________________
સાતસો મહાનીતિ
છે. તે ઘર્મની પ્રાપ્તિ થવી તે ઘર્મલાભ છે. ઘર્મસેવનથી જીવોને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પુણ્યથી સ્વર્ગના ઉત્તમ સુખ મળે છે.” આ સાંભળી ભીલે કહ્યું કે એ ઘર્મ મારાથી
પાળી શકાય તેમ નથી. ત્યારે મુનિરાજે તેના કુળનો વિચાર કરીને પૂછ્યું- હે ભવ્ય! શું તેં કાગડાનું માંસ કદી ખાધું છે? તે બુદ્ધિમાન શ્રેષ્ઠ ભીલ વિચાર કરીને બોલ્યો-“ના, મેં કાગડાનું માંસ તો કદી ખાધું નથી.” ત્યારે મુનિરાજે કહ્યું તો કાગડાનું માંસ તારે જરૂર છોડી દેવું જોઈએ. તે વચન સાંભળી ભીલે પ્રસન્ન થઈને કહ્યું કે મને એ વ્રત આપો. પછી મુનિ પાસે વ્રત લઈને, મુનિને નમસ્કાર કરી તે ભીલ પોતાને ઘેર ગયો.
કેટલેક કાળે તે ભીલને કોઈ અસાધ્ય રોગ થયો. વૈદ્યોએ બતાવ્યું કે કાગડાનું માંસ ખાવાથી આ રોગ મટી શકે. તે સાંભળી તે ભીલે વિચાર્યું કે ભલે મારા પ્રાણ જાઓ, તે ચંચળ પ્રાણોથી મારે શું પ્રયોજન છે? મેં ઘર્મ પામવા માટે મુનિરાજ પાસે વ્રત સ્વીકાર્યું છે તેનો ભંગ ન કરી શકું. હું આ પાપરૂપ માંસ ખાઈને આજે જીવવા નથી ઇચ્છતો, એમ વિચારીને તેણે કાગડાનું માંસ ખાવાનો સ્વીકાર ન કર્યો. તેની આ વાત સાંભળતા શુરવીર નામનો તેનો સાળો સારસ નગરથી તેને સમજાવવા માટે નીકળ્યો. રસ્તે આવતાં ગહન વનમાં એક વડ નીચે બેઠેલી કોઈ રડતી સ્ત્રીને તેણે જોઈ. શૂરવીરે તેણીને પૂછ્યું: “તું કેમ રડે છે?” તેના ઉત્તરમાં તે બોલી કે “તું લક્ષપૂર્વક સાંભળ-હું વનયક્ષી છું અને અહીં આ વનમાં રહું છું. તારા બનેવી ખદિરસાર વ્યાધિથી બહુ પીડિત છે અને કાગડાનું માંસ ત્યાગવાથી તે મારો પતિ થશે. પરંતુ હવે તું તેણે ત્યાગ કરેલ માંસ ખવડાવવા માટે જઈ રહ્યો છે અને એ રીતે તેને ઘોર નરકમાં નાખીને દુઃખોનો પાત્ર બનાવવા ઇચ્છે છે તે માટે હું રડું છે. હે ભદ્ર! તું તે તારો આગ્રહ છોડી દે.” આ પ્રમાણે દેવીની વાત સાંભળીને શૂરવીર આગળ ચાલ્યો અને કુટચવનમાં આવી ખદિરસાર રોગીને જોયો. પછી બોલ્યો કે વૈધે જે ઔષધિ બતાવી છે તે મારી પ્રસન્નતા અર્થે પણ ખાઓ. તેના ઉત્તરમાં માંસની અનિચ્છા કરતો ખદિરસાર બોલ્યો કે તું મારા પ્રાણસમાન પ્રિય ભાઈ છે અને સ્નેહને લીધે મારુ જીવિત રહેવાની ઇચ્છાથી આમ કહે છે. પરંતુ વતનો ભંગ કરીને જીવિત રહેવાથી જીવનું હિત નથી થઈ શકતું. વળી વ્રત ભંગ કરી જીવતા રહેવું તે દુર્ગતિનું પણ કારણ છે. આ પ્રમાણે કહીને તે પોતાના વ્રતમાં નિશ્ચળ જ રહ્યો. તેનો આવો નિશ્ચય જોઈને શૂરવીરે તે વનયક્ષીનું વૃત્તાંત પણ તેને સંભળાવ્યું. તે પર વિચાર કરીને તે ખદિરસારે શ્રાવકનાં પૂર્ણ પાંચ વ્રત ધારણ કર્યા અને આયુના અંતમાં મરીને સૌઘર્મ સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થયો.
શૂરવીરને ખદિરસારના વિયોગથી ઘણું દુઃખ થયું. પછી તેની ઉત્તરક્રિયા કરી તે પોતાના ઘર તરફ ચાલ્યો. રસ્તે જતાં ફરી પેલા વટવૃક્ષ નીચે આવ્યો અને ત્યાં બેઠેલી યક્ષીને જોઈ પૂછ્યું, “કેમ મારો બનેવી મરીને તારો પતિ થયો કે નહીં?” તેના ઉત્તરમાં યક્ષીએ કહ્યું કે સંપૂર્ણ વ્રત ઘારણ કરવાથી તે વ્યંતરયોનિમાં ન ઊપજતાં સૌઘર્મસ્વર્ગમાં જઈને દેવ થયો તેથી મારો પતિ કેમ થઈ શકે? તે તો હવે ઉત્કૃષ્ટ દિવ્ય ભોગોનો ભોક્તા થયો છે. તે યક્ષીની આ સાચી વાત સાંભળીને શૂરવીર વિચાર કરવા લાગ્યો કે જુઓ વ્રતનું માહાત્મ કેવું છે! તેનાથી ઇચ્છાનુસાર સુખોની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે વિચાર કરતાં તેણે પણ સમાધિગુપ્ત મુનિ સમીપ જઈને શ્રાવકનાં વ્રત ધારણ કર્યા.
ખદિરસારના જીવે સ્વર્ગમાં બે સાગરની આયુ સુઘી દિવ્ય ભોગ ભોગવ્યા પછી ત્યાંથી ચ્યવીને મગધ દેશના રાજાને ત્યાં જન્મ્યો. તે શ્રેણિક નામે મહાન રાજા અને મહાવીર ભગવાનના મુખ્ય પ્રભાવક
૧૪૬