________________
સાતસો મહાનીતિ એમ થયું. તે ઘેર ગયો અને કહ્યું કે હું વિદ્યા લેવા માટે જાઉં છું. તેઓ મને કહેશે કે સાધુ / થા તો સાઘુ પણ થઈશ, પણ વિદ્યા શીખી પાછો આવીશ. એમ કહી તે મુનિ પાસે ગયો. મુનિએ તેને દીક્ષા આપી, પછી તે શાસ્ત્રાભ્યાસ કરતો. થોડાંક વર્ષો ગયાં પછી મુનિએ કહ્યું ઘેર જવું છે? તેણે કહ્યું હવે કોણ જાય? બળ્યું એ ઘર.” (બો.-૨ પૃ.૩૬૦)
પુરોહિતે મુનિ પાસે દીક્ષા લઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો તો શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થઈ અને સંસાર પ્રત્યે સાચો વૈરાગ્ય આવવાથી ઘરે જવાની ઇચ્છા મટી ગઈ. એ બધો પ્રભાવ શ્રુતજ્ઞાનનો છે. માટે મહાપુરુષો કહે છે કે તમે પણ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરો. તેને ભણો, ભણાવો અને ભણતા હોય તેની અનુમોદના કરો. જેથી ભગવાનના કહેલા તત્ત્વો સમજાય અને સશ્રદ્ધાનું આત્મામાં બીજારોપણ થાય. આઠ દૃષ્ટિની સઝાય' માંથી -
“લેખન પૂજન આપવું, શ્રત વાચના ઉગ્રાહો રે;
ભાવ વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વીરજિનેસર દેશના અર્થ– આત્માની જાગૃતિ રહે અને સંસાર ઉપરથી વૈરાગ્ય થાય એવાં શાસ્ત્રો લખાવવાં, તેવા શાસ્ત્રોનું પુષ્પાદિ વડે પૂજન કરવું, પોતાની પાસે હોય તે શાસ્ત્ર અન્યને વાંચવા આપવું, આચાર્ય પાસે શાસ્ત્રનું વારંવાર શ્રવણ કરવું અને વાચના એટલે શીખવાની આજ્ઞા, ઉગ્રાહો એટલે વિધિપૂર્વકવિનય નમસ્કાર સહિત ગ્રહણ કરવા ઉદ્યમી થવું. ગુરુ પાસે તેનો ભાવ-અર્થ, તેમજ વિસ્તાર કરે તે સમજવો અને પછી તદનુસાર સ્વાધ્યાય કરવો, તે સંબંધી ચિંતન, ભાવન એટલે મનન તથા અનુપ્રેક્ષામાં તત્પર રહેવું, એ વગેરે પણ યોગનાં બીજ અથવા કારણ છે.” (પૃ.૧૦) શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવી એ પણ એક યોગનું બીજ હોવાથી આત્માર્થે અવશ્ય કર્તવ્ય છે. ૨૪૧. તારા નિયમનું ખંડન કરું.
તારા બતાવેલા નિયમોની પ્રશંસા કરું. તેને દ્રઢપણે વળગી રહું, પણ કદી ખંડન કરું નહીં.
બોઘામૃત ભાગ-૧'માંથી :- “પ્રશ્ન – આપણે એકાસણું, ઉપવાસ, વ્રત, નિયમ જે જે કરવાં હોય તે ભગવાનને પૂછીને કરવાં?
ઉત્તર- હા, આણાએ ઘમો આણાએ તવો. તમે જે સુખ જાણ્યું છે, અનુભવો છો તે સુખ પ્રાપ્ત કરવા તમારી આજ્ઞાથી આ નિયમ વગેરે કરું છું, એમ ચિત્રપટ આગળ ભાવ કરી કરવું. જ્ઞાનીની આજ્ઞા ઓળંગીને કંઈ કરવું નથી. જ્ઞાની પ્રત્યક્ષ હોય તો પૂછીને કરે અને પ્રત્યક્ષ ન હોય તો એમના ચિત્રપટ આગળ જઈ આ પ્રત્યક્ષ જ છે એમ જાણી, હે ભગવાન! આપની આજ્ઞાથી આ કરું છું, એમ ભાવના કરી વ્રત નિયમ વગેરે કરવાં.” (બો.૧ પૃ.૩૫૧)
ઘર્મામૃત'માંથી - મરણાંતે પણ નિયમનું ખંડન કરવાથી થયેલ તીર્થંકર પદ પ્રાપ્તિ
શ્રેણિક રાજાના ભીલભવનું દ્રષ્ટાંત – “શ્રેણિકનો જીવ અગાઉ ત્રીજે ભવે વિંધ્યાચળ પર્વતના કુટચ નામના વનમાં ખદિરસાર નામનો ભીલ હતો. એક દિવસ તેણે સમાધિગુપ્ત નામના મુનિરાજને જોયા, ત્યારે ઘણા હર્ષ સહિત નમસ્કાર કર્યા. તેના ઉત્તરમાં તે મુનિરાજે “આજે તને ઘર્મલાભ હો'! એવો આશીર્વાદ આપ્યો, ત્યારે તે ભીલે પૂછ્યું “હે પ્રભો! ઘર્મ શું છે અને તેથી જીવોને લાભ શો થાય છે?” મુનિરાજ બોલ્યા કે “મમાંસાદિકનું સેવન પાપનું કારણ છે તેથી તેનો ત્યાગ કરવો તે ધર્મ
૧૪૫