________________
સાતસો માનીતિ
જ્ઞાનસા૨માં લખ્યું છે કે પોતાના ગુણોનું અવલંબન પોતે લે તો તે ડૂબે. આટલા ગુણો મેં પ્રગટ કર્યા, હવે શું કરવાની જરૂર છે; એમ કરીને બેસી રહે તો ડૂબે. જ્યારે બીજા તેના પ્રગટ થયેલાં ગુણોનું અવલંબન લે તો તરે.
“જો તું ગુણો વડે પૂર્ણ નથી, તો પોતાની પ્રશંસાથી ફોકટ ફુલાવાનું થાય; જો તું ગુણે કરી પૂરો જ છે તો પોતાની પ્રશંસા કરવાની કંઈ જરૂર નથી.'' જ્ઞાનમંજરી (પૃ. ૨૬૨)
નહીં.
૭૫. પ્રમાદ કોઈ કૃત્યમાં કરું
પ્રમાદ એટલે આળસ, બેકાળજી, અનાદર. સામાન્ય કામ પણ જે હાથમાં લીધું હોય તે સારું કરવું. જેમ કોઈના સારા અક્ષર હોય તે ગમે ત્યાં લખતો હોય પણ સારા અક્ષર જ કાઢે છે. તેમ સારા માણસે પ્રમાદ કરી કોઈ કામ બગડવા દેવું નહીં. જરૂર ન લાગે તે કામ ન કરવું, પણ જે કરવું તે કાળજી રાખીને સારું જ કરવું. પૂ. પ્રભુશ્રીજી ભરૂચના એક સૂબાનું દૃષ્ટાંત આપતાં.
સૂબાનું દૃષ્ટાંત – પ્રમાદમાં ભરુચ ખોયું. ભરુચમાં લલ્લુભાઈ નામના એક સૂબા હતા. તેમણે પ્રમાદમાં ભરુચ ખોયું. બાતમીદાર માણસોએ આવી તેમને કહ્યું કે શત્રુનું લશ્કર આપણી હદમાં આવ્યું છે. ત્યારે લલ્લુભાઈ કહે પહેલે ‘“ગાંજા ભર દે.’’ પછી થોડીવારે ફરી કહ્યું કે ‘સાહેબ હવે શહેરની નજીક લશ્કર આવી ગયું છે.' ત્યારે ફરી એ જ જવાબ મળ્યો કે “ગાંજા ભર દે.' ફરી ખબર મળી કે તે લશ્કર શહેરની અંદર પેઠું તો પણ સુબાજી કહે “ગાંજા ભર દે.’’ પછી ગાંજો પીધો. તે ગાંજાની ધૂનમાં કંઈ ભાન રહ્યું નહીં. તેથી લશ્કરે આવી લલ્લુભાઈ સૂબાને પકડી લીધા. આવો પ્રમાદ જીવ મનુષ્યભવમાં કરે છે. નાનપણમાં જીવને કંઈ ભાન હોતું નથી, તેથી ૨મતમાં બધો વખત જાય છે. પછી યુવાવયમાં સંસારના બીજા કામમાં વ્યસ્ત એવો પ્રમાદી જીવ આત્મા માટે કશું કરી શકતો નથી અને થશે, થશે એમ કરી જે કરવા યોગ્ય એવું આત્મશિત છે તેને ઘકેલ્યા કરે છે. અંતે મરણ આવી પહોંચે છે ત્યારે પસ્તાય છે. માટે પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં. પણ પુરુષાર્થ કરી આ મનુષ્યભવમાં આત્મકલ્યાણ સાધું.
૭૬. માંસાદિક આહાર કરું નહીં.
દુર્ગતિમાં લઈ જનાર માંસ, ઇંડા આદિથી બનેલ કોઈપણ વસ્તુનો આહાર કરું નહીં. ગાંઘીજી ઉપર પરમકૃપાળુદેવે આર્ય આચાર વિચાર વિષે પત્રાંક ૭૧૭માં લખેલ છે. તેમાં જણાવે છે કે—
“દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાનાં સ્થાનકો (માંસાદિના) છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ, નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમજ અભક્ષ્ય ૫૨ વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ.'' શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.પર૪)
માંસાહારનો ત્યાગ મોટે ભાગે ગુજરાતમાં જણાય છે. તેનું કારણ હેમચંદ્રાચાર્યના બોથી કુમારપાળ રાજાએ માંસાહાર વિરુદ્ધ સખત પગલાં લીધેલાં; તેથી કાળે કરીને લોકોમાં માંસાદિ પ્રત્યે અભાવ થઈ ગયો. તેને વિષે અત્યંત ચીડ થઈ ગઈ. ઘણાં વરસનો પરિચય થવાથી કુમારપાળને ઘણા પ્રકારના સ્વપ્ના આવે પણ માંસનું ન આવે. તેમ માંસનો બનેલ આ દેહ તે હું છું એમ સ્વપ્ને પણ ન થવું જોઈએ. કુમારપાળરાજાનું દૃષ્ટાંત – એક વખત કુમારપાળ ઘેબર જમતાં હતાં, ત્યારે તેને પૂર્વે કરેલું
૪૪