________________
સાતસો મનનીતિ
તેમાં ધીરજ રાખવાથી ગમે તેવી મુશ્કેલીમાંથી પણ પાર ઊતરી શકાય છે. ધીરજથી કરેલ કોઈપણ કામ સારું થાય; પસ્તાવોનો વખત ન આવે.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– ‘સંસારી ઉપાધિનું જેમ ધતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ઘીરજથી ઉદયને વેદવો યોગ્ય છે.’’ (વ.પૃ.૩૨૫)
ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોઘ પામવાનો મુખ્ય માર્ગ છે.” (વ.પૃ.૩૩૧) તમારી (શ્રી સૌભાગ્યમાઈની) અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેઠવું જોઈએ. તેમ ન બને તોપણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાંગ યોગ્ય છે, અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઇચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી.'' (વ.પૂ.૪૪૨)
“તમે સૌ ધીરજ રાખજો અને નિર્ભય રહેજો.
સુદૃઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મક્લ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષઠો આવવાનો સ્વભાવ છે, પણ જો તે પરિષષ્ઠ શાંત ચિત્તથી વેદવામાં આવે છે, તો દીર્ઘ કાળે થઈ શક્વા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાઘ્ય થાય છે.'' (વ.પૃ.૨૮૩)
“જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિનો નાશ હોય છે, અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે.’” (વ.પૃ.૩૨૮)
‘ઉપદેશામૃત'માંથી । – “ધીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે. તે ફતેહથી હરખાઈ જતો નથી અને હાર ખાવાથી અફસોસ કરતો નથી; ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી, અથવા ભય ન હોય તો તેને ખોળવા જતો નથી. બીજા તેને હરકત કરે તો તેને દરગુજર કરે છે. તે પોતા વિષે કે બીજાઓ વિષે વાતો કર્યા કરતો નથી, કેમકે પોતાના વખાણ કરવાની ને બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી. તે નજીવી બાબતો વિષે બરાડા મારતો નથી અને કોઈ પાસેથી મદદ મેળવવા માટે તે આજીજી કરતો નથી.
દરેક માણસે આફ્ત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય સુખ કે દુઃખ તેની સામા જોવાનો, થવાનો એક જ ઉપાય ‘સમતા ક્ષમા ઘીરજ' છે. કદી હિમ્મત હારવી નહીં. કોઈ પણ પ્રકારની આફતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં, અને જેટલું ઉચ્ચતમ અને વિસ્તીર્ણ જ્ઞાન તે સંપાદન કરે તે સઘળું પોતાના જ ઉપયોગમાં આવે છે.'' (ઉ.પૃ.૬૬)
જ
“સહનશીલતા, ધીરજ, ક્ષમા, ખમીખૂંદવું એ ગુણ ઘારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે અને એથી વિશેષ આવો એમ કહેવાથી વધારે આવનાર નથી કે એ વેદનીય જતી રહો કહેવાથી જતી રહે તેમ નથી. ‘નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધિ ન પીજિયે, જેથી ચિંતા જાય.' આથી અનંતગણી વેદના જીવે નરનિગોદમાં ભોગવી છે. તો પણ તેનો નાશ થયો નથી. તડકા પછી છાંયો અને છાંયા પછી તડકો આવે છે; તેમ વેદના
૩૮૯