SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ ૪૦૩. વિરહગ્રંથ ગૂંથુ નહીં. (મુગૃ‰૦) હાલમાં સ્ટેશનો ઉપરના સ્ટોલોમાં કે દુકાનોમાં વેચાતી વિરહવેદનાને દર્શાવતી મોહમયી નવલકથાઓ, ઉપન્યાસો કે મનહર કહાનીઓ જેવા વિરહગ્રંથ ગ્રંથુ નહીં. કારણ તેથી મોહની વૃદ્ધિ થાય છે. અંતરાત્મામાં અનાદિના મોહના સંસ્કાર તો ભરેલા જ છે, તેમાં વળી આવા પુસ્તકો વાંચવાથી મોહ ભભૂકી ઊઠે. ‘પ્રજ્ઞાવબોધ'માં :— આ વિષે જણાવે છે કે – “મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, કલ્પિત કથા મોહી જન જોડે; અપથ્ય વધારે રોગો, અહોહો ! પરમ શ્રુત ! ઉપકાર ! ભવિને શ્રુત પરમ આધાર” (પૃ.૩૦) અર્થ – જગતવાસી જીવોને મહામોહથી પાંચ ઇન્દ્રિયના વિષયો મીઠા લાગે છે અને તેમાં વળી મોહી પુરુષો કલ્પિત કથાઓ લખીને તે મહામોહમાં વૃદ્ધિ કરે છે. આમ કરવાથી અપથ્ય આહાર વડે જેમ રોગની વૃદ્ધિ થાય, તેવું કરે છે. ૪૦૪, અયોગ્ય ઉપમા આપું નહીં. (મુગૃ‰૦૩૦) આ સ્ત્રી મૃગાંક્ષી જેવી છે. એનું વદન ચંદ્રમા સમાન છે. એનું મુખ તો કમળ જેવું છે. ચાલ ગજગામિની જેવી છે. એવી મોહ પોષક અયોગ્ય ઉપમા આપું નહીં. મળમૂત્રની ખાણ સમા આ દેહને આવી ઉપમાઓ આપી આત્માને બંધન કરું નહીં. ૪૦૫. સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં. (મુગ્૦) પોતાનો સ્વાર્થ સાધવા કોઈ ઉપર કોપાયમાન થાઉં નહીં, પણ ફરી ફરી વિચારી ક્ષમાભાવનો જ અભ્યાસ કરું. ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી – કડવા ફળ છે ક્રોધના જ્ઞાની એમ બોલે અચ્ચકારીભટ્ટાનું દૃષ્ટાંત – ક્ષિતિપ્રતિષ્ઠિતપુરમાં ઘન્ના નામનો શેઠ રહેતો હતો. તેને આઠ પુત્રો ઉપર એક પુત્રી થઈ. તેના પ્રત્યે અત્યંત પ્રેમના કારણે કોઈ તેને ફૂંકારો પણ કરતું નહીં. યુવાવસ્થામાં તેનું સુંદર રૂપ જોઈ મંત્રીએ તેની માગણી કરી. ત્યારે શેઠે કહ્યું કે એને ચૂંકારો પણ કરવો નહીં. તે સાંભળી મંત્રીએ એ વચન માન્ય કર્યું. તેથી તેની સાથે લગ્ન કર્યા. પછી ભટ્ટાએ મંત્રીને કહ્યું ઃ તમારે કોઈ દિવસ પણ સૂર્યાસ્ત પછી ક્યાંય જવું નહીં. નહીં તો મારી પ્રીતિ તમારા ઉપર રહેશે નહીં. એક દિવસ રાજાના દરબારથી મંત્રી રાત્રે મોડો આવ્યો. તે જ્યારે ઘેર આવ્યો કે અચંકારીભટ્ટા ગુસ્સામાં દરવાજો ખોલી મંત્રીની નજર ચૂકવી, ઘરની બહાર નીકળી પિતાના ઘર તરફ ચાલી. રસ્તામાં ચોરોએ તેને લૂંટી. વસ્ત્ર, દાગીના લઈ પલ્લીપતિને સોંપી. તેણે એને પોતાની સ્ત્રી થવા કહ્યું. પણ તેણે માન્યું નહીં. તેથી પલ્લીપતિ ઘણું દુઃખ આપવા લાગ્યો. ત્યારે તેણે કહ્યું કે મારા પ્રાણનો નાશ થશે તો પણ હું મારા શીલનું ખંડન કરવાની નથી. તો પણ તે સમજ્યો નહીં. તેથી તેને બોઘ આપવા એક દૃષ્ટાંત કહ્યું : તેજોલેશ્યાવાળા તાપસનું દૃષ્ટાંત – “કોઈ એક તેજોલેશ્યાની સિદ્ધિવાળો તાપસ કોઈ વૃક્ષ નીચે બેઠો હતો. તેના મસ્તક પર એક બગલીએ ચરક કરી. તેથી કોપ કરીને તે તાપસે તે પક્ષીપર તેજોલેશ્યા મૂકી તેને બાળી નાખ્યું. પછી તેણે વિચાર્યું કે ‘જે કોઈ મારી અવજ્ઞા ક૨શે તેને હું તેજોલેશ્યાથી = ૨૯૨
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy