________________
સાતસો મહાનીતિ
કહ્યું, બાર વાગે ખુદાનો હુકમ સંભળાય છે. એટલામાં તો બાર વાગ્યા અને આકાશમાંથી અવાજ આવ્યો એટલે આનંદઘનજીએ એક વસ્ત્ર ઊંચુ કર્યું કે પીંજારો નીચે પડ્યો અને
કરગરવા લાગ્યો. તેમણે બાદશાહને કહ્યું, આ તો તારા ગામનો પીંજારો છે, હવે કોઈને ઘર્મ બાબત કનડીશ નહીં, અને પીંજારાને કહ્યું આમાં તારું કલ્યાણ નથી.” (પૃ.૩૨૧)
આમ અજ્ઞાનવશ સંતોને સંકટ આપું નહીં પણ તેમની રક્ષા કરું. ૬૭૫. અજાણ્યાને રસ્તો બતાવું.
કોઈ અજાણ્યો હોય અને રસ્તો ભૂલી ગયો હોય તો તેને રસ્તો બતાવું. જેમ મહાવીર ભગવાનના જીવે નયસારના ભવમાં, મુનિઓ જંગલમાં ભૂલા પડી ગયા હતા તેમને પોતે રસ્તો દેખાડી રાજમાર્ગ ઉપર છોડીને પાછા વળતાં નમસ્કાર કર્યા ત્યારે તેમણે પણ મોક્ષના માર્ગમાં અનાદિથી ભૂલા પડેલા એવા મહાવીર ભગવાનના જીવને ઘર્મ સમજાવી મોક્ષનો અંતરંગ માર્ગ બતાવ્યો હતો.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે.” “આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાઘે તો તે પામવો સુલભ છે.” (વ.પૃ.૬૬૮) ૬૭૬. બે ભાવ રાખું નહીં.
દુકાન ઉપર નાનો કે મોટો ગમે તે આવે પણ બધા માટે એક જ ભાવ રાખું. બે ભાવ રાખું નહીં. બે ભાવ રાખવાથી લોકોનો વિશ્વાસ ઊઠી જાય. ક૭૭. વસ્તુમાં સેળભેળ કરું નહીં.
લોભવશ વસ્તુમાં સેળભેળ કરી વેચું નહીં. જેમકે ઘીમાં ડાલડા કે ઢોરોની ચરબીનો ભેળ કરે અથવા ગમે તે વસ્તુમાં બીજી હલકી વસ્તુનો ભેળ કરી વેચે તેમ કરું નહીં. તેના ઉપર વંચકશેઠનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે –
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - અન્યાયોપાર્જિત દ્રવ્ય કોઈ પ્રકારે નાશ પામે
વંચકશેઠનું દૃષ્ટાંત – કોઈ નગરમાં ફેલાક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને હેલી નામે સ્ત્રી અને ચાલક નામે પુત્ર હતો. તે શ્રેષ્ઠી મધુર ભાષણ, ખોટા તોલ માપની રચના, નવી જુની વસ્તુઓને ભેગી કરવી, રસપદાર્થોમાં સેળભેળ કરવી, ચોરીથી લાવેલ ચીજ વેચાણ લેવી વિગેરે પાપવ્યવહારના પ્રકારોથી ગામના મુગ્ધ લોકોને છેતરી ઘનોપાર્જન કરતો હતો. જો કે તે બીજાની વંચના કરતો હતો, તથાપિ પરમાર્થથી તો તે પોતાના આત્માનેજ વંચતો હતો.
આ પ્રમાણે હેલાકશેઠે ઘણું દ્રવ્ય મેળવ્યું, પણ દરેક વર્ષને અંતે અન્યાયોપાર્જિત હોવાને લીધે ચોર, અગ્નિ અને રાજા વિગેરેથી હરાઈ જવા લાગ્યું. અનુક્રમે તેનો પુત્ર યૌવન વયને પ્રાપ્ત થયો, એટલે કોઈ પરગામના શુદ્ધ શ્રાવક શ્રેષ્ઠીની પુત્રી સાથે તેને પરણાવ્યો. પુત્રવધૂ શુદ્ધ શ્રાવિકા અને થર્મની જ્ઞાતા હતી તે શેઠને ઘેર આવી. હેલાકશેઠની દુકાન તેના ઘરની નજીક હતી. જ્યારે કોઈ ગ્રાહક આવે ત્યારે તેને આપવા તથા લેવામાં પુર્વે સંકેત કરી રાખેલા નામથી પુત્રની પાસે તોલના કાટલાં મંગાવે. જ્યારે લેવું હોય ત્યારે તે પાંચ પોષ્કર માગે, એટલે પુત્ર સવાશેરી આપે અને આપવું હોય ત્યારે ત્રિપોષ્કર માગે એટલે
૪૮૬