________________
સાતસો મહાનીતિ
શું પાપ શાંત થઈ ગયું?’’ પછી સ્થૂલિભદ્ર સિંહનું રૂપ કરવા વડે કરેલી મ્રુતની આશાતનાનું સ્મરણ કરીને ગુરુના ચરણકમળમાં પડ્યા અને બોલ્યા કે‘ફરીથી આવું કામ નહીં કરું, ક્ષમા કરો.’ સૂરિ બોલ્યા કે “તું યોગ્ય નથી. તને વિદ્યાનું અજીર્ણ થયું છે. તું વિદ્યા જીરવી શક્યો નથી.’’ પછી સ્થૂલિભદ્ર સર્વ સંઘ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી ગુરુ પાસે મોકલી ગુરુને મનાવવા લાગ્યા; કેમકે “મોટાનો કોપ મોટા શાંત કરી શકે.’’ સૂરિએ સંઘને કહ્યું કે-જેમ આ સ્થૂલિભદ્રે હમણાં પોતાનું રૂપ વિકુર્યું તેમ બીજા પણ કરશે અને વિદ્યાનો દુરુપયોગ કરશે. વળી હવે પછી મનુષ્યો મંદ સત્ત્વવાળા થશે.” તો પણ સંઘના વધારે આગ્રહથી સ્થૂલિભદ્રને ભણાવવા કહ્યું. ત્યારે ગુરુએ ઉપયોગ આપ્યો તો જાણ્યું કે “બાકીના પૂર્વનો મારાથી અભાવ નથી, માટે આ સ્થૂલિભદ્રને બાકીના પૂર્વો ભણાવું.” એમ વિચારી ગુરુએ “તારે બીજા કોઈને બાકીના પૂર્વે ભણાવવાં નહીં.’’ એવો અભિગ્રહ કરાવીને સ્થૂલિભદ્રને વાચના આપી. તેથી તે ચૌદ પૂર્વના ઘારણ કરનારા થયા. (ઉ.પ્રા.ભા.ભાગ-૪માંથી) ૧૬૯. ગુરુનો ગુરુ બનું નહીં.
અભિમાન આવે ત્યારે એવું થાય છે. અભિમાનથી ગુરુના પણ દોષ જોવાની દૃષ્ટિ થઈ જાય છે. ગુરુએ આમ બોલવું જોઈએ, આમ બેસવું જોઈએ વગેરે. પણ હું કંઈ જાણતો નથી, ગુરુ જણાવે તે મારે જાણવું છે. ગુરુનું સંમત કરેલું મારે સંમત કરવું છે એવી દૃષ્ટિ હોવી જોઈએ.
ગુરુ શિષ્યનું દૃષ્ટાંતશાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે કે આ કાળના શિષ્યો વક્ર અને જડ હોય છે. એકવાર શિષ્યો દિશાએ ગયા હતા. તે બહુ વાર થયા પછી પાછા આવ્યા ત્યારે ગુરુએ પૂછ્યું : કેમ મોડું થયું? ત્યારે આનાકાની કરતાં કહ્યું કે નટ નાટક કરતા હતા તે જોવા ઊભા રહ્યા હતા. ગુરુએ કહ્યું : ‘નટનો ખેલ આપણે ન જોવો.’ પછી બીજીવાર ફરી એવો પ્રસંગ આવ્યો. ત્યારે નટડી નાટક કરતી હતી તે જોવા ઊભા રહ્યા. ગુરુએ પૂછ્યું કે આટલો બધો વખત શામાં ગયો? ત્યારે શિષ્ય જવાબ આપ્યો કે નટડી ખેલ કરતી હતી ત્યાં જોવા ઊભા હતા. તે સાંભળી ગુરુએ કહ્યું : તમને તે જોવાની ના પાડી હતી ને? તેના જવાબમાં શિષ્યે કહ્યું કે “તમે તો નટની ના પાડી હતી પણ નટડી ન જોવી એમ કહ્યું હોત તો ઊભા ન રહેત. તમે તે વખતે બરાબર ન કહ્યું એ તમારો વાંક છે.
ગુરુએ કહેલા આશયને પણ શિષ્ય બરાબર સમજતો નથી અને પોતાનો દોષ જોતો નથી પણ ઊલટો ગુરુનો દોષ કાઢે છે. ગુરુએ કેમ વર્તવું જોઈએ તેની કાળજી આવા શિષ્ય રાખે છે, પણ પોતે કેમ વર્તવું તેની કાળજી આ કાળના વાંકા શિષ્યો રાખતા નથી. (કલ્પસૂત્ર પૃ.૧૨)
૧૭૦. અપૂજ્ય આચાર્યને પૂજું નહીં.
“ગુણાઃ પૂજાસ્થાનં ગુણીજી, ન ચ લિંગ ન ચ વયઃ ।”
અપૂજ્ય આચાર્યને પૂજવાથી, દોષને ગુણ માનવારૂપ મિથ્યાત્વ પોષાય છે. આચાર્યને સદ્ગુરુ તરીકે માનવામાં જો ભૂલ હોય તો તેણે સમજાવેલો ધર્મ પણ ભૂલવાળો હોવા છતાં સાચો મનાય છે અને તેણે જણાવેલ દેવ પણ કુદેવ હોય તો પણ સાચા મનાય છે. એમ ગુરુતત્ત્વમાં ભૂલ થવાથી દેવ-ગુરુધર્મ ત્રણે તત્ત્વમાં ભૂલ થાય છે. તેથી મોહથી છૂટવાનું બનતું નથી. જેને આધારે સત્ જાણવાનું છે તે ગુરુ જ ખોટા હોય તો પછી બધું જ ખોટું મનાય છે. જગતમાં આ પ્રકારે અપૂજ્યને પૂજવાનું ચાલુ છે. ન્યાતમાં બધાયે પૂજતા હોય અને આપણે ન માનીએ તો આપણને નાત બહાર મૂકશે, નિંદા કરશે ઇત્યાદિ લોકલાજનો ડર
૮૨