________________
સાતસો મહાનીતિ
“પ્રશ્ન – આયંબિલ કર્યું હોય અને રસવાળા પદાર્થોમાં મન જતું હોય તો શા વિચાર કરવા કે જે વિચારથી મન ત્યાં ન જાય? પૂજ્યશ્રી કહે ઘણું ખાવું છે. ખાધેલું શું થાય છે?
વિષ્ટા. જગત એઠવાડા જેવું છે. “સકલ જગત તે એઠવ.” આત્માનું હિત થાય એવું વિચારવું. ઘીથી હિત છે કે જ્ઞાનીનાં વચનોથી? જ્ઞાનીનાં વચનોથી આત્માનું હિત છે તો મારે ઘી નથી ખાવું. શું કરવા આવ્યો છું અને શું કરું છું? એ વિચારવું. જીવને ટેવ પડી ગઈ છે, પણ એનું ફળ શું આવશે એની ખબર નથી. કલ્પનાઓ કે લોકના કહેતા કહેતી રસમાં લુબ્ધાય છે. રસને જીતે તો જ્ઞાનીનાં વચનોમાં રસ આવે. અભયદેવસૂરિને આયંબિલ કરવું ઠીક પડ્યું. બાર અંગની ટીકા લખતા સુધી આયંબિલ જ કર્યા. આત્મા ભણી જાય તો લાભ થાય. ભારે ખાવું હોય તો પચાવવા મહેનત કરવી પડે. આ આયંબિલનું ભોજન તો વહેલું ઠેકાણે પડી જાય. લોલુપતા છે એ જીવને નીચે લઈ જાય છે, અધોગતિ થાય છે.” (બો-૧ પૃ.૨૧૯)
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી - સ્વાદલંપટતા વડે આચાર્યનું પતના
મંગુ આચાર્યનું ષ્ટાંત - “મથુરા નગરીમાં મંગુ નામના આચાર્ય પાંચસો સાધુ સહિત રહેતા હતા. તેના ઉપદેશથી રાગી થયેલા લોકો તેને યુગપ્રધાન તરીકે માનતા, અને બીજા સર્વ કામો પડતાં મુકીને તથા બીજા સર્વ મુનિઓનો અનાદર કરીને જાણે ભક્તિવડે વશ થયા હોય તેમ ઘણા લોકો તે સૂરિને જ સેવતા હતા. તે લોકો હમેશાં સ્નિગ્ધ અને મધુર આહારાદિકવડે સૂરિની સેવા કરતા હતા. અનુક્રમે કર્મના વશથી સૂરિ રસમાં લોલુપ થયા. તેથી એક સ્થાનેજ વાસ અંગીકાર કર્યા પછી અધિક સુખ મળવાથી (સાતા ગારવથી) વિહાર તથા ઉપદેશ આપવામાં પણ આળસુ થયા. ઋદ્ધિગારવના વશપણાથી મિથ્યાભિમાની થયા, અને યથાયોગ્ય વિનયાદિ ક્રિયામાં પણ મંદાદરવાળા થયા; અને રસમાં લોલુપ થવાથી ક્ષેત્ર, કુળ વિગેરે સ્થાપન કરીને ગોચરીની ગવેષણા કરવામાં પણ આળસુ થયા. અનુક્રમે તે આચાર્ય મૃત્યુ પામીને તેજ નગરની ખાઈ પાસે આવેલા કોઈ યક્ષના મંદિરમાં તેના અધિષ્ઠાયક વ્યંતરપણે ઉત્પન્ન થયા. ત્યાં વિર્ભાગજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી હમણાં તો “આમ કરવું જ યોગ્ય છે” એમ વિચારીને તે મંદિર પાસેથી જતા આવતા સાધુઓને યક્ષ, પ્રતિમાના મુખમાંથી મોટી જિલ્લા બહાર કાઢીને દેખાડવા લાગ્યો. એ રીતે હમેશાં કરવાથી એકદી કોઈ સાહસિક સાધુએ તેને પૂછ્યું કે “તું કોણ છે? અને આ જિલ્લા બહાર કાઢીને શા માટે સર્વને બતાવે છે?તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને ખેદ સહિત સર્વ વૃત્તાંત કહી બતાવ્યો કે “હું ઘર્મરૂપી માર્ગમાં પંગુ (લંગડો) થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય પ્રમાદથી મૂળોત્તર ગુણનો ઘાત કરીને મહાવ્રતનો ભંગ કરવાથી આ નગરીની ખાઈમાં યક્ષ થયો છું. માટે તમારે રસમાં લોલુપી થવું નહીં. હું જિલ્લાના સ્વાદથી ભ્રષ્ટ થયો છું, તેવું જણાવવાને માટે જિલ્લા બહાર કાઢીને બતાવું છું.” આ સાંભળીને તે સર્વ સાધુઓ રસત્યાગરૂપી તપમાં તત્પર થયા, અને સર્વ લોકોને ઉપદેશ કરવા લાગ્યા કે “હે ભવ્ય પ્રાણીઓ! પુરુષોને ઇન્દ્રિયજય મહા સંપત્તિનું કારણ થાય છે. કહ્યું છે કે –
इन्द्रियाण्येवतत्सर्वं, यत्स्वर्गनरकावुभौ ।
निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च ॥ ભાવાર્થ- “સ્વર્ગ અને નરક એ બેની જે પ્રાપ્તિ થવી, તે સર્વ ઇન્દ્રિયોવડે જ છે; કેમકે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી સ્વર્ગ મળે છે, અને તેમને છૂટી મુકવાથી નરક પ્રાપ્ત થાય છે.” (પૃ.૨)
૧૪૮