________________
સાતસો મહાનીતિ
રહ્યા કરે છે. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા કે લોકલાજ હોય ત્યાં સુધી સમાર્ગમાં જીવનું વીર્ય સ્કુરાયમાન થતું નથી. માટે અપૂજ્ય આચાર્યને પૂરું નહીં.
મનસુખભાઈ કહે – સાહેબ! ચંદ્રસૂરિ આપને યાદ કરી પૃચ્છા કરતા હતા. એ આપ અહીં છો એ એમને ખબર ન હતી. આપને મળવા માટે આવ્યા છે.
શ્રીમદ્ કહે–પરિગ્રહઘારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોઘ થાય છે. દાક્ષિણ્યતા-સભ્યતા પણ જાળવવાં જોઈએ. ચંદ્રસૂરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી, મિથ્યા ડાહી ડાહી વાતો કરવી છે, માન મૂકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૭) ૧૭૧. ખોટું અપમાન તેને આપું નહીં.
અપૂજ્ય આચાર્યને હું પૂજતો નથી માટે એનું ખોટું દેખાય કે લોકોમાં તિરસ્કાર થાય અથવા અપમાન થાય એમ કરવાની કંઈ જરૂર નથી. આપણને લાભ થતો હોય તો પૂજવાની જરૂર છે, પણ લાભ ન થાય એમ લાગતું હોય તો આપણે ન પૂજવા, તે વ્યાજબી છે; પણ એના છિદ્રો અથવા દોષો જોવાં કે ઉધાડાં પાડવાં કે તેની નિંદા કરવી તે આપણી હલકાઈ જણાવે છે. સામાન્ય માણસનું પણ નિષ્કારણ અપમાન આપણે કરતા નથી અને કરવું પણ ન ઘટે, તો જેને ઘણા માણસો માને છે તેનું અપમાન કરવાથી ઘણાની લાગણી દુભાય; એમ કરવું નહીં. સત્યને ખાતર કહેવું પડે તે જુદી વાત છે. પણ બીજાનું અપમાન કરી રાજી થવારૂપ હલકી વૃત્તિ પોષવા યોગ્ય નથી. ખોટું કોઈને માન આપવું નહીં, તેમ ખોટું અપમાન પણ કરવું નહીં. દરેક માણસ આપણી સજનતાની આશા રાખે છે માટે આપણે પણ સર્જન તરીકે વર્તવું. ૧૭૨. અકરણીય વ્યાપ
અકરણીય એટલે નહીં કરવા યોગ્ય એવા ૧૫ પ્રકારના ઘણાં મહાપાપવાળા ઘંઘા કહ્યા છે. તે પાપથી ડરવાવાળા શ્રાવકે કરવા યોગ્ય નથી. તે આ પ્રમાણે
(૧) અંગાર કર્મચૂનાની ભઠ્ઠી પાડનાર કુંભાર અને ભાંડભૂજા આદિના કામ જેમાં કોલસા વગેરે ઈઘન સળગાવવાની બહુ જરૂર પડતી હોય
(૨) વન કર્મ–મોટા મોટા જંગલ ખરીદી કાપવા વગેરેનું કામ.
(૩) શકટ કર્મ એક્કા, બગી, બળદગાડી, ઘોડાગાડી વગેરે જાતજાતનાં વાહનો ખરીદવા તથા વેચવાનો ધંધો કરવો.
(૪) ભાટક કર્મ-ઘોડા, ઊંટ વગેરેને ભાડે આપે, ભાડે ફેરવી રોજગાર ચલાવવો. (૫) સ્ફોટક કર્મકૂવા, તળાવ, રેલ્વે લાઈન વગેરે ખોદવા-ખોદાવવાનો વ્યવસાય કરવો. (૬) દંત વાણિજ્ય—હાથીદાંત, છીપ વગેરેનો વ્યાપાર કરવો. (૭) લાક્ષા વાણિજ્ય-લાખ, ગુંદર વગેરે વસ્તુઓનો વ્યાપાર કરવો. (૮) રસ વાણિજ્ય ઘી, દૂઘ વગેરે વિગય અને મદિરા આદિ મહાવિગયનો વ્યાપાર કરવો.
(૯) કેશ વાણિજ્ય_મોર, પોપટ, બગલાં આદિ પક્ષીઓના પીછાંનો તથા ચમરી ગાય વગેરે ચતુષ્પદના વાળનો-ઊનનો વ્યાપાર કરવો.
૮૩