________________
સાતસો મહાનીતિ
પડે છે,
છે. (બો.૧ પૃ.૨૬૨) શુક્લ એટલે પવિત્ર હૃદય વડે જીવાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય, છ પદ વગેરે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું.
- “સમાધિસોપાન'માંથી :- પ્રવચન એટલે જિનેન્દ્ર સર્વજ્ઞ વીતરાગે પ્રરૂપેલાં આગમ છે. તેમાં છ દ્રવ્યોનું, પંચાસ્તિકાયનું, સાત તત્ત્વોનું અને નવ પદાર્થોનું વર્ણન છે; કર્મની પ્રકૃતિઓનો નાશ કરવાનું વર્ણન છે. જેમાં બહુ પ્રદેશો હોય તેનું નામ અસ્તિકાય કહેવાય છે. જેમાં ગુણપર્યાય નિરંતર હોય તેનું નામ દ્રવ્ય છે. વસ્તુપણે જેનો નિશ્ચય થાય છે તેનું નામ પદાર્થ છે. સ્વભાવરૂપે હોવાથી તત્ત્વ એવું નામ પડ્યું છે. જેવી રીતે અંઘકારવાળા મહેલમાં હાથમાં દીવો લઈને બઘા પદાર્થો આપણે જોઈએ છીએ તેવી રીતે ત્રિભુવનરૂપ મંદિરમાં પ્રવચનરૂપી દીવાવડે સૂક્ષ્મ, સ્કૂલ, મૂર્તિક, અમૂર્તિક પદાર્થો દેખીએ છીએ. પ્રવચનરૂપી નેત્ર વડે મુનીશ્વર ચેતન આદિ ગુણોવાળાં સર્વ દ્રવ્યોનું અવલોકન કરે છે.
જિનેન્દ્રનાં પરમ આગમને યોગ્ય કાળે બહુ વિનયથી ભણવાં તે પ્રવચનભક્તિ છે. છ દ્રવ્યો, સાત તત્ત્વો, નવ પદાર્થોના ભેદ, સર્વ ગુણ-પર્યાયોનું પ્રવચનમાં વર્ણન છે; ભૂતકાળ અનંત વહી ગયો, ભવિષ્યકાળ અનંતો આવશે અને ચાલુ વર્તમાનકાળ તે સર્વનું સ્વરૂપ તેમાં વર્ણવેલું છે; તેમાં અઘોલોકની સાત પૃથ્વીઓ, નારકીઓને વસવાનાં, ઊપજવાનાં સ્થાનકો, તેમનાં આયુષ્ય, કાયા, વેદના, ગતિ આદિનું વર્ણન છે; ભવનવાસી દેવોનાં સાત કરોડ બોતેર લાખ ભવનોનું તથા તેમના આયુષ્ય, કાયા, વૈભવ, વિક્રિયા, ભોગ આદિ અઘોલોક સંબંધી વર્ણન કરેલું છે. તેમાં મધ્ય લોક સંબંઘી અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોનું, તેમાં આવેલા મેરુ, કુલાચલ, નદી, દ્રહ આદિનું, કર્મભૂમિનાં વિદેહ આદિ ક્ષેત્રોનું, ભોગભૂમિનું, અંતરીપો સંબંઘીનાં મનુષ્યોનું, કર્મભૂમિનાં તથા ભોગભૂમિનાં મનુષ્યોનાં કર્તવ્ય, આયુષ્ય, કાયા, સુખ, દુઃખ આદિનું, તિર્યંચોનું અને વ્યંતરોના નિવાસ, વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા, સામર્થ્ય અને વિક્રિયાનું વર્ણન છે. મધ્ય લોકમાં જ્યોતિષ્ક દેવો છે. તેમનાં વિમાન, વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા આદિનું અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રોના માર્ગ, ગતિ, સંયોગ આદિનું વર્ણન છે. ઊર્ધ્વલોકનાં ત્રેસઠ પટલો સહિત સ્વર્ગનું, અહમિંદ્રના પટલોનું, ઇંદ્રાદિ દેવોના વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા, શક્તિ, ગતિ, સુખ આદિનું તેમાં વર્ણન છે. આ પ્રકારે સર્વ પ્રત્યક્ષ દેખેલા ત્રણે લોકમાં સમસ્ત દ્રવ્યોના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનું વર્ણન પ્રવચનમાં કરેલું છે. કર્મોની પ્રકૃતિઓના બંઘ, ઉદય, સત્તા, સંક્રમણ આદિનું સર્વ વર્ણન આગમમાં છે.” (પૃ.૨૩૩)
“સહજ સુખસ્સાઘન'માંથી :- “શ્રુતજ્ઞાન જ એવું જ્ઞાન છે જેનાથી શાસ્ત્રજ્ઞાન થાય છે અને આત્માનું ભેદવિજ્ઞાન થાય છે. આ આત્મા રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મથી ભિન્ન છે, સિદ્ધસમ શુદ્ધ છે. જેને આત્માનુભવ થાય છે તે જ ભાવશ્રુતજ્ઞાન પામી જાય છે. એ આત્માનુભવ જ કેવલજ્ઞાનનો પ્રકાશ કરી દે છે. કોઈ યોગીને અવધિજ્ઞાન કે મન:પર્યય જ્ઞાન ન પણ હોય તો પણ શ્રુતજ્ઞાનના બળથી કેવળજ્ઞાન થઈ શકે છે. અવધિ અને મન:પર્યયજ્ઞાનનો વિષય કંઈ શુદ્ધાત્મા નથી, એ તો રૂપી પદાર્થને જ જાણે છે જ્યારે શ્રુતજ્ઞાન અરૂપી પદાર્થોને પણ જાણી શકે છે. એટલા માટે શ્રુતજ્ઞાન પ્રદાન છે. માટે આપણે આટલું કરવા યોગ્ય છે કે આપણે શાસ્ત્રજ્ઞાનનો વિશેષ અભ્યાસ કરતા રહેવું કે જેથી આત્માનુભવ પ્રાપ્ત થાય. એ જ સહજ સુખનું સાઘન છે અથવા એ જ કેવળજ્ઞાનનો પ્રકાશ કરનાર છે.” (પૃ.૪૭૩) માટે આગમ દ્વારા ભગવતે બોઘેલા તત્ત્વજ્ઞાનની શુક્લ હૃદયે વૃદ્ધિ કરું.
૧૭૨