________________
સાતસો મહાનીતિ
વિગેરે કરો, પછી હું આપની પાસે આવીશ.” પછી મુનિ નિર્દોષ આહારવડે દેહને ભાડું આપીને સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. તે વખતે તે વણિકે તેમની પાસે જઈ ઘર્મનું
શ્રવણ કર્યું. ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામેલા વણિકે ગુરુને કહ્યું કે “હે ગુરુ! બંવર્ગની રજા લઈને દીક્ષા લેવા માટે હું અહીં પાછો આવું ત્યાં સુધી આપ અહીં જ રહેજો.” એમ કહીને ઘેર જઈ તેણે સર્વ સ્વજનોને તથા પોતાની સ્ત્રીને કહ્યું કે “આ દુકાનના વ્યાપારથી મને ઘણો અલ્પ લાભ મળે છે, માટે ઘણો લાભ મેળવવા સારું મારે પરદેશ વ્યાપાર કરવા જવું છે તેને માટે અહીં બે સાર્થવાહ છે. તેમાં એક સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપીને ઇચ્છિત નગરમાં લઈ જાય છે અને મેળવેલા ઘનમાં પોતે ભાગ લેતા નથી; અને બીજો સાર્થવાહ એવો છે કે પોતાનું ઘન આપતો નથી અને તેની સેવા કરતાં તે પ્રથમનું ઉપાર્જન કરેલું સર્વ ઘન પણ લઈ લે છે, તો તમે સર્વ કહો કે હું કયા સાર્થવાહની સાથે જાઉં? ત્યારે સર્વ બોલ્યા કે “તમે પહેલા સાર્થવાહની સાથે જાઓ.” તે સાંભળીને તે વણિક સર્વે બંઘુઓને લઈને બહાર ઉદ્યાનમાં આવ્યો. ત્યાં બંઘુઓએ “સાર્થવાહ ક્યાં છે?” એમ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે “આ વૃક્ષની નીચે બેઠેલા સિદ્ધપુરીના સાર્થવાહ આ સાધુ છે. તે પોતાના ઘર્મરૂપી ઘનને આપીને હમેશાં વ્યાપાર કરાવે છે, અને તેમાં જે લાભ મળે છે તેમાંથી તે લેશમાત્ર પણ ગ્રહણ કરતા નથી. તેથી આની સાથે ઇશ્કેલી એવી મુક્તિપુરીએ હું જઈશ. બીજો સાર્થવાહ તે સ્ત્રી, સ્વજન વિગરે જાણવા. તે પૂર્વનું ઘર્મરૂપી ઘન લઈ લે છે, અને નવું ઘન બિલકુલ આપતા નથી; માટે તમે જ મને આનંદથી કહ્યું છે કે પહેલા સાર્થવાહની જોડે જાઓ; તેથી હું તમારા સવેનો સંબંધ મૂકીને આ મુનિનો આશ્રય કરું છું.” (પૃ.૧૫૩) અંતરાયકમેની પૂજામાં પણ આ વાત આવે છે કે –
નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાગી;
જમી જમાઈ પાછો વળીઓ, જ્ઞાનદિશા તવ જાગી.”ભુલ્યો બાજી ૩૩૫. સ્થળ હિંસાથી આજીવિકા ચલાવું નહીં.
અનાજની દુકાન, દવાઓની દુકાન, કંદોઈની દુકાન વગેરે કરું નહીં. એમાં સ્કૂલ રીતે હિંસા થાય છે. ખેતી કરવી, જંતુનાશક દવાઓ વેચવી, માંસનો વ્યાપાર કરવો, પશુઓની ઘાત થાય તેવા કારખાના નાખવા વગેરે હિંસાના વેપારથી આજીવિકા ચલાવું નહીં.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :- સ્થળ હિંસાનું ફળ નરકગતિ
મચ્છીમાર ચોરનું દ્રષ્ટાંત - “કોઈ સાધુ રાત્રે પોતાના શિષ્યોને પૂર્વગત વાચના આપતા હતા. તે પ્રસંગમાં એક વખતે તેમણે પોતાના શિષ્યને “અમુક ચૂર્ણ ઔષધિ વિગેરેના પ્રયોગથી સમુદ્ઘિમ મસ્યાદિક જીવોની ઉત્પત્તિ થાય છે એમ કહ્યું. તે વાત ત્યાંથી ચાલ્યા જતા એક ચોરી કરવા નીકળેલા મચ્છીમાર સાંભળી, અને તે ચૂર્ણનો પ્રયોગ મનમાં ઘારી લઈને ઘેર ગયો. પછી તેણે તે પ્રમાણે કર્યું, એટલે ઘણા મત્સ્યોની ઉત્પત્તિ થઈ, તેથી હર્ષ પામીને તે માછી નિત્ય તેજ પ્રયોગથી પોતાના કુટુંબનું પોષણ કરવા લાગ્યો. એવી રીતે કરતાં ઘણો કાળ ચાલ્યો ગયો. એક વખતે તે વિદ્યાચોર માછી મુનિ પાસે આવ્યો, અને મુનિને નમસ્કાર કરીને બોલ્યો કે - “હે સ્વામી! તમારા પ્રસાદથી હું સહકુટુંબ સુખે જીવું છું અને તે રીતે દુકાળ વિગેરે સંકટના વખતમાં અનેક જીવોનો ઉપકાર થશે.” મુનિ બોલ્યા – “કેવી રીતે?” ચોરે કહ્યું કે –
૨૩૮