SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ મહાપુરુષો કહે છે કે કોઈને ત્યાં કારણ વગર ભટકવા જવું નહીં. “મોક્ષમાળા વિવેચન'માંથી :- ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ પર એ બન્ને સમાન દુઃખદાયક છે.” જેને વધારે ઓળખાણ છે તેને વધારે દુઃખ છે. ઘણા માણસોનો મેળાપ હોય તો બઘાનું મન સાચવવું પડે, બધાની વાત યાદ રાખવી પડે તેથી મન ચંચળ રહે. તેમજ થોડા સાથે અતિમેળાપ રહે તે પણ વધારે દુઃખદાયક છે. થોડા સાથે અતિપરિચયથી અવજ્ઞા થાય, સામાન્યપણું થાય કે પ્રતિબંઘ થાય. સંસાર જેને છોડવો છે તેને બેય છોડવા જેવા છે.” (પૃ.૨૨૫) સ્ત્રીનીતિબોધક માંથી - “વાક્ય કઠણ નહીં બોલીશ તું તો કોઈથી, કદી જઈશ નહીં ઝાઝું હે! પરઘેર જો; દેરાણી જેઠાણી બહેન સમાન છે, નહિં રાખીશ તેનાથી કોઈ વેર જો. સાંભળ શાણી પુત્રી, શીખ આ માહરી.”૭ શ્રી જૈન હિતોપદેશ' માંથી – પર ઘેર એકલા જવું નહીં એ શિષ્ટ નીતિ અનુસરવામાં અનેક લાભો સમાયેલા છે. એથી શીલ વ્રતનું સંરક્ષણ થાય છે, માથે ખોટું આળ ચઢતું નથી, યાવત મર્યાદાશીલ ગણાઈ લોકમાં તે વિશ્વાસપાત્ર થાય છે. (પૃ.૭૭) ૩૬૧. સ્વાર્થ બહાને કોઈનો ત્યાગ મુકાવું નહીં. પોતાના સ્વાર્થને કારણે બીજાનો ત્યાગ મુકાવું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – મીણના ગોળા જેવા જીવનું દ્રષ્ટાંત – “મીણનો ગોળો તાપ લાગવાથી જેમ ગળી જાય, પાછો ઠંડી લાગવાથી તેવો ને તેવો થઈ રહે તેમ સંસારી જીવને પુરુષનો બોઘ સાંભળી સંસારથી વૈરાગ્ય થયો, અસાર સંસારની નિવૃત્તિ ચિંતવવા લાગ્યો, કુટુંબ પાસે આવી કહે છે કે આ અસાર સંસારથી હું નિવર્તવા ઇચ્છું છું. એ વાત સાંભળી કુટુંબી કોપયુક્ત થયા. હવેથી તારે એ તરફ જવું નહીં. હવેથી જઈશ તો તારા ઉપર સખ્તાઈ કરીશું, એ વગેરે કહી સંતના અવર્ણવાદ બોલી ત્યાં જવાનું રોકાવે. એ પ્રકારે કુટુંબના ભયથી, લાજથી જીવ સટુરુષ પાસે જતાં અટકે, પાછા સંસાર કાર્યમાં પ્રવર્તે તે પ્રથમ પ્રકારના જીવ કહ્યા. ૨. બીજા પ્રકારે લાખના ગોળા જેવા જીવ કહ્યા. લાખના ગોળા જેવા જીવનું દ્રષ્ટાંત – લાખનો ગોળો તાપથી ઓગળી જાય નહીં. પણ અગ્નિથી ઓગળી જાય. તે જીવ સંતનો બોઘ સાંભળી સંસારથી ઉદાસીન થઈ એમ ચિંતવે કે આ દુઃખરૂપ સંસારથી નિવર્તવું. એમ ચિંતવી કુટુંબ પાસે જઈ કહે કે હું સંસારથી નિવર્તવા ઇચ્છું છું. મારે આ જૂઠું બોલી વેપાર કરવો ફાવશે નહીં ઇત્યાદિ કહ્યા પછી કુટુંબીઓ તેને સખ્તાઈ તથા સ્નેહનાં વચનો કહે તથા સ્ત્રીનાં વચન તેને એકાંતના વખતમાં ભોગમાં તદાકાર કરી નાખે. સ્ત્રીનું અગ્નિરૂપ શરીર જોઈને બીજા પ્રકારનાં જીવ તદાકાર થઈ જાય. સંતના ચરણથી દૂર થઈ જાય. ૩. ત્રીજા પ્રકારના જીવ કાષ્ઠના ગોળા જેવા કહ્યા. કાષ્ટના ગોળા જેવા જીવનું દ્રષ્ટાંત – તે જીવ સંતનો બોથ સાંભળી સંસારથી ઉદાસ થઈ ગયો. આ સંસાર અસાર છે, એમ વિચારતો કુટુંબાદિક સમીપ આવી કહે કે આ સંસાર અસારથી હું ખેદ પામ્યો છું. મારે આ કાર્યો કરવાં ઠીક લાગતાં નથી. આ વચનો સાંભળી કુટુંબી નરમાશથી કહે, ભાઈ, ૨૫૪
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy