SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ દુરાગ્રહ છોડ્યો નહીં. તેથી ગુરુએ તેને ગચ્છ બહાર કર્યો. રાજાએ પણ ગામમાં ઉદ્ઘોષણા કરાવી કે ગુરુનો પ્રતિપક્ષી થયેલ રોહગુપ્તને જે માન્ય કરશે તે રાજદ્રોહી ગણાશે. આશ્ચર્ય! માન કષાય કેવો તીવ્ર છે કે જેના માટે જીવ ઉત્સુત્ર પ્રરૂપણા પણ કરી બેસે; તે વિચારવા જેવું છે. તેથી વાદવિવાદ કરીને યશ મેળવવાની ઇચ્છા રાખું નહીં. (પૃ.૨૧૬) ૪૦૭. અપવાદથી ખેદ કરું નહીં. અપવાદ એટલે નિંદા અથવા અવર્ણવાદ, કોઈ આપણા વિશે ખરાબ બોલે, નિંદા કરે તો પણ ખેદ કરું નહીં; સમભાવ રાખું. નિંદક નિયરે રાખીએ, આંગન કુટિ છવાય; બિન પાની સાબુન બિના, નિર્મળ કરે સુભાવ.” અર્થ: આપણા નિંદકને ઘરના આંગણામાં ઝુંપડી બનાવીને રાખવો જોઈએ. કેમકે તે સાબુ અને પાણી વિના જ આપણા સ્વભાવને નિર્મળ બનાવે છે. “બોઘામૃત ભાગ-૧'માંથી - “પ્રભુશ્રીજી કહેતા કે કોઈ છ મહિના ઉપવાસનું તપ કરે અને કોઈ પોતાને ગાળો ભાંડતો હોય તેને છ મહિના સુધી સમભાવથી સહન કરે એનું છ મહિનાના ઉપવાસ કરતાં વધારે ફળ થાય છે, કેમકે, તપ કરીને પણ કરવાનું તો એ જ છે.” (પૃ.૧૫૦) ઉપદેશમાળા’ના આધારે :પ્રસન્નચંદ્ર રાજર્ષિનું વૃષ્ટાંત – પ્રસન્નચંદ્ર રાજર્ષિ વાદળાનું સ્વરૂપ જોઈને વૈરાગ્ય પામ્યા. તેથી , પોતાના પાંચવર્ષના બાળકને ગાદી ઉપર બેસાડીને દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા કરતા રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રા ઘારણ કરીને ઊભા રહ્યા. તે અવસરે ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. ત્યારે શ્રેણિકરાના મોટા સૈન્ય સાથે પ્રભુને વાંદવા ચાલ્યા. તે સૈનિકોમાં મુખ્ય સુમુખ અને દુર્મુખ નામના બે સૈનિકો ચાલતા હતા. તેઓએ પ્રસન્નચંદ્ર મુનિને જોયા. તેમાંથી સુમુખે કહ્યું કે આ મુનિ ઘન્ય છે કે જેણે આવી મોટી રાજલક્ષ્મીને તજી સંયમરૂપી સમૃદ્ધિ ગ્રહણ કરેલ છે. એના નામમાત્રનો ઉચ્ચાર કરવાથી પાપ જાય તો પછી એની સેવા કરવાથી પાપ જાય તેમાં શું નવાઈ? પછી દુર્મુખ બોલ્યો કે અરે!આ મુનિ તો અધન્ય છે, મહાપાપી છે. તું એને વારંવાર શા માટે વખાણે છે? એના જેવો પાપી તો કોઈ નથી. ત્યારે સુમુખે ચિંતવ્યું કે અહો!દુર્જનનો સ્વભાવ જ આવો હોય છે. જે ગુણોમાંથી પણ દોષને જ ગ્રહણ કરે છે. સુમુખે કહ્યું કે હે દુર્મુખ! તું આ મુનિશ્વરને શા માટે નિંદે છે? દુર્મુખે કહ્યું કે અરે! તેનું નામ પણ લેવા જેવું નથી. કારણ આ મુનિ તો પોતાના પાંચ વર્ષના બાળકને રાજ્ય આપીને દીક્ષા લીધી. પરંતુ વૈરીઓ તે બાળકને હણીને રાજ્ય લઈ લેશે. એ સાંભળી પ્રસન્નચંદ્ર મુનિના મનમાં ખેદ થયો કે મારા જીવતાં જ મારા બાળકને મારીને રાજ્ય લઈ લેશે, તેથી અંતરમાં જ લડાઈ ચાલું થઈ ગઈ. શ્રેણિક રાજા ગ્રહણ જ કરોની /// * O ૨૯૫
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy