________________
સાતસો મહાનીતિ
સર્પો અને વચ્ચે એક ભયંકર અજગરને દીઠો. વળી ઉપર જોયું તો સફેદ અને કાળો ઉંદર પોતે પકડેલ વડવાઈને જ કાપતા જોયા. તથા ઉપર એક મઘપુડો દીઠો. તેમાંથી
માખીઓ ઊડીને કરડવા લાગી. પણ તે મધપુડામાંથી મઘનું એક ટીપું તેના મુખમાં આવી પડ્યું; તેથી તે આનંદ પામ્યો. એમ વારંવાર ટીપાના સ્વાદમાં તે જીવનની અનિત્યતા તથા બધું દુઃખ પણ ભૂલી ગયો. ત્યાં એક વિદ્યાઘરે વિમાનમાં આવી મુસાફરને જણાવ્યું કે તું વિમાનમાં આવી જા. તને ઘરે પહોંચાડી દઉં. ત્યારે મુસાફર કહે થોડીવાર થોભો, આ એક પડતું મથનું ટીપું ચાટી લઉં. વિદ્યાઘરના વારંવાર Èવા છતાં પણ મઘનાં ટીપામાં આસક્ત મુસાફર વિમાનમાં આવ્યો નહીં અને ઉંદરો દ્વારા વડવાઈ કપાઈ જતાં તે કૂવામાં પડીસર્પો દ્વારા માર્યો ગયો અને દુઃખ પામ્યો.
આ કથાનો સાર એમ જાણવો – મુસાફર તે આપણો આત્મા જાણવો. સંસારરૂપી જંગલમાં મરણરૂપ હાથી આપણી પાછળ પડેલો છે. અજગર તે ભયંકર નરક ગતિ જાણવી. ચાર સર્પો તે ક્રોધાદિ ચાર કષાય જાણવા. વડવૃક્ષ તે આયુષ્ય સમજવું. કાળો અને ઘોળો ઉંદર તે મનુષ્યના આયુષ્યને ક્ષીણ કરનાર, અંઘારી અને અજવાળી રાત્રિઓ જાણવી. મઘમાખી તે કુટુંબ તથા રોગાદિ દુઃખો માનવા. મઘુબિંદુ તે પાંચ ઇન્દ્રિયના વિષયો જાણવા. મધનો સ્વાદ તે વિષયોમાં આસક્તિ જાણવી. અને વિદ્યાઘર તે સદ્ગુરુ જાણવા તથા વિમાન તે ઘર્મસાધન સમજવું.
આ કથા ખરેખર કોની છે? તો કે પુરુષ મળ્યા છતાં જેની ઇંદ્રિયોની વિષયાસક્તિ છૂટતી નથી તેની. માટે આત્માર્થીએ આ વાત વિશેષ વિચારી આવા દુ:ખરૂપ ફળવાળા સંસારસુખને ઇચ્છવું નહીં.
જન્મથી મરણ પર્વતની અવસ્થાઓ - આ અસાર સંસારમાં માણસ ગર્ભથી આરંભીને મરણ પર્યત અનેક અવસ્થાઓ ઘારણ કરી આધિ, વ્યાધિ અને ઉપાથિ ભોગવી અંતે મૃત્યુને શરણ થાય છે. સદ્ગુરુના શરણ વિના આ જન્મ જરા મરણનો કદી અંત આવતો નથી. માટે પરમકૃપાળુદેવનું શરણ લઈ આ ભવમાં સમાધિમરણ કરવા યોગ્ય છે. ૪૦૧. નીતિ વિના સંસાર ભોગવું નહીં. (ગૃ૦)
મારા ભાગ્ય પ્રમાણે સ્ત્રી કે ઘન આદિ જે મળ્યું હોય તે ભોગવું. રાજા હોય અને બીજાની સુંદર સ્ત્રી જોઈ પોતાના બળ વડે લઈ આવે તો તેનો પતિ ઘણું દુઃખ પામે, માટે તે અનીતિ છે. એમ નીતિ વિના સંસાર ભોગવું નહીં. પ્રદ્યુમ્રકુમાર પોતાના પૂર્વભવમાં બીજા રાજાની સ્ત્રીને લઈ આવ્યો હતો. તેથી તેણે અનીતિથી સંસાર ભોગવ્યો કહેવાય. તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે –
“શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરષચરિત્ર'માંથી - કરેલ પાપના પશ્ચાત્તાપમાં લીધેલ તત્કાળ દીક્ષા
પ્રદ્યુમ્નના પૂર્વભવનું દ્રષ્ટાંત – મથુરાજા એક વખતે મંત્રીઓની સાથે ન્યાયના કાર્યમાં બેઠો હતો, તેમાં વખત ઘણો થવાથી તેનો ચુકાદો કર્યા વગર રાજા, ચંદ્રાબાને મંદિરે ગયો. ચંદ્રાભાએ પૂછ્યું, આજે મોડા કેમ આવ્યા?” તેણે કહ્યું “આજે એક વ્યભિચાર સંબંધી કેસનો ન્યાય આપવો હતો, તેમાં હું રોકાયો હતો', ચંદ્રાભા હસીને બોલી કે- ‘તે વ્યભિચારી પૂજવા યોગ્ય છે.' મઘુરાજાએ કહ્યું ‘વ્યભિચારી શી રીતે પૂજવા યોગ્ય થાય? તેઓને તો શિક્ષા જ કરવી જોઈએ.” ચંદ્રાબા બોલી “જો તમે એવા ન્યાયવાનું હો તો તમેજ પ્રથમ વ્યભિચારી છો, તે કેમ જાણતા નથી?” તે સાંભળી મઘુરાજા પ્રતિબોઘ પામી લજ્જા પામી ગયો. તે સમયે કનકપ્રભ રાજા ચંદ્રાભા રાણીના વિયોગથી ગાંડો બની ગામેગામ ભટકતો અને બાળકોથી વીંટાયેલો તે જ નગરના રાજમાર્ગમાં ગાતો અને નાચતો નીકળ્યો. તેને જોઈ ચંદ્રાભા વિચાર
૨૯૦