કથાસાગર ભાગ-૩)
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'માંથી - ગમે તેવી આપત્તિમાં પણ પૂજન છોડ્યું નહીં
અહંજયનું દ્રષ્ટાંત – ચંપાપુરીનો નિવાસી અર્ધન્નય નામે એક શ્રાવક વ્યાપાર કરવા માટે વહાણમાં બેસી સમુદ્રયાત્રા કરવા નીકળ્યો હતો. તે વખતે ઇંદ્ર દેવસભામાં એવી પ્રશંસા કરી કે “અર્ધન્નયના જેવો કોઈ દ્રઢ શ્રાવક નથી.” તે સાંભળી ઈર્ષ્યાવાન થયેલા એક દેવતાએ સમુદ્રમાં આવી ક્ષણવારમાં મેઘાડંબર સાથે ઉત્પાતના જેવો પવન ઉત્પન્ન કર્યો. વહાણ ડૂબવાના ભયથી તેમાં બેઠેલા વ્યાપારીઓ પોતપોતાના ઇષ્ટદેવની માનતા કરવા લાગ્યા. તે વખતે અહંન્નયે સમાધિસ્થ થઈ પચખાણ
૩૬૩