________________
સાતસો મહાનીતિ કૌતુક જોયું. તેનું વર્ણન તે પૃથ્વીચંદ્ર પાસે કરતાં જણાવે છે કે
ગજપુર ગામમાં રત્નસંચય નામના શેઠને ગુણસાગર નામનો પુત્ર છે. બાળપણથી ઉચ્ચ સંસ્કારી છે. સંસાર પ્રત્યે ઉદાસીન રહે છે. માતાપિતા લગ્નની વાત મૂકતા તે કહેજો લગ્ન કરીશ તો પણ બીજે દિવસે દીક્ષા લઈશ. કન્યાઓએ તે જાણ્યું છતાં તેની સાથે
પરણવા તૈયાર થઈ. ચોરીમાં લગ્ન વિધિ ચાલી રહી છે, ત્યાંજ ગુણસાગરનો આત્મા ચિંતન કરતો ક્ષપકશ્રેણી માંડે છે અને કેવળજ્ઞાન પામે છે. આવા ઉત્તમ પતિને પામી આઠેય કન્યાઓ પણ શુભ ભાવ ભાવતાં કેવળજ્ઞાનને પામી.
સુઘનના મુખથી આવું મંગળમય વૃત્તાંત સાંભળતા પૃથ્વીચંદ્ર પણ ચિંતનમાં પડી જઈ કેવળજ્ઞાનને પામે છે. (દિવ્ય જીવનના પગલે પગલેમાંથી)
| માટે અંતરમાં વૈરાગ્ય હૃદય રાખવું એમ પરમ
* કૃપાળુદેવ જણાવે છે. ૪. દર્શન પણ વૈરાગી રાખવું.
ત્યાગ દશા આબે સાધુ થાય ત્યારે સંસારી સંબંઘ છૂટી જવાથી સંસારી ફરજોથી મુક્ત થયા. માટે હવે જેવું હૃદયમાં હોય તેવું જ ઉપર રાખવું. જેથી બીજાને પણ એનાં દર્શન કરતાં વૈરાગ્યની છાપ પડે. ૫. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાઘવો.
એકાંત સ્થાનમાં પરમાત્મા સાથેનો યોગ એટલે જોડાણ કરવું; અર્થાત જગત ભૂલી પ્રભુમાં તન્મય થવું. બહિરાત્મપણું મૂકી અંતરાત્મા થઈ પરમાત્મામાં તન્મયપણું સાધવું તે યોગ છે.
પહેલાં હું દેહ છું, તેને આધારે દેહને સુખે સુખી ને દેહને દુઃખે દુઃખી એમ પોતાને માનતો હતો; તે બહિરાત્મપણું મૂકીને હવે જ્ઞાતાદ્રષ્ટા એવો હું આત્મા છું એમ અંતરાત્મા થયો. અંતરાત્માની ભૂમિકામાં જીવનું લક્ષ ક્યાં છે? તો કે પરમાનન્દમય - પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં. માટે તેમાં લીન થવાનો પુરુષાર્થ કરે છે. જ્યારે આત્મા નિર્વિકલ્પ પરમાનંદભાવમાં રહે છે ત્યારે તેને જ તે સુખ માને છે. પહેલાં દેહના આઘારે સુખી દુઃખી થતો હતો તે પલટાઈ ગયું. હવે તો પરમાનંદમય આત્મભાવ છૂટી જાય ત્યારે એને ગમે નહીં.
પ્રભશ્રીજી કહે - આ બઘાને કેમ ગમતું હશે? એમને તો જેમ બને તેમ ત્વરાથી એ આત્માના સ્વરૂપમાં જવા ઇચ્છા થાય છે. પણ બીજાને દેહભાવમાં ગમ્મત પડતી હોય ત્યાં સુધી પોતાના આત્માના સુખસ્વરૂપમાં જવાની ઉતાવળ ક્યાંથી થાય? પ્રભુશ્રીજી ઉપર કપાળદેવે લખેલા પત્રમાં, ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાય કરવો અને ફરી પાછું ધ્યાનમાં ચાલ્યા જવું; એમ યોગ સાધવાનો ઉપદેશ છે. ૬. બાર દિવસ પત્નીસંગ ત્યાગવો.
સુદ અને વદની બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ,પૂનમ અને અમાસ, મહિનામાં એ બાર દિવસ ગૃહસ્થ બ્રહ્મચર્ય પાળવાની શરૂઆત કરવી. પવિત્ર દિવસોએ બ્રહ્મચર્યની