SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ વિદ્યા સાધ્ય કરવા ડરનો માર્યો સીકા ઉપર ચઢ ઊતર કરતો હતો. તેની હિમ્મત ન ચાલવાથી તેણે બતાવેલ મંત્ર બોલી અંજનચોરે બથી દોરડીઓ એકસાથે કાપી નાખી જેથી વિદ્યા સિદ્ધ થઈ. વિદ્યાને, જ્યાં મૂળ મંત્ર આપનાર શેઠ છે ત્યાં લઈ જવા કહ્યું. શેઠ શાશ્વતા સુદર્શન મેરુના ચૈત્યાલયમાં પૂજા કરતા હતા. ત્યાં વિદ્યા તેને લઈ ગઈ. ત્યાં ચારણમુનિ મળ્યા. તેમનો ઉપદેશ સાંભળી દીક્ષા લઈ મોક્ષે ગયો. પણ વેશ્યા તો માત્ર હાર ન મળવાથી દુઃખી જ થઈ. ૪૧. દંપતી સહવાસ લેવું નહીં. ભીંત કે પડદાના અંતરે કોઈ દંપતી સૂતા હોય તો તે ભણી ચિત્ત દઉં નહીં. કારણ તેવાં નિમિત્ત ચિત્તને વિકારી બનાવનાર છે. સહવાસ એટલે એવા લોકો સાથે રહેવાથી, એવી વાતચીત કે ચેષ્ટાઓ કે અવાજો મનને ભ્રષ્ટ કરે છે. માટે દંપતી સહવાસ લેવું નહીં. ૪૨. મોહનીય સ્થાનકમાં રહું નહીં. મોક્ષમાળામાં બ્રહ્મચર્યની પહેલી વાડ વસતિ નામે છે. તેમાં સ્ત્રી, પશુ કે નપુસંક જ્યાં રહેતા હોય તેવા સ્થાનમાં રહું નહીં. જેથી મોહ ઉત્પન્ન થાય તેવા મોહનીય સ્થાનકમાં રહું નહીં. ૪૩. એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા પ્રયત્ની છું. બ્રહ્મચર્ય સંબંધી બઘા વાક્યો કહ્યા. તે મહાપુરુષોએ પાળવા યોગ્ય છે. મહાપુરુષ થવામાં બ્રહ્મચર્ય એ એક પરમ સાધન છે. પરમકૃપાળુદેવે પોતાની ભાવના પ્રગટ કરી કે તે વાડો પાળવાનો હું પ્રયત્ની છું અને મહાપુરુષોએ પણ તેમ પાળવું. નાનપણમાં કપાળુદેવ વવાણિયામાં સાધ્વીઓના કહેવાથી ઉપાસરે તેમની પાસે જતા ત્યારે પણ સાથે પોપટલાલને લઈ જતા હતા. ત્યાં મોક્ષમાળાના પાઠો સમજાવતા તથા શાસ્ત્રોના પરમાર્થ જણાવતા હતા. ૪૪. લોક નિંદાથી ડરું નહીં. ઘર્મકાર્યમાં લોકલાજનો અંતરાય જીવ ગણે છે, તે અનંતાનુબંધી કષાયનું કારણ છે. ઘર્મ પામવા ન દે એવી લોકલાજ છે. લોકલાજ મનમાં હોય તો જાણે કે મને કોઈ કહેશે તો, અથવા કોઈ દેખી જશે તો મારી નિંદા કરશે, એમ મનમાં ભય રહ્યા કરે છે. લોકનિંદા થતી હોય તેમાં ટકી રહેવું એ બહુ મુશ્કેલ છે. ઘર્મમાં કેવી પકડ થઈ છે તેની એ કસોટી છે. રામ જાણતા હતા કે સીતા નિર્દોષ છે છતાં લોકનિંદાથી ડરીને સગર્ભા સીતાને ભયંકર જંગલમાં તજી દીઘી. લોકો આપણને સારા કહેવાથી સારા થઈ જતા નથી, અને લોકો ખોટા કહે તેથી આપણે કંઈ પાપી થઈ જતા નથી. ઊલટો જે લોકનિંદાનો ડર રાખે તે આત્મહિત કરવાનું ચૂકી જાય છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૧૯૪માં ચાર પ્રતિબંઘ કહ્યાં છે – “લોકસંબંઘી બંઘન, સ્વજનકુટુંબરૂપ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન, સંકલ્પવિકલ્પરૂપ બંઘન” સ્વચ્છંદ રોકે તો પણ આ ચાર પ્રતિબંઘ ઓળંગ્યા સિવાય જીવનું કલ્યાણ થતું નથી. “ ઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંઘ”. - શ્રીમદ્ રાજચંદ્ર સતી સીતાનું દ્રષ્ટાંત – રાવણના ઘેર સીતા રહેવાના કારણે લોકનિંદાથી શ્રી રામે ગર્ભવતી સતી સીતાને જંગલમાં મૂકાવી. ત્યાં સીતા સેનાપતિ પ્રત્યે બોલ્યા કે રામ લોકાપવાદથી ભય પામ્યા હતા તો તેમણે મારી પરીક્ષા દિવ્ય વગેરેથી કરવી હતી. ફરી રામને કહેજો કે લોકાપવાદથી મારો ત્યાગ કર્યો તેમ મિથ્યાદ્રષ્ટિલોકોની વાણીથી શ્રી જિનભાષિત ઘર્મને છોડશો નહીં. સેનાપતિ સીતાને પ્રણામ કરી માંડ ૨૨
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy