SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.” (વ.પૃ.૫૬૮) કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજા કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વઘારે છે. આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી.” (વ.પૃ.૭૪૩) ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, અજ્ઞાનાદિથી બોલાય છે; ક્રોઘાદિ મોહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધા કર્મથી વધારે એટલે (૭૦) સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી; જો કે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યાં છે; પણ આ કર્મની ઘણી મહત્ત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળસ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મોહનીયકર્મનું બળવાનપણું છે, છતાં પણ તેનો ક્ષય કરવો સહેલ છે; એટલે કે જેમ વેદનીય કર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મોહનીયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા અને લોભાદિ કષાય તથા નોકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિર્દભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નોકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે, એટલે કે તેને સારું બાહ્ય કાંઈ કરવું પડતું નથી.” (૨.૫.૯૭૬) “ઉપદેશામૃત'માંથી - “આખું જગત મોહનિદ્રામાં સૂતું છે, ઊંઘે છે. સત્પરુષનાં વચન તે ઊંઘમાંથી જાગૃત કરનાર છે. સત્સંગમાં તે વચનો-બોઘ સાંભળતાં કોટિ ભવ નાશ પામે છે. પાપના દળિયાં સંક્રમી જઈ પુણ્યરૂપ થઈ જાય છે. ‘ઝબકે મોતી પરોવી લે, નહીં તો ઘોર અંધાર.” માટે ચેતી લેવું. જ્ઞાનીને તો હવે તમને ઉઠાડવા છે, ઊંઘવા દેવા નથી. માટે જાગૃત થાઓ, ચેતી જાઓ, આત્માને ઓળખો.” (પૃ.૩૬૦) ૬૯૫. દોષનું પ્રાયશ્ચિત્ત કરીશ. જીવનમાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરીશ. પ્રાયઃ એટલે અપરાઘ અને ચિત્ત એટલે શુદ્ધિ. લાગેલા અપરાશની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત છે. પ્રથમ મારાથી સેવાયેલા અલ્પ પણ દોષોની સ્મૃતિ કરી ફરી ફરી તેનો પશ્ચાત્તાપ કરું. પછી તે દોષોથી નિવૃત્તવા માટે શ્રી ગુરુ આગળ જઈ થયેલ પાપને આલોચું; અર્થાત્ બાળકની જેમ બધા દોષો પ્રગટ કરું. પ્રત્યુત્તરમાં શ્રી ગુરુ મારી આત્મશુદ્ધિ અર્થે તે તે દોષોનું જે જે પ્રાયશ્ચિત્ત આપે તે આદરપૂર્વક અંગીકાર કરી દોષથી રહિત થાઉં. શ્રી ગુરુ આત્મજ્ઞાની હોવા જોઈએ. શિષ્યના દોષ કોઈને કહે નહીં તેવા હોવા જોઈએ. નહીં તો ભયંકર અનર્થ પણ થઈ જાય. આવા આત્મજ્ઞાની પ્રત્યક્ષ ન હોય ત્યારે ચિત્રપટ કે તેમની મૂર્તિને પ્રત્યક્ષ માની તે સમક્ષ પોતાના દોષ ભાવથી જણાવી ફરી તેવા દોષો ન કરવાની પ્રતિજ્ઞા લઈ આત્મશુદ્ધિ કરી શકાય. પણ ગમે તેવા પુરુષ આગળ દોષો જણાવવાથી આત્મશુદ્ધિ થઈ શકે નહીં. ૫૦૦
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy