________________
સાતસો મહાનીતિ
૫૯. રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું. પોતે રાજા હોવા છતાં પ્રજાને ભગવાને કહેલા સાચા મોક્ષમાર્ગે ચઢાવું.
શ્રી કષ્ણ મહારાજા કે શ્રેણિક મહારાજા. કોઈને દીક્ષા લેવાના ભાવ થતાં તો તેનો દીક્ષા મહોત્સવ ખર્ચ તથા તેના કુટુંબના ભરણપોષણનો ખર્ચ પણ ઉઠાવી લેતા હતા. પ્રજા પ્રભુના માર્ગે ચઢે એમાં તેઓ રાજી હતા.
“કલ્પસૂત્ર'માંથી - સંપ્રતિરાજાએ પોતાના સેવક રાજાઓને પણ જૈનધર્મી બનાવ્યા
સંપ્રતિરાજાનું દ્રષ્ટાંત – સંપ્રતિ રાજાનો જીવ પૂર્વભવમાં ભિખારી હતો. સાધુ પાસે ભીખ માંગે છે ત્યારે સાઘુએ કહ્યું : ભિક્ષા જોઈએ તો સાધુ થવું પડે. ત્યારે તેણે હા કહી. તેથી તેમના ગુરુ આર્યસુહસ્તિએ તેને યોગ્ય જાણી દિક્ષા આપી. તે દિવસે આહાર ખૂબ કરવાથી અજીર્ણ થઈ બીમાર પડ્યાં. ત્યારે શેઠ, રાજા વગેરે પણ નવીન દીક્ષિત મુનિને સુખશાતા પૂછી સેવા કરવા લાગ્યા. તે જોઈ તેના મનમાં જૈન ઘર્મ પ્રત્યે ખૂબ જ આદરભાવ જભ્યો કે આ ઘર્મ કેવો મહાન છે કે જેથી રાજા, શેઠીયાઓ વગેરે પણ સેવા કરે છે. આવી જૈન ઘર્મ પ્રત્યેની ઉત્તમ ભાવના કરતાં કરતાં રાત્રે અજીર્ણ થવાથી મૃત્યુ થઈ ગયું.
ત્યાર પછી રાજા અશોક, તેનો પુત્ર કુણાલ. સંપ્રતિરાજા એ કુણાલનો પુત્ર સંપ્રતિ થયો, પછી ઉજ્જયિની નગરીનો રાજા થયો.
એકવાર રાજમહેલના ગોખમાં બેઠો હતો. ત્યાંથી ચાર રસ્તા ઉપર થઈને ગુરુને જતાં જોઈ સંપ્રતિ રાજા વિચારમાં પડ્યો કે આમને મેં ક્યાંક જોયા છે. એમ વિમાસણ કરતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ગોખમાંથી નીચે ઊતરી પૂર્વભવના શ્રીગુરુને નમસ્કાર કરી કહ્યું કે મને ઓળખ્યો? ગુરુએ ઉપયોગ દઈને જોયું તો આ ભિખારીનો જીવ છે. પછી રાજાએ કહ્યું : આ બધું આપની કૃપાથી મને મળ્યું છે. માટે આપ આ રાજ્ય સ્વીકારી અને કૃતાર્થ કરો. ગુરુએ કહ્યું : અમારે તો આ સર્વનો ત્યાગ છે. પરંતુ આ દ્રવ્ય વડે જૈન શાસનની પ્રભાવના કર. તેથી સંપ્રતિ રાજાએ અનેક દાનશાળાઓ ખોલાવી અને પ્રતિદિન નવા નવા મંદિરના પાયા નાખવાના સમાચાર સાંભળીને તેમને જવાહર વગેરેનું પણ દાન આપવા લાગ્યા અને નવી નવી મૂર્તિઓ પણ કરાવવા લાગ્યા. તેમના વિષે “કલ્પસૂત્ર'માં જણાવે છે કે સંપ્રતિ રાજાએ સવા લાખ જિનમંદિર, સવા કરોડ નવીન જિનબિંબ, છત્રીસ હજાર જુના મંદિરોના જિર્ણોદ્ધાર, પંચાણું હજાર પિત્તળની પ્રતિમાઓ બનાવરાવી. તથા પોતાના સેવક રાજાઓને જૈનઘર્મને વિષે રસ લેતા કર્યા. વિચરતા સાઘુઓને વસ્ત્ર, પાત્ર, આહારપાણી આદિ પ્રાસુક (જીવજંતુ વગરની) વસ્તુઓ મળી શકે એવી બધે વ્યવસ્થા કરાવી.
સંપ્રતિ રાજાએ પોતાના સેવક રાજાઓને જૈનધર્મના રસિક બનાવવાથી તેની પ્રજા પણ સહજે સાચા માર્ગે ચઢે એવો ઉપાય આદર્યો. તેથી રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું, એમ જણાવ્યું. પ૭૦. પાપીને અપમાન
પાપી, દુષ્ટ અને સાતે વ્યસન સેવનારને મુખ્યતા ન આપવી તે તેને અપમાન આપ્યા બરાબર છે. પાપીઓને પોષણ આપવું તે પાપમાં ભાગીદાર થવા સમાન છે. પાપીને શિક્ષા મળે તો સુઘરી પણ જાય.
મૂળદેવનું દ્રષ્ટાંત – કૌશલ્યનગરીમાં ઘનદેવ અને ઘનશ્રીનો પુત્ર મૂળદેવ નામે હતો. તે
૪૨૮