________________
સાતસો મહાનીતિ
‘નિત્યનિયમાદિ પાઠમાંથી -
“સુખી રહે સબ જીવ જગતકે, કોઈ કમી ન ઘભરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘર ઘર ચર્ચા રહે ઘર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાવે,
જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પાવે.” -પૃ.૩૧૨ પપપ. સર્વ સાધ્ય મનોરથ ઘારણ કરું.
આત્મકલ્યાણમાં સહાયક એવા સર્વ સાધ્ય એટલે સર્વને સાધવા યોગ્ય પ્રાપ્ત કરવા યોગ્ય મનોરથ ઘારણ કરું. જેમકે સાચા દેવ, ગુરુ, ઘર્મ પ્રત્યે મને શ્રદ્ધા થાય, વિષયકષાય મારા મંદ પડી જાય, ક્રમે કરી સંપૂર્ણ ક્ષીણ થાય. હું સમ્યગુદર્શન પામું, શ્રાવકપણું પામું અને અંતે મુનિ બની સર્વ સંગ પરિત્યાગી થઈ કેવળજ્ઞાન પ્રગટાવું. એવા મનોરથોને ઘારણ કરું.. શ્રીમદ્ રાજચંદ્રમાંથી :
“સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવઘારું;
રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ઘાર થશે અપવર્ગ ઉતારું.”- મૃ.૯૦ “મોક્ષમાળા વિવેચન'માંથી – “પ્રશ્ન કરતાં, ઊંડા ઊતરતાં સંશય ન કરે. ગમે તેટલું ઊંડું વિચારું પણ મને જિનભગવાનના વચનમાં સંશયરૂપ બીજ ન ઊગો. મને ન સમજાય તો પણ સંશય ન કરું. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે મારો સદા એ જ મનોરથ છે તેને તું ઘારણ કર કે જેથી અપવર્ગ એટલે મોક્ષનો ઉતારુ-મુસાફર થઈશ. મિથ્યાત્વ ક્ષય કરી મોક્ષનો મુસાફર થઈને અવશ્ય મોક્ષે જઈશ.” (પૃ.૧૧૧) આલોચનાદિ પદ સંગ્રહ'માંથી -
“પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ઘાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે, નિત મન્ન;
શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ઘન્ન.” (પૃ.૩૨) બોઘામૃત ભાગ-૨'માંથી - “શ્રાવક એટલે જેને મુનિ થવાની ભાવના છે. “મુનિપણું પાળવા જેટલી મારી શક્તિ નથી, એટલે હું શ્રાવક રહું છું.” એમ કરી ભાવમુનિ રહે છે. શ્રાવક રોજ સવારમાં ઊઠી વિચારે કે હું પાંચ મહાવ્રત ક્યારે પ્રાપ્ત કરીશ? હું પાપથી ક્યારે છૂટીશ? મારે સમાધિમરણ કરવું જ છે. એમ ત્રણ મનોરથ રોજ ચિંતવે.” (બો.પૃ.૩૮૩) પપ૬. પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનું.
જે જ્ઞાની પુરુષોએ શુદ્ધ આત્માનો અનુભવ કર્યો છે એવા શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતને પરમેશ્વર માનું. એ પંચ પરમગુરુને પંચ પરમેષ્ઠિ પણ કહેવાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એકરૂપ જ છે. (વ.પૃ.૨૩૭)
તથારૂપ ઓળખાણ થયે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તે પરમ
૪૧૭