________________
સાતસો મહાનીતિ
૨૫૭. મનને સ્થિતિસ્થાપક રાખું.
આત્મજ્ઞાની મહાત્માઓ પોતાના મનને પોતાના સ્વરૂપમાં સ્થિર રાખે છે, તેમ હું પણ મારા મનને જ્ઞાનીપુરુષના વચનના આઘારે સ્થિર રાખવાનો પ્રયત્ન કરું.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.” (વ.પૃ.૩૨૮)
જ્ઞાની પુરુષને આત્મધ્યાનમાં વિપ્ન તે અપ્રિય – પરમકૃપાળુદેવ દુકાન ઉપર ધ્યાનમાં બેઠા હતા. ત્યાં એક જણ પેપરનો નમૂનો લઈને આવ્યો અને કહ્યું કે લ્યો સાહેબ! તે સાંભળી આત્મધ્યાન ભંગ થવાથી બોલ્યા કે એના કરતાં માથું લઈ લીધું હોત તો? એમ તેમના મનની કેવી સ્થિતિસ્થાપક દશા એટલે સ્વરૂપ મગ્નતા હશે? તે જણાઈ આવે છે. ૨૫૮. વચનને રામબાણ રાખું.
રામ જે બાણ છોડે તે નિષ્ફળ જાય નહીં. તેમ જ્ઞાનીપુરુષો એવું વચન બોલે કે જે સામા વ્યક્તિના અંતરમાં રામના બાણની જેમ સોંસર ઊતરી જાય. તેમ આપણે પણ વચન આપીને ફરવું નહીં. પણ રામના બાણની જેમ તેને સફળ કરવું અથવા તેનું માહાભ્ય સમજી વચનને હૃદયમાં ઉતારવું.
“ઉપદેશામૃત'માંથી :- ચક્રવર્તી વચન બોલે, વાસુદેવ વચન બોલે કે કોઈ રાજા વચન બોલે તે સૌ સૌનાં પુણ્ય પ્રમાણે માન્ય કરાય છે મહત્તા લાગે છે, સરખાં ગણાતાં નથી. તો જ્ઞાનીના વચન તો તેથી પણ અપૂર્વ માહાસ્યવાળાં છે. માહાભ્ય લાગ્યું નથી. પ્રત્યક્ષ પુરુષનું સામાન્યપણું થઈ ગયું છે. કલ્પના થાય કે કંઈ તીર્થંકરનાં વચન છે? કંઈ ગણઘરનાં છે? પણ તેની ખબર નથી; બધુંય છે. ગણધર શું, તીર્થકર શું, આત્મા શું તે જાણ્યું છે?” (ઉ.પૂ.૩૪૫) ૨૫૯. કાયાને કૂર્મરૂપ રાખું.
કાયાને કૂર્મ એટલે કાચબારૂપ રાખું. કાચબો સંકટ પડ્યે પોતાના અંગોને પોતાની કડક પીઠની ઢાલમાં સંકોચી રાખે છે તેમ હું પણ પાંચ ઇન્દ્રિયોને સંકોચી રાખું; જેથી આ સંસારના દુઃખોથી બચી જાઉં.
ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-પ'માંથી - ઇન્દ્રિયો ગોપવવાના વિષયમાં “જ્ઞાતાધર્મકથાગ સૂત્ર'ને વિષે કાચબાનું દ્રષ્ટાંત આપેલું છે. તે આ પ્રમાણે –
બે કાચબાનું દ્રષ્ટાંત - વારાણસી પુરીને વિષે ગંગાનદીને કાંઠે મૃદંગ નામના દ્રહમાં ગુસેન્દ્રિય અને અગસેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ દ્રહની બહાર નીકળ્યા હતા, તેવામાં બે શિયાળીયાએ તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈને ભય પામ્યા. તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકોચીને પૃષ્ઠની ઢાલમાં ગોપવી દીઘા, અને કાંઈ પણ ચેષ્ઠા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડ્યા રહ્યા. બન્ને શિયાળે પાસે આવીને તે કાચબાઓને વારંવાર ઊંચા ઉપાડીને પછાડ્યા, ગુલાંટો ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યા, પરંતુ તે કાચબાને કાંઈ પણ ઈજા થઈ નહીં. પછી થાકી ગયેલા બન્ને શિયાળ થોડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગુસેન્દ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર
૧૭૩