________________
સાતસો માનીતિ
‘બોધામૃત ભાગ-૧'માંથી :- “પૂજ્યશ્રી – (મુમુક્ષુઓને ઉદ્દેશીને) તમને એમ થાય છે કે અહીં આશ્રમમાં રહી બધો વખત નકામો જતો રહે છે, કંઈ થતું તો નથી? મુમુક્ષુ – નકામું તો નથી લાગતું, પણ કંઈ થતું નથી એમ તો થાય છે.
પૂજ્યશ્રી – એમ થાય તો પુરુષાર્થ જાગે. નહીં તો આશ્રમમાં રહ્યા છીએ ને ? બધું થશે. એમ થઈ જાય. બહુ ઉતાવળ કરવાની નથી, તેમ પ્રમાદ પણ કરવાનો નથી. તરવારની ઘાર જેવું છે. બહુ ઉતાવળ કરવા જાય તો અધીરજ આવી જાય. તેથી પુરુષાર્થ થાય નહીં. અહીં રહીને કષાયની ઉપશાંતતા વગેરે ગુણો પ્રગટાવવાના છે. આત્માના હિતને માટે અહીં રહ્યા છીએ એ લક્ષ રાખવો.’’ (બો.૧ પૃ.૩૩૧) ‘બોઘામૃત ભાગ-૩'માંથી :
“આપને પરમપુરુષની દૃઢ શ્રદ્ધા છે તે જ આ ભવમાં પરમ પુરુષાર્થ પ્રેરનારી છે. શરીરથી જ કંઈ પુરુષાર્થ થાય એવું નથી. શ્રદ્ધા જ્યાં દૃઢ હોય છે ત્યાં જ ચિત્તની વૃત્તિ વળે છે, સ્થિર થાય છે, લીન થાય છે. તેથી વારંવાર પ.પૂ.પ્રભુશ્રીજી ‘શ્રદ્ધા પરમ દુલ્લહા’ એમ કહેતા હતા.’’ (બો.૩ પૃ.૭૨૧)
“ખરો પુરુષાર્થ તત્ત્વવિચારણારૂપ છેજી. વૈરાગ્ય અને દૃઢ જિજ્ઞાસા તેનો આધાર છે. પ્રાસ સંયોગોમાં બની શકે તેટલો કાળ સાંચન, સદ્વિચાર, સદ્ભાવનામાં ગાળવો ઘટે છેજી. જે જે મુખપાટે કર્યું છે તે તે બધાં વચનો મનનનો વખત માગે છે. યથાશક્તિ દરરોજ પા–અડધો કલાક બીજા વિચારો, બીજી પ્રવૃત્તિ બંધ કરી સત્પુરુષના એકાદ વાક્ય, કડી કે વિચારને આધારે પોતાના બળ પ્રમાણે ખીલવવા, વિસ્તારવા અને ઊંડા ઊતરીને સમજવા તથા આત્મભાવ તે વચનના આશય તરફ વાળવા પુરુષાર્થ હવે કર્તવ્ય છેજી.’’ (બો.૩ પૃ.૨૩૩)
“પુરુષાર્થનું ફળ તરત ન જણાય તેથી ગભરાવું નહીં. કોઈ વખત જીવ બળવાન બને છે, તો કોઈ વખત કર્મ બળવાન બને છે. એમ લડાઈ તો ચાલતી જ રહી છે, પણ જીવ પુરુષાર્થ ન છોડે તો કર્મ મંદ થતાં પોતાનો પ્રભાવ પ્રગટાવવા જીવ પોતે સમર્થ થાય છેજી. ઘણી વખત નિરાશામાંથી અમર આશા જન્મે છે. પણ હતાશ થનારના ભાગ્યમાં તેનું ફળ હોતું નથી. હિંમતે મરદા તો મદદે ખુદા' એ કહેવત કહેવતરૂપ નથી પણ સાચી છે. કોઈ પણ પ્રસંગમાં હિંમત હારવા જેવું નથી.'' (બો.૩ પૃ.૪૧૫) માટે આળસને ઉત્તેજન આપ્યા વગર પુરુષાર્થી બનું.
૪૩૭. સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરું નહીં.
છ દ્રવ્યોની બનેલી આ સૃષ્ટિ છે. તેમાં હું આત્મદ્રવ્ય છું. મારો ઘર્મ માત્ર જોવા, જાણવાનો તથા સ્વભાવમાં સ્થિર રહેવાનો છે. તે ક્રમ છોડીને રાગદ્વેષાદિ વિરુદ્ધ કર્મ કરું નહીં. એમ ન થઈ શકે ત્યાં સુધી તેમ કરવાના ભાવ રાખું અને યથાશક્તિ રાગદ્વેષ ઘટાડવાનો પુરુષાર્થ કરું.
૪૩૮. સ્ત્રીશય્યાનો ત્યાગ કર્યું.
*હિતશિક્ષાના રાસનું રહસ્ય' :– “સ્ત્રીની શય્યામાં સૂવું નહીં.સ્ત્રી સાથે સૂવાથી શરીરનું બળ નાશ પામે છે.'' (૮૩)
‘શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ - ૧૦”માંથી :- શાલિભદ્રનો સ્ત્રીશય્યાનો ત્યાગ શાલિભદ્રનું દૃષ્ટાંત – “શાલિભદ્ર સંસારથી મુક્ત થવાના વિચારો કરતો હતો. તેવામાં તેના ઘર્મમિત્રે આવીને વિજ્ઞપ્તિ કરી કે – ‘ચતુર્ણાનધારી અને સુર અસુરોએ નમસ્કાર કરેલા જાણે મૂર્તિમાન્
૩૩૪