________________
સાતસો મહાનીતિ
કાઢી. તે જોઈ બન્ને શિયાળે તત્કાળ દોડી આવી તેની ડોક પકડીને મારી નાંખ્યો. બીજો ગુસેન્દ્રિય કાચબો તો અચપળ હોવાથી ચિરકાળ સુધી તેમને તેમ પડી રહ્યો. પછી
ઘણીવાર સુધી રોકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો ચોતરફ જોતો જોતો કુદીને ઝડપથી દ્રહમાં જતો રહ્યો અને તે સુખી થયો. પાંચ અંગોને ગોપવનાર કાચબાની જેમ રાગદ્વેષથી રહિત થઈને જે પ્રાણી પાંચ ઇન્દ્રિયોને ગોપવશે તે સુખી થશે. અને જે ઇન્દ્રિયોને ગોપવશે નહીં તે પ્રાણી બીજા કાચબાની જેમ દુઃખી થશે; એ આ દ્રષ્ટાંતનું તાત્પર્ય છે. (પૃ.૯૮) ૨૬૦. હૃદયને ભ્રમરરૂપ રાખું.
ભમરો જુદા જુદા ફૂલો ઉપરથી રસ ચૂસે તેમ જ્યાં જ્યાં ગુણો જોઉ તેને હૃદયમાં ઘારણ કરું. જેમ શ્રી કૃષ્ણ દુર્ગથમય કૂતરામાંથી પણ તેની દાંતની શ્રેષ્ઠ પંક્તિ જોઈ ગુણ ગ્રહણ કર્યો હતો તેમ. પ્રજ્ઞાવબોઘ’ માંથી :- ગુણગ્રાહી દત્તાત્રય અનેક -ગુરુ-ગુણાલય,
ગુણઘામ લોકત્રય ગુણાનુરાગવાનને.” મૈત્રી (પૃ.૨૭) મોક્ષમાળા વિવેચન' માંથી :- ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.” “જેમને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે. તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ છે. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. “પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.” (૮૫) મુખ્યત્વે સમ્યદર્શનજ્ઞાનચરિત્ર એ ગુણ છે. માર્ગાનુસારીમાં પણ સરળતા, પવિત્રતા વગેરે ગુણો હોય. ગુણ જોતાં આવડે તો ગુણ પ્રાપ્ત થાય. મોક્ષે ગયા છે તેના ગુણો યાદ આવે તો બધા દોષો ઘોવાઈ જાય.” (પૃ.૨૨૭) ૨૬૧. હૃદયને કમળરૂપ રાખું.
હૃદયને કમળ જેવું કોમળ દયામય રાખું. અથવા કમળ પાણીમાં હોવા છતાં જળથી અલિપ્ત રહે છે તેમ સંસારમાં રહ્યા છતાં મનને અલિત રાખું. જલકમલવત્ રહું.
પરમકૃપાળુદેવનું દ્રષ્ટાંત – કૃપાળુદેવમાં એવી કમળ જેવી કોમળ દયા હતી. એમના બાએ શાક સમારવા જણાવ્યું. તે સમારતાં વનસ્પતિકાયના જીવોની દયા આવવાથી એમના આંખમાંથી આંસુ આવવા લાગ્યા. એમ હૃદયને કમળરૂપ-કોમળ દયામય રાખું.
કાવિઠામાં કોઈ ભાઈને ઘાસના ભારા ઉપર બેઠેલા જોઈ પરમકૃપાળુદેવ બોલ્યા કે – ભાઈ! નીચે બેસો, જીવો દબાય છે. એવી સર્વ જીવો પ્રત્યે એમના હૃદયમાં કોમળતા વર્તતી હતી. તેવી રાખવા પ્રયત્ન કરું.
“કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.” -શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા વિવેચન'માંથી :- દયાના પ્રભાવે બનેલ શાંતિનાથ ભગવાન
શ્રી શાંતિનાથ ભગવાનનું દ્રષ્ટાંત – “દયા-થર્મનું સ્વરૂપ યથાર્થ જે ઓળખે તે શાશ્વત સુખે એટલે મોક્ષે જાય. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે શાંતિનાથ ભગવાન દયાના પ્રભાવે સિદ્ધ થયા એ વાત પ્રસિદ્ધ છે. ત્રીજે ભવે મેઘરથરાજાના ભવમાં કબૂતર પ્રત્યે દયા દર્શાવી, તેના જેટલું પોતાના શરીરમાંથી માંસ આપવા માંડ્યું પણ કબૂતરને મારવા દીધું નહીં. એ દયાના પ્રભાવથી મેઘરથરાજા શાંતિનાથ ભગવાન થઈ મોક્ષે પઘાર્યા.” (પૃ.૬)
૧૭૪