________________
સાતસો મહાનીતિ
હોય તેવો ચમત્કાર બતાવ્યો. તે જોઈ બધા સંન્યાસીઓ પોતાના તુંબડા, કપડાં, માળા, આસન વગેરે લેવા દોડ્યાં. બીજે દિવસે જનક રાજા સભામાં આવ્યા પછી મિથિલા નગરી બળતી દેખાડી પણ જનક રાજાએ કહ્યું કે મારું કંઈ બળતું નથી. એમ કહી વ્યાખ્યાનમાં શાંતિથી બેસી રહ્યા. (પૃ.૪૬૧) એમ મારા હૃદયને વિદેહી કરતો જઉં. ૧૬૮. વિદ્યાનું અભિમાન કરું નહીં.
શાસ્ત્રજ્ઞાન મેળવવાથી કે ભણવાથી કે અમુક પરીક્ષા પાસ કરવાથી નવું જાણવાનું મળે, વિશેષ સમજણ થાય, તીવ્ર બુદ્ધિ થાય, તેથી જીવને સંતોષ થાય એ સ્વાભાવિક છે. પરંતુ ટૂંકી દ્રષ્ટિ હોય તો એ વિદ્યાનું પાછું અભિમાન થાય છે કે બીજા આવું જાણતા નથી. બીજાના કરતાં હું વધારે ડાહ્યો થયો છું, સમજુ થયો છું, ચઢિયાતો છું એમ થાય. પણ જો બીજા તરફ દ્રષ્ટિ કરવી હોય તો વિશેષ જાણનારા એવા કેવળજ્ઞાની આદિ તરફ દ્રષ્ટિ કરવા યોગ્ય છે કે જેથી “અઘમાઘમ અધિકો પતિત સકળ જગતમાં હુંય.” એવું ફળ આવે. આઠ પ્રકારના મદ કહેવાય છે. તે બધા પ્રકારના મદ દૂર કરવાનું કારણ જ્ઞાન કે વિદ્યા છે. પણ જો જ્ઞાન કે વિદ્યાનું જ અભિમાન થાય તો પછી શા વડે બઘા મદ દૂર કરે ?
માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”-આત્મસિદ્ધિ સરુનું શરણું વિદ્યાના અભિમાનીને મળવું કઠણ છે. કારણ તેને શાસ્ત્ર-અભિનિવેશ હોય છે. શાસ્ત્રથી વધારે એ શું કહેવાના છે એમ થાય. આ ભવમાં જે વસ્તુનું અભિમાન કરે તે પરભવમાં મળતી નથી અને આ ભવમાં પણ અભિમાનથી તે ઓછી થઈ જાય છે. માટે વિદ્યાનું અભિમાન કરું નહીં.
સ્થૂલિભદ્રનું દ્રષ્ટાંત - એકદા સ્થૂલિભદ્રની ", બહેનો યક્ષા વગેરે સાધ્વીઓ તેમને વંદન કરવા માટે ' ' આવી. પ્રથમ સૂરિને વાંદીને તેઓએ પૂછ્યું કે- “હે \$ પ્રભુ!ક્યૂલિભદ્રમુનિ ક્યાં છે?” સૂરિએ કહ્યું કે-“નાના દેવકૂળમાં છે.” એમ સાંભળી સાધ્વીઓ તે તરફ ચાલી, તેમને આવતી જોઈને સ્થૂલિભદ્ર આશ્ચર્ય દેખાડવા માટે પોતાનું રૂપ ફેરવીને સિંહનું રૂપ ઘારણ કર્યું. સાધ્વીઓ " સિંહને જોઈ ભય પામી અને સૂરિ પાસે આવીને તે વાત કહી. સૂરિએ ઉપયોગથી તે હકીકત જાણીને કહ્યું કે “તમે જઈને વાંદો, ત્યાં તમારા મોટાભાઈ જ છે, સિંહ નથી.” એટલે તે સાધ્વીઓ ફરીથી ત્યાં ગઈ, તે વખતે સ્થૂલિભદ્ર પોતાના જ સ્વરૂપે હતા, તેમને વંદના કરી. પછી તેમના ભાઈ શ્રીયકના સ્વર્ગગમનનું વૃત્તાંત કહીને તેમજ પોતાનો સંશય ટાળીને તે સાધ્વીઓ પોતાને સ્થાને ગઈ.
પછી યૂલિભદ્ર વાચના લેવા માટે ગુરુ પાસે ગયા, તે વખતે સૂરિએ વાચના આપી નહીં અને બોલ્યા કે “તું વાચનાને અયોગ્ય છે.” અચાનક ગુરુનું આવું વચન સાંભળીને સ્થૂલિભદ્ર દીક્ષાના દિવસથી આરંભીને પોતાના અપરાધ સંભારવા લાગ્યા. પછી તે બોલ્યા કે-“હે પૂજ્ય ગુરુ! મેં કાંઈ પણ અપરાધ કર્યો જણાતો નથી, પણ આપ કહો તે ખરું.” ગુરુ બોલ્યા કે “તું અપરાશ કરીને કબૂલ કરતો નથી? તેથી ૮૧