________________
સાતસો મહાનીતિ
પણ રાખી મૂકવી હોય તોપણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવું, જોયા વગર છૂટકો નથી.” (ઉ.પૃ.૧૨૨)
સમભાવ, ઘીરજ, ક્ષમા, ખમી ખૂંદવું - એ વીતરાગની આજ્ઞા છે. સમજની જરૂર છે. ગમે તેવા પાપી, ગુણકા અને ચંડાળ જેવાના પણ ઉદ્ધાર થઈ ગયા છે. ચીલો બદલવાની જરૂર છે. ગાડાનો ચીલો બદલતાં મુશ્કેલ તો પડે; પણ પછી ચીલો બદલાયો એટલે દિશાફેર જ થઈ જાય છે. આભ જમીનનો ફેર પડે છે.” (ઉ.પૃ.૩૨૨)
“કષાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કષાય તોફાન મચાવે છે, વેશ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે. તે એ કે ‘ઘીરજ'. ઓહો! એ તો હું જાણું છું, એમ નહીં કરવું. ઘીરજ, સમતા અને ક્ષમા આ ત્રણનો અભ્યાસ વઘારવો. રોગ કે વેદની ખમી ખૂંદવાનો અભ્યાસ કરવો.” (ઉ.પૃ.૩૫૬)
“બોઘામૃત ભાગ-૧'માંથી – “ઘીરજ રાખવી, પવિત્ર રહેવું. એટલું કરે તો એનો પાપનો ઉદય દૂર થયે, પુણ્યનો ઉદય થાય. પાપનો ઉદય કૈ હમેશાં ન રહે. કોઈના ઉપર દોષ આરોપિત ન કરવા. મારે જ એવા કર્મનો ઉદય છે, એવા જ કર્મ બાંધ્યાં હતાં તેથી આવું થયું, એમ કરી ઘીરજ રાખવી. (બો.૧ પૃ.૨૯૨)
“બોઘામૃત ભાગ-૨'માંથી - “જીવનો સ્વભાવ એવો છે કે આ કરી નાખું, ફલાણું કરું, પણ એનું ઘાર્યું કશું થતું નથી. પાપના ઉદયમાં જે જે પુરુષાર્થ કરે તેમાં પાછો જ પડે. તે વખતે ભક્તિ કરવાની છે. પાપકર્મનો ઉદય ભોગવ્યા વિના છૂટકો નથી. પાપના ઉદયમાં ભક્તિ કરી લેવી એ સારું છે. જ્યારે પાપનો ઉદય હોય ત્યારે વધારે વ્યાપાર આદિ કરવામાં દોડ ન કરતાં ભક્તિ કરવી; નહીં તો ગભરામણમાં વધુ ગભરામણ થાય. જરા ધીરજ રાખીને કામ કરે તો સારું થાય. કામ, માન અને ઉતાવળ એ ત્રણ મોટા દોષ છે. કામમાં જીવ તણાઈ જાય છે. માનમાં અને ઉતાવળમાં પણ જીવ તણાઈ જાય છે. ઘીરજ રાખીને કામ કરવું જોઈએ. જીવ ઉતાવળિયો થાય છે. પાપનો ઉદય હોય ત્યારે લાભ થતો નથી માટે દોડ ન કરતાં ભક્તિ કરવી. પાપના ઉદય વખતે બહુ ઝાંવાં ન નાખવાં, ઘીરજ રાખવી એમ કૃપાળુદેવે સોભાગભાઈને લખ્યું છે.” (બો.૨ પૃ.૨૦૫)
“બોઘામત ભાગ-૩માંથી :- “જો આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હોઈએ તો આપણામાં અખૂટ ધીરજ હોવી જોઈએ. અસંખ્ય મુનિઓ, ઋષિઓ, ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લોહીના આંસુ ઢોળ્યાં છે, હાડકાંની અને માંસની સૂકવણી કરી છે. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંઘારુ, ઝાંખરા, પહાડો, ખાઈઓ, વાઘ, વરુ, અનેક જાતના ભયો અને ત્રાસો આવવાના જ છે; તેમ છતાં નામર્દ ન થઈએ અને એ બધી મુસીબતોની સામે થવાની હિંમત કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોષમાં ‘પાછા હઠવું’, ‘હાર ખાવી’, ‘પલાયન કરવું' એવી વસ્તુ જ નથી.” “ભક્તિ શીશતણું સાટું, આગળ વસમી છે વાટું” સદ્ગુરુ-શરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલી માર્ગ નીકટતા છેજી.” (બો.૩ પૃ.૩૯૭)
“અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે.” (૫૭૦) એ વાક્યનો વારંવાર વિચાર કરી ઘીરજ વઘારવા યોગ્ય છે.” (બો.૩ પૃ.૩૮૭)
પૂર્વે જીવે જેવું કોકડું વાંચ્યું છે તેવું જ ઊકલે છે, એમાં કોઈનો દોષ નથી. અત્યારે સત્પરુષાર્થ કરીશું કે ભાવના કરીશું તેનું ફળ સારું જ આવશે એ નિઃસંદેહ વાત છે. ફળની જેટલી ઉતાવળ જીવ કરે છે તેટલી અઘીરજ ઊભરાય છે. ખેતરમાં વાવે કે તરત ઊગતું નથી. સગુરુશરણે ઘીરજ રાખી સત્પરુષાર્થમાં
૩૯૦