SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મનનીતિ કળાપાત્ર હતો. પણ વ્યસનથી દૂષિત હતો. તેથી તેના પિતાએ તિરસ્કાર કરી તેને ઘરથી બહાર કાઢી મૂક્યો હતો. પહેલાના વખતમાં રાજાને એકનો એક પુત્ર હોય, પણ દોષ કરે તો તેનું પણ અપમાન કરી પરથી બહાર કાઢી મૂકતા હતા. ૫૭૧. ન્યાયને ચાહું, વર્તે. ન્યાય નીતિને સદૈવ ઇચ્છું, અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરું. તેના વિષે ‘શ્રી જૈન હિતોપદેશ'માં માર્ગાનુસારીના ૩૫ ગુજ્ઞ બતાવ્યા છે, તેમાંનો પ્રથમ ગુજ્ઞ ન્યાય સંપન્ન વૈભવ છે. તે આ પ્રમાણે ન્યાય સંપન્ન વૈભવ – સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું, અન્યાયથી ચાલવું નહીં. નોકરી કરતાં ઘણીના સોંપેલા કાર્યમાંથી પૈસા ખાઈ જવા નહીં. લાંચ ખાવી નહીં. ઓછી સમજવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરવો નહીં. વ્યાજ વ્યાપાર કરનારે સામા ધણીને છેતરી વ્યાજના પૈસા વધારે લેવા નહીં, માલ ભેળસેળ કરીને વેચવો નહીં. સરકારી નોકરી કરનાર મનુષ્યે ઘણીને વ્હાલા થવા સારું લોકો ઉપર કાયદા વિરુદ્ધ જાલમ ગુજારવો નહીં. મારીયા, કારીગરનો ધંધો કરતા લોકોએ રોજ લઈ કામ બરાબર કરવું, ખોટું દિલ કરવું નહીં. નાત અથવા મહાજનમાં શેઠાઈ કરતો હોય તે પોતાથી વિરુદ્ધમતવાળાને દ્વેષ બુદ્ધિથી ગેરવ્યાજબી ગુનેગાર ઠરાવવો નહીં. કોઈ માણસે આપણું બગાડયું હોય, તે દ્વેષથી તેના ઉપર ખોટો આરોપ મુકવો નહીં, અથવા તેને નુકસાન કરવું નહીં. કોઈને ખોટું કલંક દેવું નહીં. ધર્મગુરુને બહાને પૈસા લેવા સારું ધર્મમાં ન હોય તે વાત સમજાવવી નહીં અથવા સેવકની સ્ત્રી સાથે અયોગ્ય કર્મમાં પ્રવર્તવું નહીં. ધર્મ નિમિત્તે પૈસા કઢાવી પોતાના કાર્યમાં વાપરવા નહીં. ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે ખોટી સાક્ષી પૂરી પૈસા લેવા નહીં. ધર્મકાર્યમાં ફાયદો થતો હોય તે બદલ મનમાં વિચારવું કે આપણે ધર્મને વાસ્તે જુઠું બોલીએ છીએ, આપણાં કામ સારું બોલતા નથી; માટે તેમાં દેષ નથી; એમ સમજી ઊંઘુ ચતુ કરવું તે પણ અન્યાય છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાનો પોતાના ખાનગી કાર્યમાં વાપરવાં નહીં. અથવા તે ખાતાના માણસો પાસે ખાનગી કાર્ય કરાવવું નહીં. કોઈ માક્કસ નાત જમાડતો હોય તેમાં કોઈ કમી હોય, તેથી તેનો કરેલો ખર્ચ બગાડવા કંઈ લડાઈ ઊભી કરવી. પકવાન વગેરે જોઈએ તેથી વિશેષ લઈ બગાડવા, સંપ કરી વધારે ખાઈ જવું, અને તેને તૂટ પડે એવી યુક્તિઓ કરવી, તે પણ અન્યાય જ છે. પરસ્ત્રી ગમન કરવું નહીં. સ્ત્રી અથવા પુરુષ કાંઈ સલાહ પૂછે તો તેને જાણવા છતાં ખોટી સલાહ આપવી નહીં. પોતાના ધણીના હુક્મ સિવાય તેના પૈસા લેવા નહીં. એક બીજાને લડાઈ થાય, તેવી સમજ આપવી નહીં. પોતાની માન પ્રતિષ્ઠા વધારવા સારું અસત્ય ધર્મોપદેશ દેવો નહીં. અન્ય મતાવલંબી ધર્મ સંબંધી ખરી વાર્તા કહેતો હોય, પણ એ ધર્મ વધી જશે, એમ જાણી તે વાત જુઠી પાડવાની કુયુક્તિ કરવી, તે પણ અન્યાય છે. પોતે અવિધિએ પ્રવર્તતો હોય, અને અન્ય પુરુષને વિધિથી વર્તતો જોઈ, તેના ઉપર દ્વેષ ઘારણ કરવો તે અન્યાય છે. જે પુરુષ વિધિથી વર્તે છે તેને ધન્યવાદ આપવો. અને પોતાથી તે પ્રમાણે વર્તાતું નથી, તેને માટે પસ્તાવો કરવો, તે અન્યાય નથી. સરકારની અથવા મ્યુનિસિપાલિટીની દાણચોરી કરવી, સ્ટેમ્પની ચોરી કરવી તે પણ અન્યાય છે, તેમજ ખરી પેદાશ છુપાવી થોડી પેદાશ ઉપર સરકારને કર આપવો તે પણ અન્યાય છે. ખાતર પાડવું. કુંચી લાગુ કરવી, અથવા લૂંટ કરવી તે પણ અન્યાય છે. ગુણવંત સાધુ મુનિરાજ ભગવંત અને ગુરુ ૪૨૯
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy