________________
સાતસો મહાનીતિ
બાળી નાખીશ.” એમ વિચારી તે તાપસ ભિક્ષાને માટે કોઈ શ્રાવકને ઘેર ગયો. તે શ્રાવકની પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની સેવામાં વ્યગ્ર હતી; તેથી તે તાપસને ભિક્ષા દેવા જરા વિલંબ કરીને આવી. એટલે કોપ કરીને તેણે તેણીના પર તેજોલેશ્યા મૂકી, પરંતુ શીલના પ્રભાવથી તે બળી નહીં. તે વખતે તેણીએ કહ્યું કે “હે તાપસ! હું તે બગલી નથી.” તે સાંભળી વિસ્મય પામીને તાપસે પૂછયું કે “અરણ્યમાં થયેલી એ વાત તેં શી રીતે જાણી?” તેણીએ કહ્યું કે “આ પ્રશ્નનો જવાબ તને વારાણસીપુરીનો કુંભાર આપશે.” તે સાંભળીને તાપસે ત્યાં જઈ તે કુંભારને પૂછ્યું. ત્યારે તે બોલ્યો કે તે સ્ત્રીને તથા મને શીલના પ્રભાવથી જ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી અમે બન્નેએ તે વાત જાણી છે. માટે હે તાપસ તું પણ શીલ પાળવામાં યત્ન કર.” તે સાંભળીને તાપસ આશ્ચર્ય પામી શીલની પ્રશંસા કરી ત્યાંથી સ્વસ્થાને ગયો.”
આ પ્રમાણેનું દ્રષ્ટાંત સાંભળી પલ્લીપતિ શાપના ભયથી ભય પામી તેને નીચ જાતિમાં વેચી. તેણે પણ પોતાની સ્ત્રી થવા કહ્યું. પણ ભટ્ટાએ માન્યું નહીં. તેથી તેને દુઃખી કરવા તેના શરીરમાંથી રુધિર કાઢવા લાગ્યો. તેના ફળસ્વરૂપ તેને પાંડુરોગ થયો. તો પણ પોતાના શીલનું ખંડન કર્યું નહીં. એક દિવસ અચંકારી ભટ્ટાનો ભાઈ ત્યાં આવ્યો. પોતાની બેનને જોઈ પૈસા આપી તેને છોડાવી અને તેના પતિ મંત્રીને પાછી સોંપી. ક્રોઘનું અત્યંત માઠું ફળ જાણી તેણીએ હવે ક્રોધ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.
એકવાર તેજ નગરમાં મુનિ કોઈ કારણસર દાઝી જવાથી બે મુનિ તેમનું ઔષધ કરવા અર્થે કિંમતી લક્ષપાક તેલ લેવા માટે ભટ્ટાને ઘેર આવ્યા. ભટ્ટાએ હર્ષિત થઈ દાસીને તેલનો ઘડો લાવવા કહ્યું: આ સમયે સ્વર્ગમાં ઇન્દ્ર સભા સમક્ષ ભટ્ટાની પ્રશંસા કરી કે “હાલમાં પૃથ્વી પર અઍકારી ભટ્ટાના જેવું
કોઈ પણ ક્ષમાવાન નથી.” નાસ્તિક દેવને તે વાત પર શ્રદ્ધા ન આવવાથી જે દાસી લક્ષપાક તેલનો કુંભ લાવતી હતી તે કુંભને દૈવી શક્તિથી હાથમાંથી પડાવી ફોડી નાખ્યો. ક્રોઘ કર્યા વગર ભટ્ટાએ બીજો મંગાવ્યો. તે પણ ફોડી નંખાવ્યો. ત્રીજો પણ ફોડી નાખવાથી ચોથો ઘડો ભટ્ટા જાતે જઈ લઈ આવી. પણ શીલના પ્રભાવથી દેવતા હવે ફોડી શક્યો નહીં. તેથી દેવતાએ પ્રગટ થઈ તેની પ્રશંસા કરી તથા સુવર્ણની વૃષ્ટિ કરી તે સ્વસ્થાને
ગયો. ભટ્ટા શ્રાવકઘર્મનું પાલન કરી સમાધિમરણ સાથી દેવલોકે ગઈ. ત્યાંથી ચ્યવી મોક્ષપદને પામશે. આ કથા સાંભળીને ભવ્યોએ ક્રોઘના કડવાં ફળ જાણી કોઈ પણ અર્થે ક્રોઘ કરવો નહીં, જેથી મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ થાય. ૪૦૬. વાયશ પ્રાપ્ત કરું નહીં. (૧૦)
વાદવિવાદ કરીને વાદમાં કોઈને હરાવી યશ પ્રાપ્ત કરું નહીં. તેમ કરવાથી માનકષાયમાં ઉસૂત્ર પ્રરૂપણા પણ થઈ જાય તો ઘણું રઝળવું પડે. તે વિષે દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે -
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ના આઘારે - માન કષાય વડે કરેલી ઉસૂત્ર પ્રરૂપણા
રોહગુપ્તનું દ્રષ્ટાંત – અંતરિકાપુરીના ઉપવનમાં શ્રી ગુપ્ત આચાર્ય ગચ્છ સહિત રહ્યા હતા. ત્યાં બલશ્રી નામે રાજા રાજ્ય કરતો હતો. આચાર્યનો શિષ્ય રોહગુપ્ત બીજા ગામથી ગુરુને વાંદવા માટે તે
OT
૨૯૩