________________
સાતસો માનીતિ
૩૧. સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં.
અકબર બી૨બલનું દૃષ્ટાંત – અકબરે બીરબલને પૂછ્યું કે માણસનો આહાર કેટલો હોય? બીરબલે કહ્યું ‘બશેર.’ અકબર બાદશાહને આ માનવામાં ન આવ્યું. ત્યારે બીરબલે કહ્યું ‘કોઈક દિવસ આપને બતાવીશ.' એક દિવસે બીરબલે ઘણી જુદી જુદી ખાવાની વાનગીઓ પોતાને
ઘેર તૈયાર કરાવી. પછી તે રાજાને ત્યાં લઈ આવ્યો. રાજા જમીને ઊઠયો ત્યારે જુદી જુદી વાનગીઓના બધા ધાળ રાજાની આગળ મૂક્યા. રાજાએ કહ્યું મેં તો જમી લીધું છે. ત્યારે બીરબલે કહ્યું ઘણા દિવસથી આ બધું તૈયાર કરતા હતા જેથી મોડું થઈ ગયું, હવે જરી જરી દરેકમાંથી ચાખવાની કૃપા કરો. ૫૦-૬૦ થાળ હતા. એમાંથી ચમચો ચમચો આપતો ગયો, તે રાજાને ખબર પડી નહીં. પછી બીરબલે કહ્યું આ બધા થાળો ઘેરથી તોલીને આણ્યા છે અને અહીં ફરી તોલવા છે. તોળ્યું તો બશેર ઓછું થયું. ત્યારે રાજાને બીરબલે કહ્યું કે તમે જમ્યા ઉપરાંત બશેર ખાઈ ગયા.
પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત = સ્વાદિષ્ટ ભોજન જીવને લલચાવનાર છે. કેટલો આહાર લીધો એની ખબર પડે નહીં. બધી ઇન્દ્રિયોને વશ કરવી હોય તો ૨સના ઇન્દ્રિયને પહેલી જીતવાની જરૂર છે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું એકાંતરે ઉપવાસ કરવા કરતાં નીરસ આહાર લેવો. ગમે તેવો આહાર લેવા બેઠા હોઈએ તેમાં આપણને ગમતું આવ્યું હોય તો ચેતી જવું. દાળ સારી લાગી હોય તો તેમાં પાણી નાખવું, શાક તો શાકમાં. જેને રસ રોકવો છે તેણે જે બહુ સારુ લાગે તે ન ખાવું. પાણી નાખીને નીરસ ખાવું. પાણી નાખીને રસ વિનાનું ન ભાવતું ખાવું તે સારુ ખાવાનું પડતું મૂકવા કરતાં પણ વધારે અઘરુ છે. મુનિ જીવનમાં ટાઢું, લુખ્ખું, સુકું બધું મળી આવે ત્યાં સ્વાદિષ્ટ ભોજન ત્યાગનો અભ્યાસ કરવો હોય તો સહેજે થાય છે. કૃપાળુદેવે કહ્યું કે આખા છ ખંડને જીતવા સહેલા છે પણ રસના ઇન્દ્રિય અને ઉપસ્થ (સ્પર્શ) ઇન્દ્રિયને જીતવી મુશ્કેલ છે. ઉપસ્થ=ઉપ એટલે પાસે. જે મળ ઇન્દ્રિયની પાસે છે તે કામેન્દ્રિય. ૩૨, સુગંધી દ્રવ્ય વાપરું નહીં.
કુલ અત્તર વગેરે સુગંધી દ્રવ્ય વાપરું નહીં. પ્રાણ ઇન્દ્રિયને આવા દ્રવ્ય આપવાથી મન ચંચળ થાય છે અને કામની ઇચ્છા કરે છે. તેથી બધી ઇન્દ્રિયોમાં ઉન્મત્તતા આવે છે. માટે જ્ઞાનીઓએ તેનો નિષેધ કર્યો છે. જેને વિષયભોગની કે બીજાના ચિત્તને આકર્ષણ કરવાની ઇચ્છા છે તે આવા પદાર્થોનો ઉપયોગ કરે છે. તેવું સંસારમાં દેખાય છે પણ જેને કામને જીતવો હોય તેણે આવા પદાર્થોનો ઉપયોગ કરવો નહીં.
૧૮