________________
વીંધવા.
સાતસો માનીતિ
(૧૦) વિષ વાણિજ્ય—અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થોનો વ્યાપાર કરવો. (૧૧) યંત્ર પીલન કર્મ ચક્કી, પાણી, ચીચોડો વગેરે ચલાવવાનો ધંધો કરવો. (૧૨) નિર્ણાછન કર્મ ઊંટ, બળદ વગેરેના નાક છેઠવા અથવા બકરી વગેરેના કાન
(૧૩) દવદાન કર્મ–જંગલ, ગામ, ઘર વગેરેમાં આગ લગાડવી.
(૧૪) જલ શોષણ કર્મ હોજ, કુંડ, તળાવ વગેરેને સૂકવવાનો વ્યાપાર,
(૧૫) અસતીપોષણ કર્મ બિલાડી, કૂતરા, નોળિયા, સાપ વગેરે હિંસક પ્રાણીઓનું પાલન તથા દુરાચારી મનુષ્યોનું પોષણ કરી આજીવિકા ચલાવવી. -શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર
ધન મેળવવાના લોભ આગળ વિચાર આવતો નથી કે આ કરવા યોગ્ય છે કે નહીં.
અનાવશ્યક પ્રવૃત્તિ કરવી તે પણ એક પ્રકારનો અકરણીય વ્યાપાર જ છે. જે પ્રવૃત્તિ આપણે કરવી પડે એમ ન હોય તે અકરણીય પ્રવૃત્તિ કહેવાય. જેમકે જે પ્રવૃત્તિમાં આપણી ફરજ નથી પણ ઘણી વખતે લોકોમાં સારા દેખાવા માટે પ્રવૃત્તિ થતી હોય, અથવા વાતો કે નિંદા કરવાની ટેવ હોય તેથી બીજાની વાતો કરવામાં ભળી જવાય એવી મન વચન કાયાની બધી પ્રવૃત્તિ તે અકરણીય પ્રવૃત્તિ છે. તે રોકાય, તો જે પ્રવૃત્તિ ભક્તિ સ્વાધ્યાય આદિની કરવા યોગ્ય છે તેને માટે ઘણો વખત મળી શકે એમ છે. ૧૭૩. ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં.
કહેવા યોગ્ય શાસ્ત્રજ્ઞાન હોય નહીં અને કાળ કાઢવા માટે માત્ર વાત કરે. ઘણા વ્યાખ્યાનોમાં એવું હોય. એના કરતાં મૌન રહેવું સારું છે. માટે ગુણ વગરનું વક્તાપણું સેવું નહીં.
“નહી કે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ;
સબનેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.’’ -શ્રીમદ્ રાજચંદ
“થોડું જાણીને તું બીજાને ઉપદેશવા ન જા. જેમકે કૂકડીને નાનું ઢેકું આપે તો તેનું મોં ભરાઈ જાય તેથી તેને બહાર કાઢી નાખે, તેમ તું પોતે બોધ ગ્રહણ કરવાને બદલે કાઢીને બીજાને આપવા ન જા. જેટલો બને તેટલો બોધ તારામાં સમાવી પોતા માટે વિચાર. બીજાને બોધ આપવાનું કામ તો જ્ઞાનીનું છે ને તે માટે ઘણી ઊંચી દશાની જરૂર છે. માટે તું ખોટો જ્ઞાની થઈ ન બેસ. “સમજ્યા તે શમાઈ ગયા.’’
જ
ઉપદેશ દેનારે સ્વાઘ્યાય અર્થે બોલવું જોઈએ, સાંભળનાર જો ધ્યાન આપે તો તિ થાય. પરંતુ ઉપદેશ કરનારનું લક્ષ તો પોતા માટે ગ્રહણ કરવાનું હોવાથી તેને તો લાભ થવો જ જોઈએ. વાચના, પૃચ્છના, પરાવર્તના, આમ્નાય, ને ધર્મકથા એટલે ઉપદેશ એ બધા સ્વાઘ્યાયના ભેદ છે. સ્વ-અધ્યાયપોતાને અર્થે વિચાર કરવો. પોતાના દોષો વિચારી દૂર કરવા. પારકાના દોષો જોવા નહીં.' નિત્યનિયમાદિ પાઠ (પૃ.૧૦૭)
૧૭૪, તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં.
તત્ત્વજ્ઞ એટલે તત્ત્વને જાણવાવાળા એવા જ્ઞાનીપુરુષે ઠેલા યમનિયમ વગેરે તપ અકાળિક એટલે યોગ્યતા વગર કરું નહીં. વાસુદેવાદિક સમકિતી જીવો, દેવો વગેરેને સાધવા અઠ્ઠમ તપ વગેરે કરે છે, પણ તેને લૌકિક ગણે છે. ઇચ્છા ન રોકાય ત્યાં સુધી ખરૂં તપ કહેવા યોગ્ય નથી. બાહ્ય ઉપવાસ વગેરે કરીને જો વૃત્તિ ન રોકાય તો જ્ઞાનીઓ તેને તપ કહેતા નથી. લોકોને દેખાડવા માટે, લોકરંજન અર્થે
૮૪