________________
સાતસો મહાનીતિ
તરીકે પ્રસિદ્ધ થયો.ભગવાનની અત્યંત ભક્તિથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ નામે થઈ ઘણા જીવોનું કલ્યાણ કરી મોક્ષે પધારશે.” (પૃ.૪૫૦)
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - નિયમની દ્રઢતા જોઈ દેવ પણ પ્રસન્ન
કંજૂસ શેઠનું દ્રષ્ટાંત - “એક શેઠ હતો. તેની સ્ત્રી શર્મિષ્ઠ હતી. પણ શેઠ ઘર્મ કરતો નહોતો. તેથી શેઠાણીએ કહ્યું : બીજું કાંઈ ના કરો તો આટલું કરો કે ભગવાનનાં દર્શન કર્યા વિના હું જમીશ નહીં. શેઠ બહુ કંજૂસ હતો. તે વ્યાખ્યાન વગેરે સાંભળવા પણ જાય નહીં. કારણ કોઈ દિવસ ટીપ વગેરે લખાવવી પડે. પણ શેઠે વિચાર્યું કે ભગવાનના દર્શન કરવામાં કંઈ ખર્ચ કરવો પડતો નથી. તેથી દર્શન કરવાનો નિયમ ગ્રહણ કર્યો. એક દિવસ દર્શન કરવાનું ભૂલી ગયો અને જમવા બેઠો. ખીચડીમાં હાથ નાખ્યો અને યાદ આવ્યું કે આજે મારે દર્શન કરવાના બાકી રહી ગયા. હવે હાથ ધોવે તો ખીચડી હાથને ચોંટેલી નકામી જાય, તેથી હાથે પાટો બાંધી દર્શન કરવા ગયો. ભગવાનના ભાવપૂર્વક દર્શન કરી પાછો વળતો હતો તે વખતે શાસનદેવીએ પ્રગટ થઈને કહ્યું કે “માગ માગ. હું તારા પર પ્રસન્ન થઈ છું.' તે સાંભળી શેઠ બોલ્યા કે હું મારી સ્ત્રીને પૂછીને આવું. ઘરે આવી શેઠાણીને વાત કરી કે દેવી પ્રસન્ન થઈ છે માટે શું માંગું? શેઠાણીએ વિચાર્યું કે ઘન તો ઘરમાં ઘણું છે, પણ સબુદ્ધિ પ્રાપ્ત થાય તો હિત થાય. તેથી સબુદ્ધિ માંગવા જણાવ્યું. શેઠે ત્યાં જઈ દેવીને કહ્યું કે મને સદબુદ્ધિ આપો. દેવી તથાસ્તુ' કહી અંતર્ધાન થઈ ગઈ.
હવે સદબુદ્ધિ આવવાથી શેઠ ઘરે આવતા વિચારે છે કે અલ્પ ખીચડી માટે મેં હાથે પાટો શું કામ બાંધ્યો? વળી ઘરે આવી કહ્યું : કંઈ સારી રસોઈ બનાવ, દાન વગેરે આપ. એમ એની બુદ્ધિમાં પરિવર્તન આવવા લાગ્યું. તાત્પર્ય કે નિયમ દ્રઢપણે પાળવાથી જીવમાં અનેક ગુણો પ્રગટે છે. (પૃ.૧૧) ૨૪૨. રસગારવ થઉં નહીં.
ભોજનના રસમાં લુબ્ધ થવું એ દોષ છે. તેનો વળી ગર્વ કરવો તે મહાદોષ છે. જેમકે અમારે તો બે શાક વિના ન ચાલે. સાથે મીઠાઈ તો જોઈએ જ. એવો ભોજનના રસનો જીવને અહંકાર હોય તે રસગારવ કહેવાય છે. મુમુક્ષુને આ વસ્તુ વિના ન ચાલે એવું રાખવું જોઈએ નહીં. જે વસ્તુ હાજર હોય તેમાંથી ચલાવી લેવું. પ્રારબ્ધ પ્રમાણે કોઈ વખત ભોજનમાં શીરો ને પુરી મળે તો કોઈ વખત લખું સુકું પણ ચલાવી લેવું પડે. બધામાં સમભાવ રાખવાની ટેવ પાડવા યોગ્ય છે.
“મોક્ષમાળા વિવેચન'માંથી – “રસગારવલબ્ધતા - રસ કરીને ગર્વ કરે અને તેનો પાછો લોભ રાખે તે રસગારવલુબ્ધતા. બથી ઇન્દ્રિયોને પોષનાર જીભ છે. રસલુબ્ધ જીવને ખાવાના જ વિચારો આવે અને ‘બે શાક વિના ખાઈએ નહીં', એમ મોટાઈ માને. એ તુચ્છ વસ્તુનો જ પ્રકાર છે. જીભ બઘી તુચ્છ વસ્તુનું મૂળિયું છે. એને લઈને “રસદેવ નિરંજન” ભુલાઈ જાય છે. શાંતરસમય ઘર્મ-કષાય રહિત આત્માની પરિણતિ એ ખરો અમૃત જેવો રસ છે. બીજા રસથી ઉદાસ થાય તો એ રસ મળે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત.” (આનંદઘનજી-૪) (પૃ.૨૨૦)
બોઘામૃત ભાગ-૧'માંથી - “સિગારવલુબ્ધતા મટાડવાની છે. મનને જીતવું હોય તેણે રસગારવ દોષ ત્યાગવો. એ દોષ હોય તો મન જિતાય નહીં. જીભનાં બે કામ છે. એક ખાવું અને બીજાં વચન બોલવું.” (પૃ.૨૪૦)
૧૪૭