________________
સાતસો મહાનીતિ
સમાન બીજાં કોઈ સુખ નથી, તો એવો કોણ મૂર્ખ શિરોમણિ હોય છે, જે અમૃત સમાગમ ઠંડી હલાહલ વિષ જેવી અવિવેકી-કુશીલની સંગતિ ઇચ્છે; શાણો નર તો ન જ ઇચ્છે. બાકી ભૂંડ જેવી વૃત્તિવાળો તો, જ્યાં ત્યાં અશુભ સ્થાનમાં જ ભટકે તેમાં કાંઈ ૨ આશ્ચર્ય નથી. કેમકે તે તો તેનો જાતિ સ્વભાવ જ છે. આવા નીચ જનોની સોબતથી સારા સુશીલ માણસોને પણ ક્વચિત્ છાંટા લાગે છે. (પૃ.૬૬)
માટે કુસંગતિનો સર્વથા ત્યાગ કરું છું. ૬૯૪. મોહ ત્યાગુ છું.
મોહ એટલે રાગભાવ. રાગભાવ એ ચારિત્રમોહ છે. ચારિત્રમોહ, દર્શનમોહને લઈને રહેલ છે. કોઈ પ્રત્યે વિશેષ મોહ રાખવાથી, તેના વિયોગ સમયે ઘણું દુઃખ થાય છે. માટે જેમ બને તેમ મોહને ઓછો કરવા પ્રયત્ન કરું. ‘ફેલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂર પર રહ્યા કરે.’
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. (વ.પૃ.૮૨૦)
“મોહાદિ વિકાર એવા છે કે સમ્યવૃષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે છે, માટે તમારે તો સમજવું કે મોક્ષમાર્ગ પામવામાં તેવા વિદનો ઘણાં છે.'' (વ.પૃ.૭૦૪)
(મિથ્યાત્વ) મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ઘીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે.” (વ.પૃ.૫૯૦)
“જો કંઈપણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. (વ.પૃ.૪૫૨)
“અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાઘ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છોડી શકાય નહીં.” (વ.પૃ.૪૫૩)
મોહનીય કર્મ બે ભેદે છે – “એક દર્શનમોહનીય’ એટલે ‘પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી “ચારિત્રમોહનીય'; તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોnક એવાં પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય” તે ચારિત્રમોહનીય.
દર્શનમોહનીયને આત્મબોધ અને ચારિત્રમોહનીયને વીતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્થાબોઘ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોઘ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેનો અચૂક ઉપાય છે – તેમ બોઘ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે.” (વ.પૃ.૫૫૨)
“મોહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહા મુનિશ્વરોને
૪૯૯