________________
સાતસો મહાનીતિ
નગરીમાં આવ્યો. ત્યાં એક તાપસ લોહના પાટાથી પોતાનુ પેટ બાંધીને હાથમાં જાંબુના વૃક્ષની શાખા રાખીને ફરતો હતો. તે જોઈ લોકોએ પૂછ્યું કે આ શું છે? તાપસ બોલ્યો મારું પેટ જ્ઞાનથી ભરાઈ ગયું છે, તે ફાટી ન જાય તે માટે આ લોખંડનો પાટો બાંધ્યો છે. આખા જંબુઠ્ઠીપમાં મારો પ્રતિવાદી કોઈ નથી, તેથી આ જાંબુવૃક્ષની ડાળ લઈને ફરું છું. એમ આખી નગરીમાં પડહ વગડાવ્યો. તે પડહને નગરીમાં પ્રવેશ કરતા રોહગુપ્તે જોયો અને તેની ઘોષણા સાંભળી. તેથી હું તેની સાથે વાદ કરીશ, એમ કહીને તે પડહને નિવારણ કર્યો. પછી ગુરુ પાસે આવીને વંદન કર્યું તથા વાદ કરવાનું કબૂલ કર્યાનો ગુરુને વૃત્તાંત કહ્યો. ગુરુએ કહ્યું કે ‘તેં સારું કર્યું નહીં. આ વાદી ઘણી વિદ્યાથી ભરપૂર છે. વાદમાં પરાભવ પામે તો મંત્રવિદ્યાથી પ્રતિવાદીને ઉપદ્રવ કરે. તે વિદ્યા આ પ્રમાણે છે.’ :– તે તાપસ વિદ્યા વડે અતિ ઉત્કટ એવા વીંછી, સર્પ, ઉંદર, મૃગ, સુવર, કાગડા અને સમડીઓ વિગેરે વિકુર્તી શકે છે.
તે સાંભળીને રોહગુપ્તે કહ્યું કે – ‘હવે ક્યાં નાસીને જવાય એમ છે? જે થવાનું હોય તે થાય.’ ગુરુએ કહ્યું – ‘જો એવો જ નિશ્ચય હોય તો માત્ર પાઠ ભણવાથી જ સિદ્ધ થાય એવી, અને તે વિદ્યાને નાશ કરનારી સાત વિદ્યાઓ તું ગ્રહણ કર.' જેથી તેની વિદ્યાને બાઘ કરનાર મોર, નોળિયો, બિલાડા, વાઘ, સિંહ, ઘુવડ અને બાજ પક્ષીઓ ઉત્પન્ન થશે. તે વિદ્યાઓની સાથે એક ઓઘો મંત્રીને ગુરુએ આપ્યો અને કહ્યું કે તાપસ તને ઉપદ્રવ કરે તો એ ઓઘો માથા ઉપર ફેરવવો જેથી તને કોઈ ઇન્દ્ર પણ જીતી શકશે નહીં.’
પછી રોહગુપ્ત સભામાં ગયો. ત્યાં તાપસે વિચાર્યું કે આ સાધુઓ ઘણા નિપુણ હોય છે. તેથી તેમના પક્ષનો જ આશ્રય કરીને બોલું કે તે નિવારી શકે નહીં. એમ વિચારી તાપસ બોલ્યો કે આ દુનિયામાં જીવ અને અજીવ એમ બે રાશિ છે; જેમ ઘર્મ અને અધર્મ, દ્રવ્ય અને ભાવ વગેરે છે તેમ. ત્યારે રોહગુપ્તે વાદીનો પરાભવ કરવા માટે પોતાનો સાચો પક્ષ છોડી દઈને તેને અસત્ય ઠરાવવા માટે કહ્યું કે દુનિયામાં જીવ અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ જોવામાં આવે છે. ગરોળીની કપાયેલી પૂંછડી વગેરે નોજીવ છે. અને ચારે ગતિમાં રહેલી જીવ રાશિ છે અને પરમાણુ તે અજીવ રાશિ છે. ઇત્યાદિ અનેક યુક્તિઓ વડે તેણે તાપસનો પરાજય કર્યો.
તેથી તાપસે ક્રોધ કરીને રોહગુપ્તનો નાશ કરવા માટે આગળ જણાવેલી સાતે વિદ્યાઓ મૂકી. તેની સામે રોહગુપ્તે તેની પ્રતિપક્ષ ગુરુએ આપેલી વિદ્યાઓ મૂકવાથી તેનો જય થયો. તેથી તાપસે ક્રોધ પામીને રાસભી એટલે ગધેડી વિદ્યા મૂકી, તેને આવતી જોઈને સાધુએ ગુરુએ આપેલો ઓઘો પોતાના શરીરની ચારે બાજુએ ફેરવ્યો તેથી તેના પ્રભાવે તે રાસભી વિદ્યા પાછી ફરીને તે તાપસ ઉપર જ મળમૂત્ર કરીને જતી રહી. સભાના લોકોએ રાજાના કહેવાથી તાપસને ગામ બહાર કાઢી મૂક્યો.
રોહગુપ્તે ગુરુ પાસે આવીને બધી હકીકત કહી સંભળાવી ત્યારે ગુરુએ કહ્યું કે તેં તાપસને જીતી લીઘો તે સારું કર્યું. પણ સભામાંથી ઊઠીને આવતાં તેં એમ કેમ ન કહ્યું કે માત્ર વાદીને જીતવા માટે જ મેં ત્રણ રાશિનું સ્થાપન કર્યું છે. પણ વાસ્તવિક રીતે તો બે રાશિ જ છે. હજી પણ સભામાં જઈને કહી આવ કે રાશિ બે જ છે. ત્યારે રોહગુપ્ત કહેવા લાગ્યો કે આચાર્ય! મારું કહેવું પણ સત્ય જ છે. કેમકે ગરોળીનું પૂંછડુ તે તો નોજીવ છે. ગુરુએ ઘણો સમજાવ્યો પણ તે સમજ્યો જ નહીં.
. જ
આ વિષે રાજસભામાં ગુરુ અને શિષ્ય વચ્ચે છ મહિના સુધી વાદ્વિવાદ ચાલ્યો. તો પણ તેણે
૨૯૪