________________
સાતસો મહાનીતિ
પણ તે સદ્ગુરુનું શરણ ગ્રહણ કરવા ભાવના થવાથી તે સરુનો યોગ મેળવી તેમણે જણાવેલું સાઘન તે કરવા લાગ્યાં. તેમને પણ તે સાઘનનો પ્રગટ અનુભવ થયો એટલે
કુંવર યુવાન હતો છતાં તેને સરુનો સમાગમ કરાવ્યો અને તેને પણ ઘર્મની લગની લાગી. કુંવરે તેની સ્ત્રીને સમજાવી તેથી તેણે પણ સદ્ગુરુની ઉપાસના કરી શાંતિ મેળવી. આ પ્રમાણે આત્માર્થે બઘાં સત્સાઘન આરાધતાં અને પૂર્વકર્મના યોગે સુખદુઃખ ભોગવવાના પ્રસંગો આવે તેમાં ઉદાસીન રહેતાં, તેનું માહાભ્ય કોઈને લાગતું નહીં.
દેવલોકમાં ઇન્દ્ર એક વખત આ રાજાના આખા કુટુંબના વખાણ કર્યા. તે સાંભળી એક દેવને થયું કે ઇન્દ્રનું કહેવું ખરું લાગતું નથી. પુરુષો તો કંઈ સમજે પણ બૈરાંમાં ઘર્મ સમજવાની બુદ્ધિ ક્યાંથી હોય!તે તો મોહમાં જ આખો ભવ ગાળે છે. તેથી પરીક્ષા કરવા તે રાજાની રાજધાનીને દરવાજે આવી ઊભો રહ્યો. થોડીવારમાં રાજકુમાર વનક્રીડા કરવા એક ટુકડી લશ્કરની લઈ જંગલમાં જતો હતો, તે જોઈ દેવે બાવાયોગીનું રૂપ ઘારણ કર્યું ને રાજસભામાં ગયો. આંખોમાં આંસુ લાવી, ગળામાં ડૂમો ભરાયો હોય તેવો દેખાવ કરી તેણે કહ્યું : હે રાજાજી!મોટી ઉંમરે આપને એક કુંવરની પ્રાપ્તિ થઈ, તે રાજ્ય ચલાવે તેવા થયા ત્યારે શિકાર કરવા આવ્યા હશે તે મારી ઝૂંપડી પાસે વાઘે મારી નાખેલા મેં જોયા, ત્યારથી મારી આંખોમાં આંસુ સુકાતા નથી. રાજ્યનું હવે શું થશે? રાજાએ યોગીને આસન પર બેસાડી પૂછ્યું: યોગીરાજ! આપ કેટલાં વર્ષથી જંગલ સેવો છો? યોગી બોલ્યા, પચ્ચીસ વર્ષથી. ત્યાં શું કરો છો? તો કહે, ઈશ્વરભજન. રાજાએ કહ્યું : બાવાજી! આપ આટલો ક્લેશ કરો છો તો તમને સાચા ગુરુ મળ્યા નથી એમ લાગે છે. નહીં તો પોતાનો દીકરો મરી જાય તો પણ ક્લેશ કરવો નકામો સમજાવો જોઈએ. જો તમને પારકા છોકરાનું આટલું બધું લાગી આવે છે, તો વૈરાગ્ય વિના ઈશ્વરભજન કેવું કરતા હશો? માટે હવે સદ્ગુરુ શોથી સાચો વૈરાગ્ય પામી ઈશ્વરને ઓળખી મનુષ્યભવ સફળ કરો. એમ કહી રજા આપી.
ત્યાંથી રાણી પાસે તે ગયો. બૈરાં આગળ વળી વઘારે ફેલ દેવમાયાથી તે કરવા લાગ્યો. હાંફતો હાંફતો છાતી કૂટતો તે કહેવા લાગ્યો : રાણીજી! સત્યાનાશ વળી ગયું, કુંવરજીને વાધે મારી નાખેલા મારી ઝુંપડી પાસે જ મેં જોયા. તેથી દોડતો દોડતો તમને ખબર કહેવા આવ્યો છું. રાણીજીએ તેને બેસાડી પાણી પાયું. મોં-માથું સાફ કરી સ્વસ્થ થવા કહ્યું એટલે તે બેઠો, પાણી પીધું. રાણીજીએ કહ્યું : બાવાજી, આ ચોગાનમાં આ આંબો છે. તેના ઉપર ઘણી કેરીઓ બેસે છે. તેમાંથી ઘણી તો ગરી જાય છે. કોઈ વઘે તે બીજા તોડી લે છે. તેમ મને ઘણા સંતાન થયાં અને મરી ગયાં. આયુષ્યબળે યુવાવસ્થા આ કુંવર પામ્યો ત્યાં વળી કાળે તેનો પ્રભાવ જણાવ્યો. બનનાર છે તે ફરનાર નથી. અમને સદ્ગુરુનો યોગ થયો છે તેથી અમને ભક્તિ એ જ આ ભવમાં અત્યંત પ્રિય છે, તેટલી પ્રીતિ કુંવર પ્રત્યે પણ નથી. હવે જિંદગી ટકશે ત્યાંસુધી ભક્તિ કરી આ આત્માનું હિત કરીશું. પણ આપને આટલો ક્લેશ થાય છે તે જાણી નવાઈ લાગે છે.
ત્યાંથી ઊઠી તે દેવ કુંવરની પટરાણી પાસે ગયો. ત્યાં જઈને વાળ તોડવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો. તે જોઈ પટરાણીએ પૂછ્યું : બાવાજી! આમ કેમ કરો છો? તેણે કહ્યું : તમારું નસીબ ફૂટી ગયું. કુંવરજીને વાધે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જંગલમાં જોયા ત્યારથી મને ચેન પડતું નથી. તમને ખબર કહેવા આટલે દૂર આવ્યો છું. તે બાઈ બોલી : બાવાજી! આવ્યા તે સારું કર્યું. પણ મારી વાત સાંભળો હું
ક્યાં જન્મેલી, ક્યાં ઊછરેલી અને પૂર્વના સંસ્કારે આ કુટુંબમાં આવી ચઢી, પણ મોટો લાભ તો અમને સદ્ ગુરુનો યોગ થયો અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ ત્યારથી અમે બધા કુટુંબના જાણે મરી ગયાં હોઈએ અને
૩૯૨