________________
સાતસો મહાનીતિ
પરિભ્રમણ ને પરિભ્રમણ જ છે. જે જીવ અસત્સંગથી ડરતો નથી, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી તેને હજી લખચોરાશીમાં રખડવું છે એમ સમજાય છે. જ્ઞાનીપુરુષની આજ્ઞા મળ્યા પછી પૂર્વના પરિચયો પ્રત્યે ઉદાસીનતા ન આવે તો હજી તેને યથાર્થ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થઈ નથી એમ મહાપુરુષો કરે છે. પરમકૃપાળુદેવનું માહાત્મ્ય કોઈ સમીપમુક્તિગામી જીવને લાગે છે. તેવા જીવોનો યોગ મળે તો સત્સંગ કરવો, નહીં તો સત્સંગને નામે કુસંગમાં જીવ પ્રેરાય તો પરાણે સંસારને કાંઠે આવેલો બિચારો જીવ પાછો ભરસમુદ્રમાં તણાઈ જતાં વાર ન લાગે તેવું મોહનું બળ છે. માટે ચેતીને ચાલવા જેવું છે. જેનો તેનો સમાગમ કરવો અને તેને પરમકૃપાળુદેવના વચનો કહેવાના ગાંડપણમાં પડવા જેવું નથી. આપણું એવું ગજું નથી કે પરમકૃપાળુદેવનો રંગ આપણા નિમિત્તે બીજાને લાગે. માટે આપણે તો હજી આપણું જ કરવાનું ઘણું છે. આપણું કલ્યાણ સાધવામાં મચ્યા રહીશું તો વગર પ્રયત્ન બીજા આવીને પૂછશે કે શું કરવાથી કલ્યાણ થાય તેની અમને ખબર નથી તો તેનો માર્ગ કંઈ તમે જાણ્યો હોય તો બતાવો. આવા જીવને સત્સંગધામ અગાસની વાત કરવી યોગ્ય છે. બાકી બીજા ગરજ વગરના જીવો આગળ કઠે કહે કરવાથી તેનું કલ્યાણ થાય નહીં અને આપણું હિત કરવાનું રહી જાય તે લક્ષમાં રાખવા લખ્યું છેજી. આ કાળમાં સાચા માર્ગની જિજ્ઞાસાવાળા જીવો હોય છે તેવાને મદદરૂપ થવાય એવી ભાવના રાખવી, પણ ભેંસ આગળ ભાગવત વાંચે તેમ અજ્ઞાની જીવોને આત્મસિદ્ધિ આદિ સંભળાવવાના મોઠમાં તમે ન તણાશો એવી ભાવના છેજી.'' (ધો.૩ પૃ.૭૪૧)
‘પ્રજ્ઞાવબોધ'માંથી -
“બળવું ભલું અગ્નિ વિષે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું વા સિંહસંગે એકલું. વસવું વને તે તો ભલું; પણ સેવવો કુસંગ ના,
સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણો.” ૧૫-(પૃ.૪૬)
‘ચોસઠ પ્રકારી પૂજા'માંથી :- નીચના સંગથી મૃત્યુ
કાગડા અને હંસનું દૃષ્ટાંત – એક વનમાં રાજા ક્રીડા કરવા માટે ગયો. ત્યાં એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. તે વૃક્ષ ઉપર એક હંસ અને કાગડો બેઠા હતા. તે બન્નેની મિત્રાચારી હતી. કાગડાનો સ્વભાવ ‘કા કા’ કરવાનો હોવાથી તે મોટે સ્વરે ‘કા કા’ કરવા લાગ્યો અને રાજાના માથા ઉપર ચરક્યો. રાજા બહુ ગુસ્સે થયો અને તેના પર બાણ મૂક્યું. કાગડો ચાલાક હોવાથી ઊડી ગયો અને બાણ હંસને વાગ્યું, તેથી તે રાજા પાસે ભૂમિ પર પડ્યો. તેને શ્વેત વર્ણવાળો જોઈ રાજાને આશ્ચર્ય થયું અને બોલ્યો કે ‘શું કાગડાઓ પણ શ્વેત હોય છે?” તે વખતે હંસ બોલ્યો કે – ‘હે મહારાજ! હું કાગડો નથી, હું તો માનસરોવરના નિર્મળ જળમાં વસનારો હંસ છું, પરંતુ આ નીચ કાગડાના સંગધી હું આ મરણદશાને પામ્યો છું.'
આ દૃષ્ટાંતથી ઉત્તમ મનુષ્ય નીચનો સંગ કદાપિ કરવો નહીં. (પૃ.૭૮) જૈન હિતોપદેશ'માંથી :- સત્સંગતિ સત્પુરુષની ઇચ્છો
“મુરખ સાથે ગોઠડી, પગ પગ હોય ક્લેશ'' એ ઉક્તિ અનુસારે મુર્ખ, કુપાત્ર સાથે પ્રીતિ બાંધવી નહીં; તેમ કરતાં પોતાની પણ પત જાય. રાગ બાંધવા ચાહો તો વિવેકી હંસ, સંત જ્ઞાનીપુરુષ સાથે જ બાંઘો, જેથી તમે અનાદિ અવિવેકને ટાળી સુવિવેક ધારવા સમર્થ થઈ શકો. જ્ઞાનીપુરુષના સમાગમ
૪૯૮