________________
સાતસો મહાનીતિ
પડયો. દામો ગામમાં પાક. 5
ETED IN - DES
STATISTI નોr :
પારાવાર હતા તે બઘાં ક્યાં ગયા?” શેઠે કહ્યું કે- “હે વત્સ!તું જુદો પડીને અહીં આવ્યો, ત્યાર પછી તારી પછવાડે મારું દ્રવ્ય પણ બધું ગયું. પૂર્વનું પુણ્ય ખુટ્યું, એટલે પછી
કાંઈપણ રાખ્યું રહ્યું નહીં. તદ્દન દરિદ્રાવસ્થા આવી, ખાવા પીવાના સાંસા પડવા લાગ્યા એટલે હું ઘર છોડીને પરદેશ નીકળ્યો.”
F S 'ELIF શેઠની આ પ્રમાણેની હકીકત સાંભળી તે વાણોતર -- (ગુમાસ્તો) બહુ જ રોવા લાગ્યો; છાનો રાખતા પણ રહે નહીં. એટલે તેના વાણોતરો કહેવા લાગ્યા કે – “શેઠ તે ઘેલા થઈ ગયા છે કે શું થયું છે કે જેથી આવા એક ભિખારીને ગળે વળગીને રોયા કરે છે.” એટલે તેણે છાના રહીને સૌને બોલતા વાર્યા અને કહ્યું કે – “એમણે તો મારી ચામડી પોષેલી છે, એના કોળિયાથી હું ઉછર્યો છું, એણે મને વેપારી બનાવ્યો છે, હું એનો વાણોતર છું અને એ મારા શેઠ છે, એના ગુણ મારા હૃદયમાં સમાતા નથી.” આ પ્રમાણે કહીને - પછી શેઠને પોતાને ઘેર લઈ ગયો અને નવરાવી વસ્ત્રાલંકાર ધારણ કરાવી ઈદ્ર જેવા બનાવ્યા. ખાનપાનથી બહુ પ્રસન્ન કર્યા. પછી એક દિવસ તે વાણોતરે પોતાના બઘા પરિવારને એકઠો કરી એક પોતીયું માત્ર પહેરી પોતાનું ઘર, હાટ, વખાર, ઘન, ભૂષણો – સર્વ શેઠને અર્પણ કર્યું અને પગે લાગ્યો.
આ પ્રમાણેની વાત કરી ગૌતમસ્વામીએ હર્ષિત થઈને પ્રભુને પૂછ્યું કે- હે પ્રભુ!હવે તે વાણોતર ઓશીંગણ (ઉપકારી) થયો? પ્રભુ કહે છે કે- “આ પ્રમાણે કરવાથી ઓશીંગણ ન થાય, પણ જો શેઠને ઘર્મ પમાડે તો ઓશીંગણ એટલે ઉપકારી થાય.”
- હવે પેલા વાણોતરે શેઠને કહ્યું કે - “હે પિતાજી! આ ઋદ્ધિ બઘી હું જૈનધર્મના પસાયથી પામ્યો છું. માટે તમે જૈનધર્મનું આરાઘન કરો.”
આ પ્રમાણે કહીને તે શેઠને મુનિરાજ પાસે લઈ ગયો અને જૈનધર્મ સંભળાવ્યો, એટલે શેઠ ઘર્મ પામ્યા અને દરરોજ સામાયિક, પ્રતિક્રમણ કરવા લાગ્યા, વ્યાખ્યાન સાંભળવા લાગ્યા, જિનપૂજા કરવા લાગ્યા. વાણોતર શેઠની છાંયામાં રહીને વેપાર કરવા લાગ્યો. અને જે કમાય શેઠને આપી બદલો વાળવા લાગ્યો. અનુક્રમે શેઠ ઘણા ઘનવાન થયા. જૈનધર્મ ઉપર પૂરેપૂરી આસ્થા બેઠી, એટલે ઉત્તમ કાર્યોમાં શેઠે પુષ્કળ દ્રવ્ય વાપર્યું. પ્રાંતે દીક્ષા લીધી અને સદ્ગતિને પામ્યા.
આટલી વાત થયા પછી ફરી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે – “હવે તે વાણોતર ઓશીંગણ (ઉપકારી) થયો?” “પ્રભુએ કહ્યું કે – “હા, હવે થયો.” (પૃ.૧૬૫) ૪૩૫. ક્ષમાપના વગર શયન કરું નહીં.
રાત્રે સૂતી વખતે આખા દિવસમાં મારાથી શું શું દોષ થયા હોય તે વિચારું. આજે મેં કોના ઉપર ક્રોધ કર્યો, માન કર્યું. ઈર્ષા કે અદેખાઈ કરી એમ અઢાર પાપસ્થાનક વિચારું. દોષથી નિવૃત્ત થવાની ભાવના કરું, પશ્ચાત્તાપ કરું. સૂતી વખતે ભગવાન પાસે સર્વ દોષની ક્ષમાપના માંગી પછી શયન કરું.
એમ દિવસમાં જે જે પાપ લાગ્યા હોય તે રાત્રે ક્ષમાવું. ક્ષમાપના વગર શયન કરું નહીં.
૩૩૨