SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ આહારમાં જળ એ પણ આહાર ગણાય છે. આહાર વિહારની જેટલી જરૂરિયાત ઓછી તેટલો વખત આત્મધ્યાનમાં વિશેષ ગળાય. તે અર્થે બઘો સંયમ છે. ૩૮. કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. મોહિનીભાવ વિચાર અઘીન થઈ, ના નીરખું નયને પરનારી” -શ્રીમદ્ રાજચંદ્ર એજ ભાવ અહીં કહેવો છે. મોહ ઉપજાવે તેવી રીતે ત્રાંસુ જોવું તે કટાક્ષ દ્રષ્ટિ. એ શબ્દ બે અર્થમાં વપરાય છે. પુષ્પમાળામાં પુષ્પ ૯૬માં કહ્યું – “તે ઘર આપણી કટાક્ષવૃષ્ટિની રેખા છે.” ત્યાં અભાવવાળી દ્રષ્ટિ કે તિરસ્કારની દ્રષ્ટિ છે જે અણગમો દર્શાવે છે. જ્યારે અહીં આ સૂત્રમાં કટાક્ષ દ્રષ્ટિ એટલે મોહવાળી દ્રષ્ટિ અર્થાત્ મોહભાવે સ્ત્રીને નીરખું નહીં. “સ્ત્રીનાં નેત્રોમાં શીતળતા માનવામાં આવે છે. પરંતુ તેના કટાક્ષ મનુષ્યને અગ્નિની જ્વાળા માફક બાળનાર છે. તેનું બોલવું મધુર લાગે પરંતુ તે વિષતુલ્ય છે. તેનો સમાગમ મૃત્યુ સમાન દુઃખદાયી છે”. (બોથામૃત-ભાગ-૧ પૃ.૧૪) ૩૯. હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી) હાસ્ય પ્રકૃતિ સમ્યગદ્રષ્ટિને પણ હોય. તે ચારિત્રમોહની પ્રકૃતિ છે. તેનો ક્ષય ક્ષપકશ્રેણી ચઢતાં આઠમા ગુણસ્થાનકમાં થાય છે. હાસ્ય છે તેટલો અસંયમભાવ છે. બીજાને શંકાનું કારણ થાય. જેને એ ટેવ પડી ગઈ હોય તે અસભ્ય વચનોવડે પાપ કરીને પણ બીજાને હસાવે. એ રીતે બીજાને પણ હસાવી પાપમાં દોરે છે. હાસ્યથી વૈર પણ બંઘાઈ જાય; દ્રૌપદીની પેઠે તેનું આકરું ફળ આવે છે. અસંયમ ભાવથી વિકારના ઉદયમાં હાસ્ય વડે કોઈને આકર્ષવામાં વૃત્તિ જાય છે. અહીં તો બ્રહ્મચર્યની રક્ષાનો લક્ષ રાખીને વાક્ય લખ્યું છે. કોઈ હસીને વાત કરે તો સામા વ્યક્તિ ઉપર એવી છાપ પડે કે મારા ઉપર એને આસક્તિ છે, રાગ છે. માટે સ્ત્રીથી હસીને વાત કરું નહીં. ૪૦. શૃંગારી વસ્ત્ર નીરખું નહીં. આંખને આકર્ષણ કરે તેવા કપડાં પહેરનાર ઉપર લોકોની દ્રષ્ટિ પડે છે. તે ઉપરથી તેના અંગોપાંગનો ચિતાર હૃદયમાં આવે છે અને મોહ થાય છે. જેમ વસ્ત્ર તેમ અલંકાર વગેરે પણ ચિત્તને છે કિ અત્યંત આકર્ષણ કરે છે. એના વિના જીવી શકું નહીં એમ કેટલાકને થઈ જાય છે. અંજનચોરનું દ્રષ્ટાંત – અંજનચોરની કથામાં આવે છે કે એક વેશ્યા બાગમાં ફરવા ગઈ. ત્યાં એણે એક રાજાની રાણીના ગળામાં સુંદર હાર જોયો એટલે એને થયું કે આવો હાર જો મને પહેરવાને ન મળે તો મારું જીવન નકામું છે. જ્યારે અંજનચોર તે વેશ્યાને ઘેર આવ્યો ત્યારે તેણીએ તેને તે રાણીનો હાર ચોરી લાવવા કહ્યું. અંજનચોર પોતાની આંખમાં એક જાતનું અંજન આંજતો જેથી તેને કોઈ જોઈ શકતું નહીં. અંજનચોર તે હાર ચોરી લઈ જતો હતો ત્યારે તે હારના રત્નનો પ્રકાશ ઘણો હોવાથી કોટવાળના જોવામાં આવ્યો તેથી તે તેની પાછળ પડ્યો. અંજને જાણ્યું કે કોટવાળ મારી પાછળ પડ્યો છે તેથી ગલી ગૂંચીમાં થઈ સ્મશાનમાં ચાલ્યો ગયો. ત્યાં સ્મશાનમાં એક બાગનો માળી આકાશગામિની 'ક જ થઈ જાય છે. ૨૧
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy