________________
સાતસો મનનીતિ
મંડ્યા રહેવું. નિષ્ફળતા તરફ લક્ષ રાખવા યોગ્ય નથી, કારણ કે તે તો પૂર્વ પ્રારબ્ધનું ફળ છે, જે થાય તે જોયા કરવું, જેમાંથી જેટલું બને તેટલું કરી છૂટવું.'' (બી.૩ પૃ.૫૮૮) “દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે તેમ સુખની પાછળ દુઃખ
અને દુઃખની પાછળ સુખ આવ્યા કરે છે. તેને સમજુ જીવો સમભાવે સહન કરે છેજી. રામ, પાંડવો અને ગજસુકુમાર જેવા રાજવંશીઓને માથે અસહ્ય આપત્તિઓ આવી પડી છે તો આપણા જેવા હીનપુણ્યને સંકટો આવે તેમાં નવાઈ નથી. પણ તેમણે ધીરજ રાખી ભારે દુઃખમાં પણ આત્મહિત ન વિસાયું તેવી ધીરજ અને ધર્મભાવ આપણને વર્ષો અને મરણકાળ સુધી ટકી રહો એવી ભાવના કર્તવ્ય છેજી.'' (બી.૩ પુ.૪પ૮)
જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ’ એમ કોઈ અપેક્ષાએ વિચારવા કૃપાળુદેવે કહેલું છે. સત્તાઘનમાં પ્રવર્તવાનું આપણું કામ છે, તેનું ફળ જે થવા યોગ્ય હશે તે જરૂર થશે, એવી શ્રદ્ધા રાખી મૂંઝાયા વિના પ્રવર્તવું,
ઘીરજ એ મોટો ગુણ છે. ‘ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર’ ઉપર સસલા અને કાચબાની વાત વાંચી હશે. ઘીરે ધીરે પણ મક્કમપણે જે કરવા યોગ્ય છે અને જે કામ હાથમાં લીધું છે, તેમાં બનતી કાળજી રાખવી ઘટે છે. ફળ કેમ નથી દેખાતું? એમ જેને ઉતાવળ થાય છે તેનામાં સંશય, નાહિંમત, ગભરામણ આદિ અનેક દોષો જન્મે છે. માટે દોષો જણાય તે લક્ષમાં રાખવા. એકદમ ઉતાવળ કર્યો તે આપણી ઉતાવળે જવાના નથી. તે દૂર થાય તેટલું બળ જમા કરી તેની સામે થયે તે તુર્ત દૂર થાય છે. માટે પુરુષાર્થી બન્યા રહેવું. લાગ જોતા રહેવું.'' (ધો.૩ પૃ.૩૩૦)
66
‘ ‘હિંમતે મરદા તો મદદે ખુદા' એ કહેવત પ્રમાણે જે પ્રસંગ આવી પડે તેમાં ધીરજ, સહનશીલતા અને દીર્ઘદૃષ્ટિ (જ્ઞાનીના યોગે મળેલી દૃષ્ટિ)થી વર્તવા યોગ્ય છે.'' (બી.૩ પૃ. ૩૧૩
“બાળક ગર્ભ અવસ્થામાં શું કરે છે? તેને કંઈ ભાન છે? છતાં તેનું પોષણ આપોઆપ થયે જાય છે. તે ફિકર કરે, ઉતાવળ કરે કે ક્લેશિત રહ્યા કરે તોપણ તેને જેટલી મુદત તે દશામાં રહેવાનું છે તેમાં ફેરફાર થાય તેમ છે? જે ભૂમિકામાં જે કર્તવ્ય છે તેટલું કરતા રહી જેમ બને તેમ શાંતિનું સેવન કરતા રહેવાથી સરળ રીતે આગળ વધાય છે.'' (બો.૩ પૃ.૩૨૧)
“કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી'' (r) એવું પરમકૃપાળુદેવનું વચન સર્વ અવસ્થામાં શાંતિ પ્રેરી ઘણી ધીરજ આપે તેવું છે, તે વિચારવા વિનંતી સહ વિરમું છુંજી.'' (બો.૩ પૃ.૨૫૮) ૫૦૫. ચરિત્રને અદ્ભુત કરવું.
પરમકૃપાળુદેવના વચનામૃત અનુસાર જીવનને ઘડી મારું ચરિત્ર અદ્ભુત કરું; અર્થાત્ સાત વ્યસન, સાત અભક્ષ્યનો ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, કંદમૂળનો ત્યાગ, યથાશક્તિ બ્રહ્મચર્ય પાલન વગેરે ગુણો પ્રાપ્ત કરી ચરિત્રને અદ્ભુત કરું, કે જેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવાય. વળી અવસર આવ્યે નિરંતર સત્સંગમાં રહી નિર્મોહી થવા, વૈરાગ્ય ઉપશમ વધારવા ભક્તિ સ્વાધ્યાયમાં કાળ ગાળું. ‘બોધામૃત ભાગ-૩’માંથી – સદ્ગુરુ સમાગમે પ્રાપ્ત થયેલ નિર્મોહીપણું
નિર્મોહી કુટુંબનું દૃષ્ટાંત
“એક રાજા મોટું રાજ્ય સંભાળતો હતો છતાં તેને સદ્ગુરુનો અપૂર્વ યોગ થયેલો તેથી તેનું ચિત્ત તો આત્મઠિત થાય તેવું શાનીએ જણાવેલું તેમાં જ મગ્ન રહેતું હતું, તેના આત્માને શાંતિ રહેતી. તે લાભ રાણીજીને પ્રાપ્ત થાય તે અર્થે તેણે રાણી આગળ તે મહાત્માના ગુણગ્રામ કર્યા અને પોતાને તેમનો યોગ થયો ત્યારથી તે ભવ ફરી ગયા જેવું થયું, તે કહ્યું. તેથી રાણીજીને
૩૯૧
-