________________
સાતસો માનીતિ
પાપીનું નામ પણ કોણ લે, એ દુષ્ટ કર્મચાંડાળ પોતાની બેનની સાથે વિષય ભોગવે છે અને કદી પણ મારી ઇચ્છા કરતો નથી.” આ વાત સાંભળી કકળાટ કરતા ગામના લોકો
અર્બુદકની નિંદા કરતા કરતા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી એ ભિક્ષુક સર્વ ઠેકાણે ‘પાપી, પાપી’ એમ કહેવાતો તિરસ્કારને પામ્યો. “પ્રતિષ્ઠા રહિત પુરુષને ધિક્કાર છે.’’ (પૃ.૩૦) માટે મનની વૃત્તિઓનો સદા ભય રાખી, મા, બહેન કે બેટી સાથે પણ એકાંતે રડું નહીં. ૫૦૨. પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જઉં નહીં.
દીક્ષા લીધા પછી પોતાના પૂર્વના સગાંવહાલા હોય, તેમને ત્યાં આહાર લેવા જઉં નહીં; કારણ ત્યાં જવાથી મોત જાગ્રત થાય અને મમત્વ વધે. દીક્ષા લીધા પછી આ અમારા સંસારી ભાઈ છે, બેન છે એમ કહે અથવા મળવા ન આવે તો કહે કે કેમ કોઈ વંદન કરવા આવતા નથી? એમ કહી ઠપકો આપે. તેથી પૂર્વના સગાંવહાલાઓને, તેમને સારું દેખાડવા પણ વંદન કરવા જવું પડે. દીક્ષા લીધા પછી તો આખું જગત કુટુંબતુલ્ય છે એવો ભાવ હોવો જોઈએ. તેના બદલે સગાંવહાલાઓમાં જો મૂર્છા છે, મમત્વભાવ છે તો તે સાચો ત્યાગ નથી. આવા નામ માત્ર ત્યાગથી જીવનું કલ્યાણ થાય નહીં. ૫૦૩. તત્ત્વધર્મનિંદક પર પણ રોષ ધરવો નહીં.
સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મરૂપ ત્રણતત્વની જે નિંદા કરે તે ઉપર પણ રોષ એટલે ક્રોધ કરવો નહીં. તે નિંદક દયાને પાત્ર છે, રોષને પાત્ર નથી. મરેલાને શું મારવો તેના જેવું છે.
કૃપાળુદેવનું દૃષ્ટાંત સ્થાનકવાસી સમાજના લોકો કૃપાળુદેવની નિંદા કરતા હતા. તે જૂઠાભાઈથી સહન ન થવાથી કૃપાળુદેવને લખ્યું કે લોકો આપની નિંદા કરે છે. ત્યારે કૃપાળુદેવે જવાબમાં લખ્યું કે તે બધું અમે જાણીએ છીએ. પણ એ પ્રત્યે લક્ષ આપવા યોગ્ય નથી. દુનિયા તો સદાય એવી જ છે. જ્ઞાનીઓ હાજર હોય ત્યારે લાકડીઓના માર પડે તોય ઓછું, અને જ્ઞાની ન હોય ત્યારે તેમના નામના પછાણાને પણ પૂજે.
નિત્યનિયમાદિ પાઠ'માંથી –
—
“દુર્જન ક્રુર કુમાર્ગરતોં પર, ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્યભાવ રહ્યું મેં ઉન પર ઐસી પરિણતિ હો જાવે,'
અર્થ – “દુર્જન, માયાવી, પ્રપંચી, ક્રુર, હિંસકપરિન્નામી અને કુમાર્ગમાં આસક્ત એવા મિથ્યાત્વી અજ્ઞાની પરધર્મી જીવોને જોતાં તેમના પ્રત્યે ક્રૂર, ક્રોધ પરિણામથી મારા અંતરમાં ક્ષોભ, વિક્ષેપ, ખળભળાટ, અશાંતિ ન થાઓ, પરંતુ તેઓ બિચારા કર્મને આધીન છે તેમાં તેમનો શું દોષ છે? એમ વિચારી તેમના પ્રત્યે સામ્યભાવ, મધ્યસ્થ ભાવના રહે એવી આત્મપરિણતિ થઈ જાઓ.’’ (પૃ.૩૧૦)
શ્રી યોગશાસ્ત્ર ભાષાંતર'માંથી – “ગમ્યાગમ્ય, ભક્ષ્યાભક્ષ્ય, કર્તવ્યાકર્તવ્યાદિ, વિવેક વિનાના અને તેથી ક્રૂર કર્મ કરવાવાળા, નિઃશંકપણે દેવગુરુની નિંદા કરનારા અને સદોષ છતાં પણ પોતાની પ્રશંસા કરવાવાળાં આ જીવો ધર્મ દેશનાને અયોગ્ય જણાતાં તેઓની ઉપેક્ષા કરવી, તેને માધ્યસ્થ ભાવના કહે છે.’’
૫૦૪. ઘીરજ મૂકવી નહીં.
ધીરજના ફળ મીઠા છે એમ કહેવાય છે. જિંદગીમાં અનેક પ્રકારનાં સુખદુઃખના પ્રસંગો બને પણ
૩૮૮