________________
સાતસો મહાનીતિ
ક્વચિત્ સન્ના અંશો પર આવરણ આવે છે. સત્ સંબંઘી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા
તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો; તો પરમાર્થને વિષે દ્રઢતા થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૭૮)
માટે, મનુષ્યભવને સફળ કરવા આત્માર્થે તત્ત્વ આરાઘતાં લોકનિંદાથી ડરું નહીં. ૧૪૦. તત્ત્વ આપતાં માયા કરું નહીં.
પહેલાંના જમાનામાં ઘણા શાસ્ત્રો શીખવાડવામાં આવતા. તેમાં શીખવનાર (આત્મજ્ઞાની નહીં પણ સાધારણ ગુરુઓ) કોઈક ગુરુગમ બાકી રાખતા કારણકે તે પોતાના જેટલો સરખો ન થઈ જાય માટે થોડું બાકી રાખતા; પણ પ્રભુશ્રી કહેતા કે કોઈ યોગ્ય જીવ હોય, તત્ત્વનો ભૂખ્યો હોય તો અમે બોલાવીને આપી દઈએ. સાચું જ્ઞાન જેને પ્રાપ્ત થાય તેનો એવો ભાવ હોય છે કે સર્વ જીવ સત્વને પામો. માટે કહે છે કે કોઈ માઘવ લો, માઘવ લો; ગ્રાહક થાઓ તો આપી દઈએ. સમ્યક્દર્શન નથી હોતું ત્યાં સુધી સંસારી જીવ જ્ઞાનને (પુસ્તકજ્ઞાનને) ઘનની પેઠે ગણે છે અને શાસ્ત્ર હોય તો પણ કોઈને વાંચવા ન આપે. સમજાવવાનું તો જાદુ પણ દર્શન પણ ન કરાવે. જેમકે ઘવલ, જયઘવલ ગ્રંથના દર્શન કરાવવાના પણ રૂપિયા લે છે. ગ્રંથનું બહુમાનપણું એકાન્ત થઈ જાય છે. જ્ઞાનીને તો સરખી યોગ્યતા હોય તો આમ નથી થતું કે આને કહેવું અને આને ન કહેવું. તે તત્ત્વ આપવામાં કદી માયા કરતા નથી.
શ્રી જેસીંગભાઈનું દ્રષ્ટાંત – પ્રભુશ્રીજીને જેસંગભાઈ શેઠે કહ્યું કે, બાપજી અમને કહેવાનું હોય તે કહો. પણ પ્રભુશ્રીજી કહે હજી અમે એમને પણ વાત કરી નથી. કંઈ માયાથી નથી કહ્યું એમ નથી, પણ એ યોગ મળવો જોઈએ ને! યોગ એટલે જ્ઞાનીને એવો ઉદય આવવાથી સહેજે એવા ભાવ થઈ જાય કે એને કંઈ કહીએ. તે ઉદય હોવો જોઈએ અને સામા જીવના પુણ્યનો ઉદય હોય ત્યારે પોતાને માટે ખાસ જાણવા જેવી વસ્તુ હોય તે જ્ઞાની–પુરુષ દ્વારા જણાવાય પણ તેવો યોગ મળવો જોઈએ. પ્રભુશ્રી પછી જેસંગભાઈ શેઠના વખાણ કરતા કે શેઠને વિનય વડે લેતાં આવડ્યું. પ્રથમ જીવને પકડ થાય એમ છે કે નહીં, તે જ્ઞાની જાએ છે; તે ન હોય ત્યાં સુધી એમને ફુરણા પણ થતી નથી.
શ્રી સોભાગભાઈનું દ્રષ્ટાંત - સાયેલાવાળા શ્રી સોભાગભાઈના દીકરા મણીલાલ હતા. બધા કહે સોભાગભાઈને ઘેર જ્ઞાની પધાર્યા છે. તેથી મણીલાલને થયું કે આપણે એમની પાસેથી આત્મજ્ઞાન લેવું. પછી સોભાગભાઈને કહ્યું કે કૃપાળુદેવને કહો કે મણીલાલને આત્મજ્ઞાન આપે; નહીં આપે તો હું આપઘાત કરી લઈશ. એમ કહી છરી લઈને ગળે મૂકવા પણ તૈયાર થયા. સોભાગભાઈ તો ગભરાઈ ગયા અને કૃપાળુદેવ પાસે દોડી જઈને કહ્યું કે, “મણીલાલને આત્મજ્ઞાન આપો, નહીં તો એ આપઘાત કરી બેસશે.” ત્યારે કૃપાળુદેવે કહ્યું : “આપઘાત કરે તો કરવા દો, તમને બીજો મણીલાલ આપીશું, પણ અપાત્રને જ્ઞાન નહીં આપીએ. એ આપઘાત કરવાનો નથી એમ પણ કૃપાળુદેવ જાણતા હતા.
શ્રી પોપટલાલ મનજીનું દ્રષ્ટાંત - એકવાર પોપટલાલ મનજીને કૃપાળુદેવે કહ્યું : બીજાને લાભ થયો છે તેવો તને થયો નથી. તેણે કહ્યું – “ના, સાહેબજી, મને થયો છે' કૃપાળુદેવનું કામ, પેટી વગેરે
૬૮