________________
સાતસો મહાનીતિ
કોશિશ કરે એના કરતાં સારો બનવાની કોશિશ કરતો હોય તો સારો બની જાય. માનની ઇચ્છા ન હોય તે બીજામાંથી ગુણ જાએ અને ગ્રહણ કરે. એમ કરતાં ગુણોનો ભંડાર થઈ જાય. શ્રી કૃષ્ણ જેવા ગમે ત્યાંથી પણ ગુણ ગ્રહણ કરતા હતા. પ્રજ્ઞાવબોઘ'માંથી – “જગમાં સર્વના શિષ્ય થવા સદ્ગુરુ ઇચ્છતા,
રાજચંદ્ર પ્રભુ એવા તેમને પ્રણમું સદા. ૧ દાસત્વ સર્વનું ઇચ્છે મુમુક્ષુનું વિશેષ જે, તેનામાં માનને સ્થાન ક્યાંથી? જ્યાં ન પ્રવેશ છે. ૨ ‘પાપમૂલ અભિમાન’ પ્રસિદ્ધ જગમાં અતિ,
નિષ્પાપી નિરભિમાની વિનયાન્વિત સન્મતિ.”૩ “મોક્ષમાળા વિવેચન'માંથી :- “આપવડાઈ – પોતાની પ્રશંસા પોતે કરે તે આપવડાઈ. તે માનનો બીજો ભાઈ-બીજો પ્રકાર છે. માન હોય તેટલા પ્રમાણમાં આપવડાઈ કરે. માન વઘારવા માટે પોતાના વખાણ કરે. જે ઉત્તમ હોય તે પોતાના વખાણ ન કરે. ક્વચિત્ અભિમાન રહિતપણે ખરી વાત પ્રસંગોપાત્ત કરે તેમાં આપવડાઈનો હેતુ નથી. પરંતુ હું સારો દેખાઉં? મને લોક કેમ વખાણે? એમ વિચારે ત્યાં પરમાર્થદ્રષ્ટિ નથી.” (પૃ.૨૧૯)
શ્રી જૈન હિતોપદેશક ભાગ-૧'માંથી - આત્મપ્રશંસા કરવી નહીં
“આત્મશ્લાઘા અથવા આપવડાઈ કરી ખુશી થવું, એ મહાન દોષ ગણાય છે. સજ્જન પુરુષો તો પરના પરમાણુ જેટલા ગુણોને પણ વખાણે છે અને પોતાના મેરુ જેવડા મોટા ગુણોને પણ કહેતા નથી. તો વિના ગુણે છલકાઈ જવું એ કેટલું ભૂલ ભરેલું છે તે વિચારવું. (પૃ.૫૯)
પોતાના ગુણનો પણ ગર્વ કરવો નહીં – ઉત્તમ પુરુષો ગુણનો ગર્વ કરતા નથી. એમ સમજીને કે ગર્વ કર્યાથી ગુણની હાનિ થાય છે. સંપૂર્ણ ગુણી જ્ઞાની, ધ્યાની કે મૌની સમુદ્રની પેરે ગંભીર હોય છે તે ગર્વ કરતાં નથી. ફકત અધૂરા હોય તે જ છલકાય છે. આપવડાઈ કરવા જતાં પરનિંદાનો પ્રસંગ આવે છે. પરનિંદાના મોટા પાતકથી, ગર્વ-ગુમાન કરનારનો આત્મા પાપકર્મથી લેપાઈ મલીન થાય છે. જેથી મૂળ ગુણોની પણ હાનિ થાય છે. તો નવા ગુણોની પ્રાપ્તિ વિષે શું કહેવું? તેથી સ્વમુખે આત્મશ્લાઘા કરી માનની અભિલાષા રાખું નહીં. (પૃ.૭૯), ૪૭૪. આલાપાદિ સેવું નહીં.
આલાપ એટલે વાર્તાલાપ. જેમાં કોઈનું અહિત થાય કે નુકસાન થાય અથવા ફ્લેશ ઉત્પન્ન થાય. એવા વાર્તાલાપ કે વાતચીત કરું નહીં.
નારદમુનિનું દ્રષ્ટાંત - નારદ ઋષિએ ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં આવેલ અમરકંકા નગરીમાં જઈને પક્વોત્તર રાજાને કહ્યું કે દ્રૌપદી જેવી કોઈ સુંદર સ્ત્રી આ દુનિયામાં નથી. તેથી તેણે દેવને આજ્ઞા કરી કે દ્રૌપદીને ઉપાડીને લઈ આવ. દેવ લઈ આવ્યો. પછી કૃષ્ણ તથા પાંચે પાંડવોએ ઘણું કષ્ટ વેઠી ઘાતકીખંડમાં જઈ લડાઈ કરીને દ્રૌપદીને લઈ આવ્યા. માટે ક્લેશ ઉત્પન્ન થાય એવા આલાપ આદિ લેવું નહીં અથવા સંગીતના રાગરાગીણીઓના આલાપાદિ સેવું નહીં. કે જેથી જીવને મોહ થાય.
૩૬૫