________________
સાતસો મહાનીતિ
જગતવાસી જીવોની સમ્યફદ્રષ્ટિ નથી ત્યાં નહીં જેવી વસ્તુને માહાસ્ય આપી મોટી માનવામાં આવે છે. જેમકે ઘરમાં ફાનસ જેવી નાની વસ્તુ હોય તો તે કેવી સારી છે,
કોઈની એવી નથી વગેરે વિકલ્પ થાય છે. તે ઘણી ટૂંકી દ્રષ્ટિ છે. પણ જો વિચારે તો ચંદ્ર, સૂર્ય કે આખા ચૌદ રાજલોક આગળ એ શા હિસાબમાં છે. આ વિષયને સ્પષ્ટ કરતા પરમકૃપાળુદેવ જણાવે છે કે
મોટા આશ્ચર્ય પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહંવ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દૃષ્ટિભ્રમ-અનાદિકાળનો-મટ્યો નથી; જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો.” (વ.પૃ.૩૩૬)
પ્રભુશ્રીજી કહે – એક લપડાક માગે છે. લપડાક વાગે તો મોટું વાંકુ હોય તે સીધું થઈ જાય; તેમ બોઘથી અંતરદ્રષ્ટિ થાય પછી ઘરનું, શરીરનું માહાસ્ય નીકળી જાય. પછી તો જેમ ઉંદર, ચાંચડને રહેવાનું ઘર છે તેમ મારું પણ છે. તેમાં મારું મારું ખોટું શું કામ કહેવું. આખા વિશ્વનો વિચાર આવે તો મારું મારું ન કરે. ત્રણે કાળનો વિચાર આવે તો આવી સાંકડી મર્યાદાવાળી ક્ષણિક વસ્તુઓનો મોહ દૂર થાય અને સ્વપ્ન જેવું બધું લાગે. ૫૦. નિઃસ્વાર્થપણે વિહાર કરું.
“વિચરવું ઉદયાથીન પણ વીતલોભ જો”- અપૂર્વ અવસરમાં આવી ભાવના પરમકૃપાળુદેવે નાનપણમાં કરેલ. વિહાર કરવાનું કારણ અપ્રતિબદ્ધ રહેવા માટે છે કે જેથી કોઈ ઠેકાણે પ્રતિબંઘ ન થાય. પણ કોઈ સ્વાર્થથી વિહાર કરે કે મને ફલાણું જોવા મળશે વગેરે, ત્યાં પહેલો સ્વાર્થ આવ્યો. સ્વાર્થ છે તે જ પ્રતિબદ્ધતાનું કારણ છે. વિહારમાં જે ઘાર્યું હોય તે મળે તો એને ગમે, રાગ થાય, પ્રતિબંઘ થાય માટે નિઃસ્વાર્થપણે વિહાર કરું.
વીતલોભ અને નિઃસ્વાર્થપણું એક જ છે. સ્વાર્થ એ લોભ છે. વીતરાગી કે નિઃસ્પૃહી પુરૂષો ગમે ત્યાં સુખી છે. કેમકે તેમને બીજી કોઈ ઇચ્છા હોય નહીં, માટે દુઃખ પણ થાય નહીં.
ઋષભદેવ ભગવાનનું દ્રષ્ટાંત – ઋષભદેવ ભગવાન વિહાર કરતાં કરતાં બાહુબલીજીની નગરી તક્ષશિલાપુરી નામે છે ત્યાં સાંજના સમયે આવી ઉદ્યાનમાં કાયોત્સર્ગ રહ્યાં. ઉદ્યાનપાલકે બાહુબલીજીને પ્રભુ પધાર્યાની વાત કરી. તેથી બાહુબલીજીએ વિચાર્યું કે સવારમાં બધા મળીને પ્રભુના દર્શન કરવા જઈશું. ભાવથી ભગવાનની પૂજા કરીશું. તેથી આખા શહેરમાં તૈયારી કરાવી. રાત્રિ બહુ લાંબી લાગવા લાગી. પ્રભાત થતાં બાહુબલીજી પરિવાર સહિત વાંદવા આવ્યા. ત્યાં ઉદ્યાનપાલકને પૂછ્યું કે ભગવાન
ક્યાં છે? તેણે કહ્યું ભગવાન પ્રભાત થતા વિહાર કરી ગયા. તે સાંભળીને બાહુબલીજી રડવા બેઠા કે મેં ભગવાનના ચરણના દર્શન કર્યા નહીં. ત્યારે મંત્રીએ સમજાવ્યા કે ભગવાનના જ્યાં પગલાં પડ્યા છે તે પગલાંના દર્શન કરો. પછી બાહબલીજીએ તેનાં દર્શન કર્યા. તે પગલાં ઉપર રત્નમય ઘર્મચક્ર સ્થાપન કર્યું. ભગવાન અહો! કેવા નિઃસ્વાર્થપણે વિચરે છે. (ત્રિશષ્ટિશલાકાપુરુષ ચરિત્રના આધારે)
૨૬