________________
સાતસો મનનીતિ
ક૨વાને હું ક્યારે સમર્થ થઈશ? મધ્યરાત્રિએ શહેરની બહાર કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહેલા મને સ્તંભ જાણી બળદો પોતાના સંઘનું ક્યારે ઘર્ષણ કરશે? શત્રુ અથવા મિત્ર ઉપર, તૃણ કે સ્ત્રીના સમુદાય ઉપર, સોના કે પત્થર ઉપર, મણિ કે માટી ઉપર, મોક્ષ કે સંસાર ઉપર, એક સરખી બુદ્ધિવાળો રાગદ્વેષ વિનાનો હું ક્યારે થઈશ? આ પ્રમાણે મોક્ષ મળેલ ચઢવાને ગુણઠાણાની શ્રેણિરૂપ નિસરણી સરખા તથા પરમ આનંદરૂપ લતાના કંદ સરખા મનોરથો શ્રાવકોએ કરવા. (પૃ.૧૮૫)
અપૂર્વ અવસરમાં ગુણસ્થાન આરોહણ ક્રમ અથવા પરમપદ પ્રાપ્તિની ભાવના પ્રતિદિન કરવા માટે પરમકૃપાળુદેવે પાપમુક્ત ઉત્તમ પ્રકારના મનોરથોની સ્મૃતિ આપી છે. ૬૭૩. વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું.
કોઈને પણ વિદ્યા શિખવવામાં છળ કરું નહીં. સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને પ્રત્યેક વિષય સ્પષ્ટ સમજાવવા કોશિશ કરું. પણ તે મારી પાસે ઘરે ટ્યુશન લેવા આવે એવો ભાવ રાખી છળ કરું નહીં. પૂ.શ્રી બ્રહ્મચારીજીનું દૃષ્ટાંત – કાળજીપૂર્વક ભણાવવું. પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતાં એવા તલ્લીન થઈ જતાં કે પિરીયડ પૂરો થયાની ઘંટડી પણ તેમને સંભળાતી નહીં. પણ બીજા માસ્તરને દ્વાર પર ઊભેલા જાણી ભણાવવાનું બંધ કરતા હતા.
૬૭૪. સંતને સંકટ આપું નહીં.
સંત એવા મહાત્માપુરુષોને કોઈ દિવસ સંકટ આપું નહીં. એમાં મારું જ મહાન અતિ છે એમ માનું, સંતોને સંકટ આપવા તે નરકનું દ્વાર શોધવા બરાબર છે. . 'ઉપદેશામૃત'માંથી –
શ્રી આનંદઘનજીનું દૃષ્ટાંત – ‘આનંદઘનજીને વ્યાખ્યાન વંચાવવા સંઘે તેમના ગુરુ પાસે માગણી કરી. તે વૈરાગ્યમાં વિશેષ હતા. તેથી બધાને પ્રિય હતા. કોઈ કારણસર આગેવાન શેઠ મોડા આવ્યા તોપણ આનંદધનજીએ બીજા બધાને આવેલા જાણી વ્યાખ્યાન શરૂ કર્યું. પછી શેઠ આવ્યા. તેની સાથે વાતચીત થતાં ‘અમે છીએ તો તમે છો’, એમ શેઠે કહ્યું એટલે કપડાં મૂકી નગ્ન થઈ ગુરુ પાસે જઈ તે ચાલી નીકળ્યા. કોઈનું કહ્યું માન્યું નહીં.
તેમના ગુરુ કાળ કરી ગયા પછી એક પીંજારો વિદ્યાના બળે આકાશમાં રહી બોલતો કે હૈ બાદશાહ! એક કર, એક કર. તેથી બધાને મુસલમાન કરવા બાદશાહે લોકોને કનડવા માંડ્યા. સંઘે મુસલમાન થવા ના પાડી, તેથી કેદમાં નાખી તેમની પાસે દળણાં દળાવવાં માંડ્યા. પછી બધા સાધુઓએ વિચાર કરી આનંદઘનજીને આ વાતની જાણ કરી. જેમ લબ્ધિધારી વિષ્ણુકુમારે બઘાને ઘર્મમાં પડતી મુશ્કેલી દૂર કરી હતી અને પછી પ્રાયશ્ચિત્ત લીધું હતું તેમ શાસનને નિર્વિઘ્ર કરવા આનંદઘનજીને તેમણે વિનંતી કરી. તે તેમણે સ્વીકારી અને એક સોટી આપીને કહ્યું કે તે ઘંટીને અડાડજો, તેથી ઘંટીઓ ચોટી જશે. “આમ કોણે કર્યું?' એમ પૂછે, તો એમ કહેવું કે અમારા ગુરુએ. અને જણાવ્યું કે અમુક જગાએ હું બપોરે બાર વાગે આવીશ. ત્યાં બાદશાહને આવવા જણાવજો. બાદશાહ ત્યાં આવ્યો પણ તેણે આનંદઘનજી પાસે પોળિયા જેવા બે વાઘ દીઠા. તેથી તે આગળ જઈ શક્યો નહીં. તેને બોલાવ્યો તો પણ ન જઈ શક્યો. એટલે વાધની પાસે થઈ આનંદઘનજી બાદશાહ પાસે ગયા અને કહ્યું, બધાને કેમ પીડે છે ? તેથી બાદશાહે
૪૮૫