SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ શરીરની માંદગી કરતાં મનની માંદગી જબરી છે, માટે રોગ મટાડવા જેમ દવાખાનામાં જવું પડે તેમ સત્સંગની જરૂર છે. થોડો વખત સત્સંગ કરી જવાથી અને જાદા રહેવાનો પ્રસંગ રહેવાથી પાછા પહેલા હતા તેવા ભાવ જાગ્રત થાય તેવો સંભવ છે છેજી. બળ કરો તો બની શકે તેમ છેજી. લોકલાજ આવા પ્રસંગે આગળ ન કરતાં હિંમત કરી સત્સંગનો બન્નેને લાભ મળે તેમ કર્તવ્ય છેજી. (પૃ.૬૩૮) ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભા૨'માંથી :- કામરાગ ભયંકર છે શીલવતીની દ્રઢતાનું દ્રષ્ટાંત – “લક્ષ્મીપુર નગરમાં સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી હતો. તે પોતાની શીલવતી નામની પ્રિયાને ઘેર મૂકી સોમભૂતિ નામના એક બ્રાહ્મણ સાથે પરદેશમાં ગયો. વિપ્ર તો થોડાક દિવસ રહી શ્રેષ્ઠીનો સંદેશપત્ર લઈ પોતાને ઘેર પાછો આવ્યો. આ ખબર થતાં શીલવતી પોતાના પતિએ મોકલેલ સંદેશપત્ર લેવાને સોમભૂતિને ઘેર ગઈ. વિપ્ર તે સુંદર સ્ત્રીને જોઈ કામાતુર થયો, તેથી બોલ્યો કે, હે કૃશોદરી!પ્રથમ મારી સાથે ક્રીડા કર, તો પછી તારા પતિનો સંદેશપત્ર આપું' તે ચતુર સ્ત્રી વિચારીને બોલી કે, “હે ભદ્ર! રાત્રિના પહેલા પહોરે તમારે મારે ઘેર આવવું.” આ પ્રમાણે કહીને તે સેનાપતિ પાસે આવી અને કહ્યું કે, “હે દેવ! સોમભૂતિ મારા પતિનો સંદેશપત્ર લાવ્યો છે, પણ મને આપતો નથી. તે સાંભળી તેનું સ્વરૂપ જોતાં મોહ પામી તે બોલ્યો કે, “હે સુંદરી! પ્રથમ હું કહું તે કબુલ કર તો પછી તને તે પત્ર અપાવું.' વ્રતભંગના ભયથી તેને બીજે પહોરે પોતાને ઘેર આવવાનું કહી તે મંત્રી પાસે ગઈ. તેની પાસે ફરિયાદ કરતાં તેણે પણ મોહ પામી ઉપર પ્રમાણે માગણી કરી, એટલે તેને ત્રીજે પહોરે ઘરે આવવાનું કહી તે રાજા પાસે ગઈ. રાજાએ પણ તેવી પ્રાર્થના કરી, એટલે તેને ચોથા પહોરે આવવાનું કહ્યું. પછી ઘેર આવી પોતાની સાસુની સાથે સંકેત કર્યો કે, “તમારે મને ચોથે પહોરે બોલાવવી.” આ પ્રમાણે સંકેત કરી તે પોતાના એકાંતવાસમાં તૈયાર થઈને રહી. પહેલે પહોરે પેલો બ્રાહ્મણ આવ્યો. તેને સ્નાનપાન વિગેરેમાંજ પહેલો પ્રહર નિર્ગમન કરાવ્યો, તેવામાં કરેલા સંકેત પ્રમાણે સેનાપતિ આવ્યો. તેનો શબ્દ સાંભળતા જ બ્રાહ્મણ ભયથી કાંપવા લાગ્યો. એટલે તેને એક મોટી પેટીના ખાનામાં નાખ્યો. એવી રીતે સેનાપતિ, મંત્રી અને રાજાને પણ પેટીના જુદા જુદા ખાનામાં પૂર્યા. આ પ્રમાણે ચારેને પૂરી પ્રાતઃકાળે તે રુદન કરવા લાગી. એટલે તેના કુટુંબીઓએ આવીને પૂછ્યું કે, “ભદ્ર! કેમ રુદન કરે છે? તે બોલી કે, મારા સ્વામીની દુઃખવાર્તા સાંભળીને રુદન કરું છું. તે સાંભળી તેના સંબંધીઓ આ શેઠ અપુત્ર મરણ પામેલો હોવાથી તેના ખબર આપવા માટે રાજા, મંત્રી, અને સેનાપતિની પાસે ગયા, પણ તેઓ તો તેમને સ્થાને મળ્યા નહીં; તેથી રાજપુત્ર પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે, “હે કુમાર!સમુદ્રદત્ત શ્રેષ્ઠી પરદેશમાં અપુત્ર મૃત્યુ પામ્યા છે, માટે તેની સમૃદ્ધિ આપ ગ્રહણ કરો.” કુમાર તેને ઘેર ગયો, તો ઘરમાં બીજું તો કાંઈ જોયું નહીં, માત્ર એક મોટી પેટી તેના જોવામાં આવી. એટલે તે રાજભુવનમાં લઈ જઈ ઉઘડાવી તો તેમાંથી વિપ્ર વિગેરે ચારે જણા લજ્જા પામતા બહાર નીકળ્યા. રાજાએ બ્રાહ્મણ, સેનાપતિ અને મંત્રી ત્રણેને દેશપાર કર્યા અને શીલવતીનો સારી રીતે સત્કાર કરી તેની ઘણી પ્રશંસા કરી.” (પૃ.૭૮) આમ કોઈનું વ્રત ભંગાવવા પ્રયત્ન કરી નરકના ખાડામાં પડું નહીં. ભંગાવવા ને ભટકું નહીં. તે વળી કાલે બીજાને ઘેર જ સ્ત્રીઓ નવરી હોય તો આજે આને ઘેર જાય ને વળી કાલે બીજાને ઘેર જાય. દિવસમાં કેટલા બઘાના ઘરે ફરી આવે. આખા ગામના વિકલ્પો મગજમાં ભરે તેથી મન પણ સ્થિર રહે નહીં. માટે ૨૫૩
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy