________________
સાતસો મહાનીતિ
વિનય’ કહ્યો છે. તેથી પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને જોગ્યતા આવતી નથી.'' (વ.પૃ.૨૮૯)
‘બોઘામૃત ભાગ-૨’માંથી :- “સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થઈ જાય તો પછી પરમ પ્રેમથી અર્પણબુદ્ધિ કરે.’’ (પૃ.૬૨)
‘બોધામૃત ભાગ-૩’માંથી ઃ– મોહની મીઠાશ ઓળખી તેને તજવા બળ કરનાર મુમુક્ષુદા પામે છે. તે મુમુક્ષુતારૂપ નેત્રો વિના સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થવી કે દેખાવી વિકટ છેજી.’’ (પૃ.૨૬૨) ૫૫૭. પ્રત્યેકનું ગુણતત્ત્વ ગ્રહણ કરું.
પંચ પરમેષ્ઠિમાં અનંતગુણ છે. તે શાસ્ત્રો દ્વારા જાણી, યથાશક્તિ તે ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરું તથા પ્રત્યેક પ્રાણીમાંથી ગુણ ગ્રહણ કરવાનો અભ્યાસ કરું. દોષ દૃષ્ટિ ન કરું.
યુધિષ્ઠિરનું દૃષ્ટાંત – યુધિષ્ઠિરને ગુરુએ કહ્યું કે એક દોષીને શોઘી લાવ. યુધિષ્ઠિર આખા શહેરમાં ફર્યો પણ ક્યાંય દોષવાળો વ્યક્તિ જણાયો નહીં. બધામાં તેને કંઈ ને કંઈ ગુણ દેખાયા. તેથી ગુરુ પાસે આવી કહ્યું કે બધા દોષોનો ભંડાર તો હું જ છું, એમ જેને ગુણ જોવાની દૃષ્ટિ હોય તે તો ગમે ત્યાંથી ગુણને જ ગ્રહણ કરે. તેમ હું પણ પ્રત્યેકમાંથી ગુણ ગ્રહણ કરું કે જેથી મારો આત્મા સદા આનંદમાં રહે. ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :
શ્રી કૃષ્ણનું દૃષ્ટાંત – “કોઈ વખત સૌધર્મ દેવલોકમાં સમગ્ર દેવોની સભા ભરાઈ હતી, તે વખતે સર્વ દેવોની સમક્ષ ઇન્દ્રે કહ્યું કે “અહો ! કૃષ્ણ વગેરે એવા સત્પુરુષ છે કે જેઓ લાખ દોષમાંથી પણ ગુણને જ ગ્રહણ કરે છે, તથા નીચયુદ્ધ વડે યુદ્ધ કરતા નથી.’’ તે સાંભળીને એક દેવતાને તેના વાક્યપર શ્રદ્ધા બેઠી નહીં, તેથી તેણે વિચાર્યું કે “એવું કેમ સંભવે? પરદોષનું ગ્રહણ કર્યા વિના કોઈ માણસ રહી શકતું જ નથી.’’ એમ વિચારીને તે દેવતા મૃત્યુલોકમાં આવ્યો અને દ્વારકાનગરીના રાજમાર્ગમાં એક ભયંકર અને અતિ દુર્ગંધવાળા કાળા કૂતરાનું મૃતક વિકુર્તીને મૂક્યું. તે કૂતરાના મુખમાં કુંદ પુષ્પના જેવી શ્વેત અને સુશોભિત દંતપક્તિ વિકુર્થી. તેવામાં શ્રી નેમિનાથને વાંદવા માટે કૃષ્ણવાસુદેવ સર્વ સૈન્ય સહિત નીકળ્યા. રાજમાર્ગમાં ચાલતા સૈનિકો દૂરથી જ શ્વાનની દુર્ગંધ આવવાથી આડે માર્ગે ચાલ્યા. વાસુદેવે તેનું કારણ પૂછ્યું, ત્યારે તેઓએ કૂતરાનું મૃતક બતાવ્યું. તેની પાસે જઈને કૃષ્ણે કહ્યું કે “પુદ્ગલના નાના પ્રકારના સ્વભાવો હોય છે, તેમાં હર્ષ શોક કરવા જેવું નથી. પરંતુ જીઓ, એનું શરીર તો કૃષ્ણ વર્ણનું છે; પણ દાંત કેવા શ્વેત છે. તે મરકતમણિ જે કૃષ્ણ વર્ણની હોય પણ તેના ભાજનમાં ગોઠવેલી મુક્તાવલીની જેવા તે શોભે છે.’’ તે સાંભળીને પેલા દેવતાએ વિચાર્યું કે “ખરેખર આ વાસુદેવનું સેંકડો દોષોને મૂકીને પર ગુણગ્રાહીપણું છે તે સત્ય છે.’’ (પૃ.૨૩૮) એમ પ્રત્યેકમાંથી ગુણ ગ્રહણ કરું.
‘દૃષ્ટાંતશતક'માંથી – “સંસારમાં જે જીવો ગુણગ્રાહક હોય છે. તે સુખી હોય છે અને ઉપરના ઉદાહરણમાં કહેલા શ્રી કૃષ્ણની પેઠે જેઓ દંતરૂપી ગુણ જોનારાઓ છે, તેમને ઉત્તમ જાણવા. ઉદાર પ્રકૃતિવાળા મનુષ્યો બીજાઓના દોષ જોવા કરતાં ગુણમાત્ર જોઈને આનંદ પામે છે; કેમકે તેઓ એમ સમજે છે કે દોષથી ભરેલું તો આખું વિશ્વ છે, પણ તેમાં જો કાંઈ વખાણવા લાયક હોય તો તે માત્ર ગુણ છે. પુરુષ એવું નામ તો બધાનું છે. પણ દૂધ અને પાણી મિશ્ર કરીને મૂક્યાં હોય ત્યારે તેમાંથી દૂધને જુદું પાડી પી જાય અને પાણીને પડ્યું રાખે તે જ હંસ કહેવાય; અર્થાત્ ગુણગ્રાહી પુરુષ હંસની પેઠે શ્રેષ્ઠ
૪૧૮