________________
સાતસો મહાનીતિ
૨૪૩. કષાય ઘારું નહીં.
કષ એટલે પાપ તેની આય એટલે આવક થવી, પાપની આવક થવી તે કષાય છે. માટે તેવા કષાયને ઘારું નહીં અર્થાતુ ઘારણ કરું નહીં.
આત્માના વિભાવસ્વરૂપ રાગદ્વેષના કારણે ક્રોધાદિ કષાયો થાય છે. કષાયો ચાર છે. ક્રોઘ, માન, માયા, લોભ. તેના પાછા સોળ ભેદ છે. ચાર અનંતાનુબંઘી, ચાર અપ્રત્યાખ્યાની, ચાર પ્રત્યાખ્યાની અને ચાર સંજ્વલન. ભાવોની તરતમતા અનુસાર તેના પાછા અસંખ્યાત ભેદ છે.
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંઘ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંઘ અનંતાનુબંધી કષાયનો છે. જે અંતર્મુહૂર્તમાં ચાલીશ કોડાકોડિ સાગરોપમનો બંઘ પાડે છે. (વ.પૃ.૭૫૮).
“જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંઘ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં “અનંતાનુબંધી’ સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં “અનંતાનુબંધી’નો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયનો વિશેષ સંભવ છે. સદેવ, સદ્ગુરુ અને સઘર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદુદેવ, અસગુરુ તથા અસતુઘર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય” સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ “અનંતાનુબંધી હોવા યોગ્ય છે.” (વ.પૃ.૪૭૧)
“ક્રોશ, માન, માયા, લોભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોઘ કરે તો બધું તપ નિષ્ફળ જાય.” (વ.પૃ.૭૨૭)
ક્રોધ, માન, માયા, લોભ મારે પાતળાં પાડવા છે એવો જ્યારે લક્ષ થશે, જ્યારે એ લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપ થશે. બાહ્ય પ્રતિબંઘ, અંતર પ્રતિબંઘ આદિ આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાનો અભ્યાસ કરવો. ક્રોધાદિ થોડે થોડે પાતળા પાડ્યા પછી સહજરૂપે થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવો; અને તે વિચારમાં વખત ગાળવો. કોઈના પ્રસંગથી ક્રોધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું નહીં. તેને ગણકારવું નહીં; કેમકે પોતે ક્રોઘ કરીએ તો થાય. જ્યારે પોતાના પ્રત્યે કોઈ ક્રોધ કરે, ત્યારે વિચાર કરવો કે તે બિચારાને હાલ તે પ્રકૃતિનો ઉદય છે; એની મેળે ઘડીએ, બે ઘડીએ શાંત થશે. માટે જેમ બને તેમ અંતવિચાર કરી પોતે સ્થિર રહેવું. ક્રોધાદિ કષાય આદિ દોષને હમેશાં વિચારી વિચારી પાતળા પાડવા.” (વ.પૃ.૭૨૩)
ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય.” (વ.પૃ.૫૧૬)
“દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લોભ એમ અનુક્રમ રાખ્યો છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે.
પહેલો કષાય જવાથી અનુક્રમે બીજા કષાયો જાય છે, અને અમુક અમુક જીવોની અપેક્ષાએ માન,
પહS
૧૪૯